ધ્યાનના પ્રયોગો (૨૯)

સંબંધ – અઢારમાથી તેવીસમા શ્લોક સુધી સ્વરૂપનું ધ્યાન કરવાવાળા જે સાંખ્યયોગીનું વર્ણન થયું છે, તેના અનુભવનું વર્ણન આગળના શ્લોકમાં કરે છે.

सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ।
ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥

सर्वव्यापी अनंत चेतन में एकीभाव से स्थिति रूप योग से युक्त आत्मा वाला तथा सब में समभाव से देखने वाला योगी आत्मा को सम्पूर्ण भूतों में स्थित और सम्पूर्ण भूतों को आत्मा में कल्पित देखता है ॥29॥

બધી જગ્યાએ પોતાના સ્વરૂપને જોનારો અને ધ્યાનયોગથી યુક્ત અંત:કરણવાળો (સાંખ્યયોગી) પોતાના સ્વરૂપને સર્વભૂતોમાં સ્થિત જુએ છે. (અને) સર્વભૂતોને પોતાના સ્વરૂપમાં (જુએ છે).

ટીકા – ’ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન:’ – બધી જગાએ એક સચ્ચિદાનંદઘન પરમાત્મા જ પરિપૂર્ણ છે. જેવી રીતે મનુષ્ય ખાંડના બનેલાં અનેક જાતનાં રમકડાંનાં નામ, રૂપ, આકૃતિ વગેરે ભિન્ન-ભિન્ન હોવા છતાં પણ તેઓમાં સમાનરૂપે એક ખાંડને, લોઢામાંથી બનેલાં અનેક જાતના અસ્ત્ર-શસ્ત્રોમાં એક લોઢાને, માટીથી બનેલાં અનેક જાતનાં વાસણોમાં એક માટીને અને સોનાથી બનેલાં આભૂષણોમાં એક સોનાને જ દેખે છે, એવી જ રીતે ધ્યાનયોગી જાતજાતની વસ્તુ, વ્યક્તિ વગેરેમાં સમાનરૂપે એક પોતાના સ્વરૂપને જ દેખે છે.

’યોગયુક્તાત્મા’ – આનું તાત્પર્ય એ છે કે ધ્યાનયોગનો અભ્યાસ કરતાં-કરતાં તે યોગીનું અંત:કરણ પોતાના સ્વરૂપમાં તલ્લીન થઈ ગયું છે. [તલ્લીન થયા પછી તેનો અંત:કરણ સાથે સંબંધ-વિચ્છેદ થઈ જાય છે, જેનો સંકેત ’સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાનિ ચાત્મનિ’ પદોથી કરવામાં આવ્યો છે.]

’સર્વભૂતસ્થમાત્માનમ’ – તે સઘળાં પ્રાણીઓમાં પોતાના આત્માને – પોતાના સતસ્વરૂપને સ્થિત દેખે છે. જેવી રીતે સાધારણ પ્રાણી આખા શરીરમાં પોતાની જાતને દેખે છે અર્થાત શરીરનાં બધા અવયવોમાં અને અંશોમાં ’હું’ને જ પરિપૂર્ણ રૂપે દેખે છે, એવી જ રીતે સમદર્શી પુરુષ બધાં પ્રણીઓમાં પોતાના સ્વરૂપને જ સ્થિત દેખે છે.

