ધ્યાનના પ્રયોગો (૨૦)

यथा दीपो निवातस्थो नेंगते सोपमा स्मृता ।
योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः ॥ ભ.ગી.૬.૧૯ ||

भावार्थ : जिस प्रकार वायुरहित स्थान में स्थित दीपक चलायमान नहीं होता, वैसी ही उपमा परमात्मा के ध्यान में लगे हुए योगी के जीते हुए चित्त की कही गई है॥

જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત ડોલતી નથી, યોગનો અભ્યાસ કરતાં વશ કરેલા ચિત્તવાળા યોગીના ચિત્તની એવી જ ઉપમા કહેવાઈ છે.

વશ કરેલ યોગીનું ચિત્ત કેવું હોય છે તે અહીં હવા વિનાના સ્થાનમાં રહેલ દીવાની જ્યોતના દૃષ્ટાંત દ્વારા સમજાવ્યું છે.

દીવાની જ્યોત પ્રકાશ રેલાવવાનું કાર્ય કરે છે. જ્યારે હવા આવતી હોય ત્યારે દીવાની જ્યોત હાલક ડોલક થતી હોય છે તેથી તે સમયે રેલાતો પ્રકાશ પણ હાલક ડોલક થતો હોય છે. વધારે હવા આવે તો દીવાની જ્યોત બુઝાઈ પણ જતી હોય છે. યોગીનું ચિત્ત હવા વગરના સ્થાનમાં રહેલ દીવાની જ્યોત જેવું હોય છે. કર્મયોગીનું ચિત્ત થોડી હવા આવતી હોય તેવી દીવાની જ્યોત જેવું હોય છે. સંસારીઓનું ચિત્ત હવાથી હાલક ડોલક થતી દીવાની જ્યોત જેવું હોય છે. અને મૂઢ લોકોનું ચિત્ત હવાના જોરદાર પ્રહારથી લગભગ બુઝાઈ ગયેલી દીવાની જ્યોત જેવું હોય છે.

દરેકના ચિત્તમાં ચૈતન્ય તો પરમાત્માનું છે. મૂઢ, સંસારી, કર્મયોગીઓ તે ચૈતન્યનો ઉપયોગ બાહ્ય બાબતોને પ્રકાશવા માટે કરે છે. યોગીનું ચિત્ત તે ચૈતન્યનો ઉપયોગ મહાચૈતન્ય અથવા તો પરમાત્માને પામવા માટે કરે છે. અયોગીના ચિત્ત જ્યારે વિષયોરુપી હવાથી હાલક ડોલક થઈને અસ્થીર રહે છે તેવે સમયે યોગીનું ચિત્ત વિષયરહિત રહીને સ્થિર રહે છે.

કોઈએ કહ્યું છે કે :
જો તિલમાંહી તેલ હૈ, જો ચકમકમે આગ;
તેરા સાંઈ તુજમે હૈ, ઝાંક સકે તો ઝાંક.

તેવી રીતે સર્વના ચિત્તમાં ચૈતન્ય તે પરમાત્માનું છે. યોગી તેને અનુભવે છે જ્યારે સામાન્યજન પ્રયાસ કર્યા વગર જ પોતાને સત્તા કોણ આપે છે તે જાણ્યાં વગર જ તે સત્તાનો ઈન્કાર કરીને વિષયોરુપી હવાનો આશ્રય લઈને થોડો વખત આમ તેમ હાલીને છેવટે તે હવાના પ્રહારથી જ બુઝાઈ જાય છે. દિવોતો બધાનો પ્રગટેલો જ છે. યોગી માત્ર હવારુપી વિષયોથી ચિત્તને રક્ષીને તે પરમતત્વ સાથે એકાકાર થઈ જાય છે જ્યારે સામાન્યજનો હવારુપી વિષયોથી સ્વને રક્ષી શકતાં નથી અને ઘણાં તો તે રક્ષવાનું આવશ્યક છે તે ય જાણ્યા વગર હવા સાથે હાલક ડોલક થવું તેને જ જીવનનું તારતમ્ય માનતા હોય છે.

જેવી રીતે ગંગાસતીએ સાધકના ચિત્તની અડગતા દર્શાવવા પદ રચ્યું છે કે :
મેરુ તો ડગે પણ જેના મનનો ડગે રે પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે . . .

તેવું અડગતાનું દૃષ્ટાંત આપવાને બદલે યોગીના અને અન્યના ચિત્તની વચ્ચે કેવો તફાવત હોય છે તે દર્શાવવા હવા વગરના સ્થાનમાં રહેલા દીવાની જ્યોતનું દૃષ્ટાંત આપ્યું છે. દિવાની જ્યોત તૈલધારાવત ચાલતી હોય છે. તેવી રીતે યોગીના ચિત્તમાંયે સતત ચિંતન ચાલતું હોય છે તેમાં સહેજ પણ વિષયનું ચિંતન ન રહેતા માત્ર ને માત્ર પરમાત્માનું એકધારુ ચિંતન હોય છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | ટૅગ્સ: , , , | Leave a comment

પોસ્ટ સંશોધક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: