શીખવું છે – આગંતુક

મારે એકલા રહેતા શીખવું છે, જે ભીડ હોય ત્યારેય મને એકાંતની મોજ માણતા શીખવશે ….

મારે અનાસક્ત રહેતા શીખવું છે, જે મને ઈચ્છા થાય ત્યારે વસ્તુ અને વ્યક્તિઓથી અલિપ્ત રહેતા શીખવશે ….

મારે આનંદમાં રહેતા શીખવું છે, જે મને સુખ અને દુ:ખથી પર રહેતા શીખવશે ….

મારે વિષયરહીત રહેતા શીખવું છે, જે મને વિષયોની વચ્ચે પણ ઈંદ્રીયાતીત રહેતા શીખવશે ….

મારે સ્વ-સ્વરુપમાં સ્વ-સ્થીત થઈને સ્વસ્થતા પ્રાપ્ત કરવી છે, જે મને કોઈ પણ અવલંબન વગરનો નીજાનંદ માણતા શીખવશે ….

Advertisements
Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | 6 Comments

Post navigation

6 thoughts on “શીખવું છે – આગંતુક

 1. વિપશ્યનાની એકાદ શીબીરમાં હાજરી આપો …………..

 2. શ્રી અતુલભાઈ,

  આપની ઝંખનાના પ્રત્યુત્તરમાં મારો સ્વાનુભવ નીચે મુજબ.

  ૧૯૯૫ની સાલમાં નોકરી અર્થે હું કુવૈત ગયો અને મારો દીકરો-દીકરી મુંબઈ કોલેજમાં ભણતા હોવાથી મારા પત્નીની કુવૈત રેસીડેન્સી પરમીટ હોવા છતાં તે વેકેશન શિવાય મુંબઈમાં જ રહેતી. કુવૈતની સામાજિક વ્યવસ્થા એવી છે કે
  ૫૦-૬૦ વર્ષના પરણેલ વ્યક્તિને પણ જો ફેમીલી – પત્ની સાથે રહેતી ના હોય તો – કુટુંબ/કબીલા વાળા મકાનમાં કોઈ
  ફ્લેટ ભાડે ના આપે. સદ્દામના એટેક પહેલા તો આવા લોકોને રહેવા માટે એક ખાસ જુદો એરિયા જ હતો. (એક જમાનામાં
  આપણા ભંગીવાડા જેવો). મારા પત્નીની રેસીડેન્સી પરમીટના આધારે મને કુટુંબ-કબીલાવાળા મકાનમાં ફ્લેટ તો મળ્યો.
  પણ મારીજ ઓફીસના મારા બિલ્ડીંગમાં રહેતા અને કુવૈતમાં રહેતા બીજા ફેમીલી વાળા ઈન્ડિયનોના સોસીયલ મેલાવડા
  માં કુવૈત ખાતે હું અછૂત ગ્રુપમાં મુકાયો. શરૂઆતમાં મારા માટે આવી વર્તણુક અસહ્ય હતી. પણ પછી મેં વિચાર્યું જે
  સમાજમાં હું અસ્વીકાર્ય છું, તે સમાજ જોડે મારે શા માટે સબંધ રાખવો ? શુક્ર-શનિ અમારે વિકએન્ડ રજાઓ રહેતી, એટલે
  ગુરુવારે સાંજે ગ્રોસરી ખરીદી મેં મારા ફ્લેટમાં એકાંતમાં સરી જવાનું શરુ કર્યું. પછી તો શુક્રવારે સંપૂર્ણ મૌન – ફોન નું
  રીસીવર ડાઉન, ટી- વી કોમ્પ્યુટર સ્વીચ ઓફ. આખો દિવસ ઘરની સફાઈ, કપડાને અસ્ત્રી અને મનગમતા ભોજનીયા
  રાંધી – જમીને- આરામ. દુનિયા દારો સે દુર – જલને વાલોસે દુર. શુક્રવારના સંપૂર્ણ મૌનથી મારા શરીર અને મનમાં
  એક ગજબની ચેતના જાગૃત થવા લાગી.