કોઈને નિદ્રામાં સ્વપ્ન આવે, તો તે સ્વપ્નમાં સ્થાવર-જંગમ પ્રાણી-પદાર્થ દેખે છે. પરંતુ નિદ્રા ખૂલતાં એ સ્વપ્નની સૃષ્ટિ નથી દેખાતી; આથી સ્વપ્નમાં સ્થાવર-જંગમ વગેરે સર્વ કંઈ પોતે જ બન્યો છે. જાગ્રત-અવસ્થામાં કોઈ જડ કે ચેતન પ્રાણીપદાર્થની યાદ આવે, તો તે મનથી દેખાવા લાગી જાય છે અને યાદ હઠતાં જ તે બધું દૃશ્ય, અદૃશ્ય થઈ જાય છે; આથી યાદમાં સર્વ કંઈ પોતાનું મન જ બન્યું છે. એવી જ રીતે ધ્યાનયોગી સઘળાં પ્રાણીઓમાં પોતાના સ્વરૂપને સ્થિત દેખે છે. સ્થિત દેખાવાનું તત્પર્ય એ છે કે સઘળાં પ્રાણીઓમાં સત્તારૂપે પોતાનું જ સ્વરૂપ છે. સ્વરૂપના સિવાય બીજી કોઈ સત્તા જ નથી; કેમકે સંસાર એક ક્ષણ પણ એકરૂપ નથી રહેતો, પરંતુ પ્રતિક્ષણે બદલાતો જ રહે છે. સંસારના કોઈ રૂપને એક વાર દેખ્યા પછી જો બીજી વાર તેને એ જ રૂપમાં કોઈ દેખવા ઈચ્છે, તો દેખી જ ન શકે, કેમકે તે પહેલું રૂપ બદલાઈ ગયું. એવી પરિવર્તનશીલ વસ્તુ, વ્યક્તિ વગેરેમાં યોગી સત્તારૂપે અપરિવર્તનશીલ પોતાના સ્વરૂપને જ દેખે છે.

’સર્વભૂતાનિ ચાત્મનિ’ – તે સઘળાં પ્રાણીઓને પોતાની અંતર્ગત દેખે છે અર્થાત પોતાના સર્વગત અસીમ અને સચ્ચિદાનંદઘન સ્વરૂપમાં જ બધાં પ્રાણીઓને તથા સમગ્ર સંસારને દેખે છે. જેવી રીતે એક પ્રકાશની અંતર્ગત લાલ, પીળો, કાળો, ભૂરો વગેરે જેટલા રંગો દેખાય છે, તે બધા પ્રકાશથી જ બનેલા છે અને પ્રકાશમાં જ દેખાય છે અને જેવી રીતે જેટલી વસ્તુઓ દેખાય છે, તે બધી સૂર્યથી જ ઉત્પન્ન થઈ છે અને સૂર્યના પ્રકાશમાં જ દેખાય છે, તેવી જ રીતે તે યોગી સઘળાં પ્રાણીઓને પોતાના સ્વરૂપથી જ પેદા થયેલાં, સ્વરૂપમાં જ લીન થતાં અને સ્વરૂપમાં જ સ્થિત દેખે છે. તાત્પર્ય એ છે કે તેને જે કંઈ દેખાય છે, તે બધું પોતાનું સ્વરૂપ જ દેખાય છે.

આ શ્લોકમાં પ્રાણીઓમાં તો પોતાને સ્થિત બતાવ્યો છે, પરંતુ પોતાનામાં પ્રાણીઓને સ્થિત નથી બતાવ્યાં. એવું કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રાણીઓમાં તો પોતાની સત્તા છે, પરંતુ પોતાનામાં પ્રાણીઓની સત્તા નથી. કારણ કે સ્વરૂપ તો સદા એકરૂપ રહેવાવાળું છે, પરંતુ પ્રાણીઓ ઉત્પન્ન અને નષ્ટ થવાવાળાં છે.

આ શ્લોકનું તાત્પર્ય એ થયું કે વ્યવહારમાં તો પ્રાણીઓની સાથે અલગ-અલગ વર્તાવ થાય છે, પરંતુ અલગ-અલગ વર્તાવ થવા છતાં પણ તે સમદર્શી યોગીની સ્થિતિમાં કોઈ ફરક નથી પડતો.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | 1 Comment

Post navigation

One thought on “ધ્યાનના પ્રયોગો (૨૯)

  1. Beautifull simplified video Worth watching? Related to your this subject??

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: