ધ્યાનના પ્રયોગો (૨૭)

સંબંધ: પૂર્વોક્ત પ્રકારે નિર્વિકલ્પ સ્થિતિ ન થાય તો શું કરવું – એના માટે આગળના શ્લોકમાં અભ્યાસ બતાવે છે.

यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम्‌ ।
ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत्‌ ॥

यह स्थिर न रहने वाला और चंचल मन जिस-जिस शब्दादि विषय के निमित्त से संसार में विचरता है, उस-उस विषय से रोककर यानी हटाकर इसे बार-बार परमात्मा में ही निरुद्ध करे॥

સ્થિર ન રહેનારું અને ચંચળ મન જ્યાં – જ્યાં વિચરે છે, ત્યાં ત્યાંથી રોકીને એને એક પરમાત્મામાં જ સારી રીતે જોડી દેવું.

ટીકા – ’યતો યતો નિશ્ચરતિ… આત્મન્યેવ વશં નયેત્‘ – સાધકે જે ધ્યેય રાખ્યું છે, તેમાં આ મન ટકતું નથી કે રોકાતું નથી. આથી તેને ’અસ્થિર’ કહેવામાં આવ્યું છે. આ મન જાતજાતનાં સાંસારિક ભોગોનું અને પદાર્થોનું ચિંતન કરે છે. આથી તેને ’ચંચળ’ કહેવામાં આવ્યું છે. તાત્પર્ય એ છે કે આ મન ન તો પરમાત્મામાં સ્થિર થાય છે અને ન સંસારને છોડે છે. એટલા માટે સાધકે આ મન જ્યાં-જ્યાં જાય, જે જે કારણથી જાય, જેવી-જેવી રીતે જાય અને જ્યારે-જ્યારે જાય, તેને ત્યાં-ત્યાંથી, તે તે કારણથી તેવી-તેવી રીતે અને ત્યારે-ત્યારે હઠાવીને પરમાત્મામાં જોડવું. આ અસ્થિર અને ચંચળ મનનું નિયમન કરવામાં સાવધાની રાખવી અને ઢીલાશ ન કરવી.

મનને પરમાત્મામાં જોડવાનું તાત્પર્ય એ છે કે જ્યારે એ ખબર પડે કે મન પદાર્થોનું ચિંતન કરી રહ્યંન છે, ત્યારે એવો વિચાર કરવો કે ચિંતનની વૃત્તિ અને તેના વિષયનો આધાર અને પ્રકાશક પરમાત્મા જ છે. એ જ પરમાત્મામાં મનને જોડવાનું છે.

પરમાત્મામાં મન જોડવાની યુક્તિઓ

(૧) મન જે કોઈ ઈન્દ્રિયના વિષયમાં, જે કોઈ વ્યક્તિ, વસ્તુ, ઘટના, પરિસ્થિતિ, વગેરેમાં ચાલ્યું જાય, અર્થાત તેનું ચિંતન કરવા લાગી જાય, તે જ સમયે તે વિષય વગેરેથી મનને હઠાવીને પોતાના ધ્યેય-પરમાત્મામાં જોડવું. ફરીથી ચાલ્યું જાય તો ફરીથી લાવીને પરમાત્મામાં જોડવું. આ રીતે મનને વારંવાર પોતાના ધ્યેયમાં જોડતા રહેવું.

(૨) જ્યાં-જ્યાં મન જાય, ત્યાં ત્યાં પરમાત્માને જોવા. જેમ કે, ગંગાજી યાદ આવી જાય, તો ગંગાજીના રૂપમાં પરમાત્મા જ છે, ગાય યાદ આવી જાય, તો ગાય રૂપે પરમાત્મા જ છે – આ રીતે મનને પરમાત્મામાં જોડવું. બીજી દૃષ્ટિએ, ગંગાજી વગેરેમાં સત્તા રૂપે પરમાત્મા જ પરમાત્મા છે; કેમકે એમના પહેલાં પણ પરમાત્મા જ હતા, એ નહીં રહે ત્યારે પણ પરમાત્મા જ રહેશે અને એમના રહેવા છતાં પણ પરમાત્મા જ છે – આ રીતે મનને પરમાત્મામાં જોડવું.

(૩) સાધક જ્યારે પરમાત્મામાં મન જોડવાનો અભ્યાસ કરે છે, ત્યારે સંસારની વાતો યાદ આવે છે. એનાથી સાધક ગભરાઈ જય છે કે જ્યારે હું સંસારનું કામ કરું છું, ત્યારે આટલી વાતો યાદ નથી આવતી, આટલું ચિંતન નથી થતું; પરંતુ જ્યારે પરમાત્મામાં મન જોડવાનો અભ્યાસ કરું છું ત્યારે મનમાં જાતજાતની વાતો યાદ આવવા લાગે છે! પરંતુ એવું સમજીને સાધકે ગભરાવું નહિ જોઈએ; કેમકે જ્યારે સાધક્નો ઉદ્દેશ્ય પરમાત્માનો બની ગયો, તો હવે સંસારના ચિંતનન રૂપમાં અંદરથી કૂડો-કચરો નીકળી રહ્યો છે, અંદર સફાઈ થઈ રહી છે. તાત્પર્ય એ છે કે સાંસારિક કાર્ય કરતી વખતે અંદર જામેલા પુરાણા સંસ્કારોને બહાર નીકળવાની તક નથી મળતી. એટલા માટે સાંસારિક કાર્ય છોડીને એકાંતમાં બેસવાથી તેમને બહાર નીકળવાની તક મળે છે અને તેઓ બહાર નીકળવા લાગે છે.

(૪) સાધકને ભગવાનનું ચિંતન કરવામાં કઠિનતા એટલા માટે પડે છે કે તે પોતાને સંસારનો માનીને ભગવાનનું ચિંતન કરે છે. આથી સંસારનું ચિંતન આપોઆપ થાય છે અને ભગવાનનું ચિંતન કરવું પડે છે, છતાં પણ ચિંતન થતું નથી. એટલા માટે સાધકે ભગવાનના થઈને ભગવાનનું ચિંતન કરવું જોઈએ. તાત્પર્ય એ છે કે ’હું તો કેવળ ભગવાનનો જ છું અને કેવળ ભગવાન જ મારા છે; હું શરીર-સંસારનો નથી અને શરીર-સંસાર મારાં નથી’ – આ રીતે ભગવાનની સાથે સંબંધ થવાથી ભગવાનનું ચિંતન સ્વાભાવિક જ થવા લાગશે અને ચિંતન કરવું નહિ પડે.

(૫) ધ્યાન કરતી વખતે સાધકે એ ખ્યાલ રાખવો જોઈએ કે મનમાં કોઈ કાર્ય ભરાયેલું ન રહે અર્થાત ’અમુક કાર્ય કરવું છે, અમુક સ્થાને જવું છે, અમુક વ્યક્તિને મળવું છે, અમુક વ્યક્તિ મળવા આવવાની છે, તો તેની સાથે વાતચીત પણ કરવાની છે’ વગેરે કાર્ય ભરી ન રાખવાં. આ કાર્યોની સ્મૃતિ ધ્યાનમાં લીન થવા નથી દેતી. આથી ધ્યાનમાં શાંતચિત્ત થઈને બેસવું જોઈએ.

(૬) ધ્યાન કરતી વખતે કદી સંકલ્પ-વિકલ્પો આવી જાય તો ’અડંગ બડંગ સ્વાહા’ – એમ કહીને તેમને દૂર કરી દેવા અર્થાત ’સ્વાહા’ કહીને સંકલ્પ-વિકલ્પ (અડંગ-બડંગ)ની આહુતિ આપી દેવી.

(૭) સામે જોઈને આંખોને થોડીક વાર વારંવાર ઝડપથી પટપટાવવી અને પછી આંખો બંધ કરી દેવી. આંખો પટપટાવવાથી જેવી રીતે બહારનું દૃશ્ય કપાઈ જાય છે, તેવી જ રીતે અંદરના સંકલ્પ-વિકલ્પ પણ કપાઈ જાય છે.

(૮) પહેલાં નાસિકાથી શ્વાસને બે-ત્રણ વાર જોરથી બહાર કાઢવા અને પછી અંતમાં જોરથી (ફુંફાડા સાથે) પૂરા શ્વાસને બહાર કઢીને બહાર જ રોકી દેવો. જેટલો સમય શ્વાસ રોકી શકાય, તેટલો સમય રોકીને પછી ધીરે-ધીરે શ્વાસ લેતા રહીને સ્વાભાવિક શ્વાસ લેવાની સ્થિતિમાં આવી જવું. આનાથી પણ બધા સંકલ્પ-વિકલ્પો દૂર થઈ જાય છે.

પરિશિષ્ટ ભાવ : જો પૂર્વ શ્લોક પ્રમાણે ચૂપ-સાધન ન થઈ શકે તો મન જ્યાં-જ્યાં જાય ત્યાં-ત્યાંથી હટાવીને તેને એક પરમાત્મામાં લગાવવું. મનને પરમાત્મામાં લગાવવાનું એક બહુ શ્રેષ્ઠ સાધન એ છે કે મન જ્યાં-જ્યાં જાય, ત્યાં-ત્યાં પરમાત્માને જ જોવા અથવા મનમાં જે જે ચિંતન થાય તેને પરમાત્માનું જ સ્વરૂપ સમજવું.

એક માર્મિક વાત છે કે, જ્યાં સુધી સાધક, એક પરમાત્માની સત્તા સિવાય બીજી સત્તા માનશે, ત્યાં સુધી રાગનો સર્વથા નાશ થઈ શકતો નથી અને રાગનો સર્વથા નાશ થયા વિના મન સર્વથા નિર્વિષય થઈ શકતું નથી. રાગ હશે તો મનનો મર્યાદિત નિરોધ થશે, જેનાથી લૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થશે, પરંતુ વાસ્તવિક તત્વની પ્રપ્તિ નહીં થાય. અન્ય સત્તાની માન્યતા રહેવાથી મનનો નિરોધ થાય છે, તેમાં વ્યુત્થાન થાય છે અર્થાત સમાધિ અને વ્યુત્થાન – આ બન્ને અવસ્થાઓ થાય છે, કારણ કે બીજી સત્તાનો સ્વીકાર કર્યા વિના બે સત્તાઓ સંભવ નથી, તેથી મનનો સંપૂર્ણ નિરોધ, બીજી સત્તા ન માનવાથી જ થશે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | 1 Comment

Post navigation

One thought on “ધ્યાનના પ્રયોગો (૨૭)

  1. ***** ધ્યાનના પ્રયોગો વિષેની આ લેખમાલા મને ખૂબજ ગમે છે॰ ભાઈ તમે ઈશ્વરની સમીપ પહેચેલા જીવ છો॰ મને આવું સાહિત્ય ગમે છે॰ ** તમને અભિનંદન અને આભાર ** ** જયેશ શુક્લ”નિમિત્ત”॰06.06.2014.(વડોદરા)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: