ધ્યાનના પ્રયોગો (૩૧)

सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः ।
सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ॥

जो एकीभाव में स्थित होकर सम्पूर्ण भूतों में आत्मरूप से स्थित मुझ सच्चिदानन्दघन वासुदेव को भजता है, वह योगी सब प्रकार से बरतता हुआ भी मुझमें ही बरतता है ॥31॥

મારામાં એકાત્મભાવથી સ્થિત થઈને જે ભક્તિયોગી સર્વ ભૂતોમાં રહેલા મારું ભજન કરે છે, તે સર્વ રીતે વર્તતો હોવા છતાં પણ મારામાં વર્તાવ કરી રહ્યો છે અર્થાત તે નિત્ય નિરંતર મારામાં જ સ્થિત છે.

ધ્યાન, ભક્તિ, જ્ઞાન કે નિષ્કામ કર્મ કરનારાના માર્ગો જુદા જુદા લાગતા હોવા છતાં દરેકને સમાન રીતે સમજાઈ ગયું હોય છે કે સર્વત્ર પરમાત્મા રહેલાં છે. સામાન્ય ચેતન સર્વત્ર છે. ભૂતોમાં અંત:કરણની વિશેષતા હોવાથી ભૂતો સર્વ સામાન્ય ચેતનને વિશેષ રીતે પ્રકાશી શકે છે. જેવી રીતે પાવર હાઉસથી નીકળેલ વીજળી તેની સાથે જોડાયેલા પ્રત્યેક તારના અણુએ અણુમાં વ્યાપેલી હોય છે તેવી રીતે સામાન્ય ચેતન ચર અને અચરમાં સચરાચર વ્યાપ્ત છે. જ્યાં વિજળીના તાર સાથે ઉપકરણ જોડવામાં આવે ત્યાં તે ઉપકરણની વિશેષતા પ્રમાણે તે વીજળીનું કાર્ય થાય છે. તેવી રીતે ભૂતોના અંત:કરણની જેવી વિશેષતા કે યોગ્યતા હોય તેવી રીતે તે સામાન્ય ચેતન વિશેષ રીતે અભિવ્યક્ત થાય છે.

વિજળીના વપરાશકર્તા સારી રીતે જાણે છે કે તેમના ઉપકરણો ગમ્મે તેટલા કીંમતી કે ઉપયોગી હોય પણ વીજળી વગર નકામા છે તેવી રીતે સઘળાં ભૂતોમાં ભલેને ગમ્મે તેટલી વિશેષતા હોય પણ તેમને સત્તા અને સામર્થ્યતો પરમાત્માનું સામાન્ય ચેતન જ આપે છે.

તેથી જે યોગી પરમાત્મામાં સ્થિત થઈને પરમાત્માની સત્તા અનુભવી ચૂક્યો છે તે સર્વભૂતોમાં પણ એક માત્ર પરમાત્માં જ સત્તા સ્ફુર્તી આપનાર છે તેમ જાણીને પ્રત્યેક ભૂતો સાથે વ્યવહાર કરતી વખતે પરમાત્મા સાથે જ વ્યવહાર કરી રહ્યો છે તેવો ભાવ અનુભવશે. આવો યોગી સર્વ સાથે જુદા જુદા ભૂતોના અંત:કરણની વિશેષતા મુજબ જુદો જુદો વ્યવહાર કરતો હોવા છતાં હંમેશા પરમાત્મા મા જ સ્થિત હોય છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | 2 Comments

Post navigation

2 thoughts on “ધ્યાનના પ્રયોગો (૩૧)

  1. *** આ શ્રેણી ચાલુ રાખજો. મને ખૂબ ગમે છે. **

  2. જ્યાં વિજળીના તાર સાથે ઉપકરણ જોડવામાં આવે ત્યાં તે ઉપકરણની વિશેષતા પ્રમાણે તે વીજળીનું કાર્ય થાય છે. તેવી રીતે ભૂતોના અંત:કરણની જેવી વિશેષતા કે યોગ્યતા હોય તેવી રીતે તે સામાન્ય ચેતન વિશેષ રીતે અભિવ્યક્ત થાય છે………..Perfect words

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: