Man, મનુષ્ય, માનવી, માણસ એ શું છે? જેમાં મન મુખ્ય છે તે Man. પ્રત્યેક મનુષ્યને મન છે, અને આ મન માન્યતાઓથી ભરેલું પડ્યું છે. જુદા જુદા મનુષ્યો જુદી જુદી માન્યતાઓ ધરાવે છે. જોવાની ખુબી એ છે કે પ્રત્યેક મનુષ્ય એમ માને છે કે મારી માન્યતા સાચી છે અને આખું જગત મારી માન્યતા પ્રમાણે જ ચાલે છે.
આપણે ભગવદ ગીતાનો જ દાખલો લઈએ. જેટલા ભાષ્યકારો એટલા ભાષ્યો. હવે તેમાં આધુનીક કહેવાતા મનોવૈજ્ઞાનીક પણ ઉમેરાયા છે અને ભવીષ્યમાં યે પ્રત્યેક મનુષ્ય જ્યારે ભગવદગીતા વાચશે ત્યારે તેના અર્થો તેની માન્યતા મુજબ કરશે. સામાન્ય મનુષ્યો પ્રત્યેક બાબતને પોતાની માન્યતા અનુરુપ જોવા ઈચ્છે છે અને પ્રત્યેક ઘટનાના અર્થઘટન તેમની માન્યતા પ્રમાણે કરશે એટલે કે સામાન્ય મનુષ્યો “જેવી દૃષ્ટી તેવી સૃષ્ટી” પ્રમાણે જીવતા હોય છે.
સત્યના શોધકો કોઈની કે પોતાની માન્યતા પ્રમાણે જીવતા નથી હોતા તે જગતના શોધાયેલા અને હવે પછી શોધાનારા સત્યો અને તથ્યોની યથાર્થતા પોતાની વિવેક બુદ્ધીની એરણ પર ચકાસે છે અને છેવટે તેની બુદ્ધી અને અનુભુતીને પ્રમાણ ગણીને જગતને મુલવે છે. તેવા માનવો વિશિષ્ટ વ્યક્તિ તરીકે પંકાય છે અને પંકાયેલા ન હોય તો યે વિશિષ્ટ હોય છે. તેવા માણસો માટેની જગતને જોવાની દૃષ્ટી “સૃષ્ટી તેવી દૃષ્ટી” જેવી હોય છે.
શ્રી અતુલભાઈ,
આ બ્લોગ પોસ્ટ દ્વારા આપે પ્રવર્તમાન પરીસ્થિતીથી તો સૌને વાકેફ કર્યા, પણ આ મનોગ્રંથી થી માનવીનો છુટકારો
કેમ થાય ? આ સવાલનો જવાબ સ્વામિનારાયણ સંપ્રદાય પાસેથી નીચે મુજબ મળી રહે છે.
પોતાનું મન-ગમતું બધુજ છોડીને પોતાના ઇસ્ટ-દેવની રૂચી અને ગુણાતીત સંતની આજ્ઞા પ્રમાણે જે વ્યક્તિ જીવન જીવવાનું શરુ કરે તે જ સાચો સત્સંગી. સ્વામિનારાયણ ભગવાને લખેલ ‘શિક્ષાપત્રી’ ના ૨૦૭ માં શ્લોકમાં જણાવ્યું છે;
“જે બાઈ ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે અમારા સંપ્રદાય થકી બહાર છે.” ભગતજી મહારાજ વિષે કહેવાય છે
કે ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળે તેમ ભગતજીનો દેહ વળતો. આજે ૯૩ વરસના જીવન દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજે શ્રીજી મહારાજે કરેલ આજ્ઞા/આદેશનો લોપ ક્યારે પણ થવા દીધો નથી. અમેરિકામાં તાત્કાલિક ઓપરેશન
કરવાની જરૂરત ઉભી થઇ ત્યારે પણ જ્યાં સુધી ‘પુરુષ નર્સ’ ની સગવડ થાય નહિ ત્યાં સુધી ઓપરેશન કરાવવાની
પોતે મનાઈ કરી.
અમેરિકાના ડીગ્રીધારી સિવિલ એન્જીનયર સરદારજી શ્રી જસબીરસિંહ ભૂતકાળમાં બહેરીન ખાતે એક કોન્ટ્રાકટિંગ
કંપનીમાં પોતે ભાગીદાર હતા. આજે એજ કંપનીમાં પોતે ભાગીદાર મટીને એક એમ્પ્લોયી તરીકે કાર્યરત છે. કારણ ?
પોતાનું ગમતું છોડીને તેમના ગુરુ પ્રમુખસ્વામીએ તેમને કરેલ આજ્ઞા પાલન. આવોજ કિસ્સો અમદાવાદમાં રહેતા પ્રતિષ્ઠિત એન્કોલોજીસ્ટ ડોક્ટર બાજોડીયાનો છે. તેમણે પણ ગુરુ આજ્ઞા પાલન ખાતર વધુ આવક વાળી પોતાની
પ્રાઇવેટ પ્રેકટીશ બંધ કરીને ટૂંકા પગારની સરકારી સિવિલ હોસ્પિટલમાં નોકરી કરવાનું શરુ કર્યું છે.
મનગમતું – ખાવાનું/જોવાનું/સાંભળવાનું/કરવાનું કશુક થોડા સમય માટે પણ મૂકી શકાય તો ‘પરમતત્વ’ સુધી પહોંચવું
મુશ્કેલ નથી !
શ્રી યશવંતભાઈ,
આ પોસ્ટ અને આપના પ્રતિભાવ પર ઘણી બધી ચર્ચા અને વિચાર વિમર્શને અવકાશ છે. ક્યારેક સમયની અનુકુળતા અને ચર્ચા કરવાની ઈચ્છા થશે ત્યારે તે વીશે વધારે વાતો કરશું.
શ્રી અતુલભાઈ,
‘મારી પાસે સમય નથી’ પ્રવચનની ઓડિયો ફાઈલ મધુપુંજ ઉપર અપલોડ કરેલ છે. સમય મળે અને ઈચ્છા
થાય ત્યારે આપ તે સાંભળી શકશો !
ok