મિત્રો,
કહેવાય છે કે યોગ શબ્દ યુજ ધાતુ પરથી બનેલો છે. જેનો અર્થ થાય છે જોડવું કે જોડાવું.
જોડાણ બે પ્રકારના હોય છે.
૧. પૂર્વે કદી ન જોડાયા હોય અને પ્રથમ વખત જોડાતા હોય.
૨. પૂર્વે જોડાયા હોય પછી વિખુટા પડ્યા હોય અને પુન: જોડાતા હોય.
પ્રચલીત યોગમાં મુખ્યત્વે આસનો આવે છે જ્યારે યોગ ની પ્રચલીત માન્યતાથી વિરુદ્ધ શ્રી પતંજલી મહારાજ યોગની વિશિષ્ટ વ્યાખ્યા આપે છે :
યોગ: ચિત્ત વૃત્તિ નિરોધ:
ચિત્તની વૃત્તિનો નિરોધ તે યોગ છે.
આ વ્યાખ્યા જોઈએ તો તેમાં જાણે કે કશુ જોડવાનું ન હોય પણ ચિત્તની વૃત્તિનો નિરોધ કરવાનો હોય તેમ લાગે.
પતંજલી મુનીના યોગ દર્શનનું ખરેખર લક્ષ્ય શું છે?
લક્ષ્ય છે નીર્બીજ સમાધી.
હવે ચિત્તની વૃત્તિનો નિરોધ કરવાથી આવી સમાધી થઈ શકે?
જવાબ મળે છે કે હા થઈ શકે કારણ કે જીવાત્માને પોતાના સ્વરુપથી વિમુખ કરનારી આ ચિત્તની વૃત્તિ સીવાય અન્ય કશું જ નથી.
સામાન્ય જીવની ત્રણ અવસ્થા હોય છે.
૧. જાગ્રત ૨. સ્વપ્ન અને ૩. સુષુપ્તિ
આ ત્રણે અવસ્થામાં ચિત્તની વૃત્તિ સતત પ્રવૃત રહેતી હોય છે.
જે સમયે ચિત્ત વૃત્તિ રહિત બને તે સમયે જીવ ચતુર્થ એટલે કે તુરીય અવસ્થા પ્રાપ્ત કરે છે. આ અવસ્થામાં તે હરહંમેશ જેની સાથે જોડાયેલ છે તે એક માત્ર બ્રહ્મમાં સ્થીત હોય છે.
ફરી પાછી ચિત્તની વૃત્તિ ઉઠે એટલે જીવનો પરમાત્માથી કહેવાતો વિયોગ થાય છે.
આવો વિયોગી જીવાત્મા ફરી પાછો પરમાત્મા સાથે ક્યારે જોડાઈ શકે?
જ્યારે ચિત્તની વૃત્તિનો નિરોધ થાય ત્યારે.
તો આત્મા અને પરમાત્મા વાસ્તવમાં ક્યારેય અલગ છે જ નહીં, માત્ર જીવોને તેમના ચિત્તની ચંચળ વૃત્તિ બહીર્મુખ બનાવીને જાણે કે પરમાત્માથી વીખુટા પડી ગયા હોય તેવો ભ્રમ ઉભો કરે છે અને આ ભ્રમ જો યથાર્થ રીતે દુર થાય તો બ્રહ્મ તો સર્વત્ર રહેલું જ છે.
આમ શ્રી પતંજલી મુનીના યોગ દર્શન પ્રમાણે સઘળી સાધનાઓ ચિત્ત વૃત્તિના નિરોધ માટેની છે.
આપ સહુને આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નીમીત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ –
વિશેષ વાંચન માટે શ્રી યોગેશ્વરજી દ્વારા લખાયેલ Yog Darshan (યોગદર્શન) ઉપયોગી થશે :
યોગનાં આઠ અંગ છે. (અષ્ટાંગ યોગ)
યમ = (અહિંસા, સત્ય, અસ્તેય , બ્રહ્મચર્ય, અપરિગ્રહ બ્રહ્મચર્ય)
નિયમ = (શૌચ મન પણ સાફ રાખવું, સંતોષ પદ-પ્રતિષ્ઠા મળે કે ન મળે તેનાથી સંતોષ માનવો)
આસન = આજે જે યોગા કહેવાય છે તે યોગાસન , તે યોગનું એક અંગ જ છે.જે શરીરને ચુસ્ત રાખવા માટે ઘડાયાં છે.
પ્રાણાયામ = જેમાં શ્ર્વાસની ક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.
પ્રત્યાહાર = ઈન્દ્રિયોને વિષયસુખના સાગરમાંથી બહાર કાઢવાની છે
ધારણા, = મનને એકાગ્ર કરવાનું છે
ધ્યાન = ભગવાનનું ધ્યાન કરવાનું છે
સમાધિ = આઠમું અંગ આપોઆપ સિદ્ધ થવાનું જેને સમાધિ કહે છે, જે ઉપરના ૭ અંગોમાંથી સાંગોપાંગ સફળ થવાથી પ્રાપ્ત થાય છે.
TO GET MORE INFORMATION ABOUT “ASTANG YOG” ; PLEASE VISIT SHRI LAKULISH YOG UNIVERSITY, SARKHEJ – GANDHINAGAR HIGHWAY, OPP. NIRMA UNIVERSITY, AHMEDABAD. . THEY ARE CONDUCTING GOVERNMENT APPROVED COURSE ON YOG (CERTIFICATE COURSE – FOR ONE YEAR, DIPLOMA COURSE FOR TOW YEARS AND DEGREE COURSE FOR THREE YEARS). THIS IS THE BEST INSTITUTE FOR EDUCATION OF YOG IN A SCIENTIFIC WAY BLESSED BY SHRI RAJARSHI MUNIJI OF LIFE MISSION, KAYAVAROHAN (DIST. VADODARA) . ALSO BE A PART OF INTERNATIONAL YOG DAY CELEBRATION ON 21ST JUNE OF EVERY YEAR.