  તમે જેની ઝંખના રાખો છો, તે અક્ષર-પુરષોત્તમ સંસ્થાના પ્રમુખ સ્વામીના બધાજ સંતોએ સહજમાં પ્રાપ્તિ કરી છે.
  એટલુજ નહિ મારી જેવા અનેક હરિભક્તો જેમના ઉપર સ્વામીશ્રીની કૃપા દ્રષ્ટિ વરસી છે, તે લોકોને પણ તેની
  અનુભતી થોડી ઘણે અંશે થઇ છે.

  મારું આપને નીચે મુજબ નમ્ર સુચન છે:-,
  ૧) અક્ષરપુરષોત્તમ સંસ્થાના સંતો ખાસ કરીને તો પરદેશમાં જન્મેલ-ઉછરેલ અને કેટલાક તો હાવર્ડ અને ઓક્સફર્ડના
  ડીગ્રીધારીઓ (જેમકે પુ.બ્રહ્મ વિહારી સ્વામી)ના જીવનમાં ડોકિયું કરસો.

  ૨) http://www.baps.org સાઈટ ઉપર Daily Satsang વિભાગમાં Divine Inspiration અને પ્રેરણા પરિમલ ઉપર પ્રસ્તુત
  કરાયેલ અને નિત્ય ઉમેરતા ટૂંકા પ્રસંગો વાંચી જશો. ( હું છેલા ૧૦ વરસોથી આ રીતે નિત્ય સત્સંગ કરું છું ).

  3) ફુરસદે મારા બ્લોગ http://ykshoneycomb.blogspot.com/ ઉપર મુકેલ સંતોના પ્રવર્ચનો સાંભળવા કોશીસ
  કરસો.

  • શ્રી યશવંતભાઈ,

   જય સ્વામી નારાયણ

   આપ સરીખા સત્સંગીને મળીને ઘણો આનંદ થયો. આપના બ્લોગ પર તથા baps ની સાઈટ પર અનુકુળતાએ આવવાનો પ્રયાસ કરીશ.

   આપની વાત સાચી છે, મુ્મુક્ષુઓએ બને તો અસંગ રહેવુ અને તે શક્ય ન બને તો સત્સંગ કરવો. કુસંગનો સર્વથા ત્યાગ કરવો.

   સાદર નમસ્કાર

   • વળી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, “મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે ?
    તો ભગવાનની કથાવાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય તથા કામ, ક્રોધ,
    લોભાદિક દોષનો નાશ થાય. અને જો કથાવાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી જે,
    ‘એમાં મોટા ગુણ નહીં આવે.’

    અને શાસ્ત્રમાં નવ પ્રકારની ભક્તિ કહી છે તેમાં શ્રવણ ભક્તિને પ્રથમ ગણી છે. માટે જો શ્રવણ ભક્તિ જેને
    હોય તો પ્રેમલક્ષણા પર્યંત સર્વે ભક્તિનાં અંગ એને પ્રાપ્ત થશે.”

    ।। વચનામૃત ગઢડા અંત્ય ૨૪ ।। ૨૪૭ ।।

    (૨) નાસિક પાસે ઇગતપુરીમાં શ્રી ગોએન્કાજીનું વિપાસના ધ્યાન શિબિર કેન્દ્ર છે. બૌધ ધર્મ આધારિત
    એક અઠવાડિયા માટેના આ ધ્યાન શિબિરનો લાભ અનુકુળતાએ જરૂર લેજો. દુનિયાભરમાં તેના બહુ
    બધા સેન્ટરો છે. મને જોબને કારણે દુબઈ જવાનું થયું એટલે ઇગતપુરી ખાતે શિબિરમાં રજીસ્ટ્રેશન
    કરાવી જઈ નહિ શક્યો. પણ જે મિત્ર પાસેથી સ્વાનુભવની વિગત મને મળી તેના આધારે મેં કુવૈત
    માં મારી રીતે વીપાસના સાધના કરવા કોશીસ કરી અને મને ઘણો ફાયદો થયો. વધુ માહિતી માટે
    તેની વેબ સાઈટ ની લીંક છે : https://www.dhamma.org/en

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: