ધ્યાનના પ્રયોગો (૧૮)

युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ॥ ભ.ગી.૬.૧૭ ||

दुःखों का नाश करने वाला योग तो यथायोग्य आहार-विहार करने वाले का, कर्मों में यथायोग्य चेष्टा करने वाले का और यथायोग्य सोने तथा जागने वाले का ही सिद्ध होता है ॥17॥

દુ:ખનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર વિહાર કરનારનો, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારનો તથા યથાયોગ્ય ઊંઘનાર તેમજ જાગનારનો જ સિદ્ધ થાય છે.

યુક્તાહારવિહારસ્ય: આયુર્વેદમાં કહ્યું છે કે આહાર તે જ ઔષધ. ભોજન સત્ય અને ન્યાયપૂર્વક કમાયેલા ધનનું, સાત્વિક હોવું જોઈએ. અપવિત્ર ન હોવું જોઈએ. સ્વાદબુદ્ધિથી કે પુષ્ટબુદ્ધિથી નહીં પણ સાધનબુદ્ધિથી કરવું જોઈએ. આયુર્વેદની દૃષ્ટિથી સુગમતાથી પચી શકે તેવું હોવું જોઈએ. ભોજન શરીરને અનુકૂળ, હળવું, સુપાચ્ય અને જેટલી ભૂખ હોય તેના કરતાં થોડું ઓછું હોવું જોઈએ. વળી તે યોગ્ય સમયે લેવાવું જોઈએ. આવું ભોજન કરવાવાળો જ યુક્તાહારી છે.

વિહાર પણ યથાયોગ્ય હોવો જોઈએ. વધારે કે ઓછું નહીં પણ પ્રમાણસર હરવા ફરવાનું હોવુ જોઈએ, સ્વાસ્થ્યને હિતકારી હોય તેવો વિહાર હોવો જોઈએ. વ્યાયામ, આસનો, પ્રાણાયામ પણ પ્રમાણસર હોવા જોઈએ.

યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ: પોતાની પ્રકૃતિ અને કર્તવ્યો અનુસાર સ્થળ, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે શરીર-નિર્વાહ તથા કુટુંબીઓની અને સમાજની હિતબુદ્ધિથી સેવા કરવાના ભાવથી કર્મો કરવા જોઈએ. આવેલ કર્તવ્યો પ્રસન્નતાપૂર્વક કરનાર યુક્તચેષ્ટ છે.

યુક્તસ્વપ્નાવબોધસ્ય : શરીરને પુરતો આરામ મળી રહે અને જાગ્રત અવસ્થાના કાર્યો પ્રસન્નતાપૂર્વક સ્ફુર્તીથી કરી શકાય તેટલી માત્રામાં ઊંઘ હોવી જોઈએ. વધુ પડતી ઊંઘ કે વધુ પડતું જાગરણ ન હોવું જોઈએ.

યોગો ભવતિ દુ:ખહા: આવી રીતે જે યોગ્યમાત્રામાં ખાય છે, વિહાર કરે છે, જાગે છે અને ઊંઘે છે તેવા સાધકને માટે યોગ દુ:ખને હરનાર બને છે.

પ્રત્યેક મનુષ્યને દિવસમાં ૨૪ કલાક મળે છે. સાધક તેને ચાર વિભાગમાં વહેંચી શકે.

૧. આહાર-વિહાર
૨. જીવનનિર્વાહ માટેનો પુરુષાર્થ
૩. ઊંઘ
૪. સાધન, ભજન અને ધ્યાન

કહેવાય છે કે ઊંઘ અને આહાર જેટલા વધારીએ તેટલા વધે અને ઘટાડીએ તેટલા ઘટે. યોગી થવા ઈચ્છનારે ઊંઘ અને આહાર ના સમયમાં ઘટાડો કરીને જીવનનિર્વાહના પુરુષાર્થ તથા સાધન ભજનનો સમય વધારવો જોઈએ.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: