ધ્યાનના પ્રયોગો (૧૬)

युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः ।
शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति ॥ ભ.ગી.૬.૧૫ ||

वश में किए हुए मनवाला योगी इस प्रकार आत्मा को निरंतर मुझ परमेश्वर के स्वरूप में लगाता हुआ मुझमें रहने वाली परमानन्द की पराकाष्ठारूप शान्ति को प्राप्त होता है ॥

વશ કરેલા મનનો યોગી મનને આ રીતે નિરંતર પરમાત્મામાં જોડીને મારામાં સમ્યક સ્થિતિવાળી જે નિર્વાણ પરમા શાન્તિ છે, તેને પ્રાપ્ત થઈ જાય છે.

યોગી નિયતમાનસ: – જેનો મન ઉપર અધિકાર છે, તે નિયતમાનસ છે. સાધક નિયતમાનસ ત્યારે થઈ શકે છે, જ્યારે તેના ઉદ્દેશ્યમાં કેવળ પરમાત્મા જ રહે છે.

કબીરજી કહે છે કે:
ચીંટી ચાવલ લે ચલી, બીચમેં મીલ ગઈ દાલ;
કહત કબીર દોઉ ના મીલે, એક લે દૂજી ડાલ.

કબીરજી વ્યવહારીક દૃષ્ટાંતો દ્વારા આધ્યાત્મિક બોધ બહુ સરળતાથી આપી દેનારા ઓલીયા છે. કહે છે કે એક કીડી ચોખાનો દાણો લઈને જતી હતી ત્યાં તેને રસ્તામાં દાળનો દાણો દેખાયો. તેથી તેને થયું કે લાવને આ દાળનો દાણોયે લેતી જાઉ. જેવો દાળનો દાણો લેવા જાય તો ચોખાનો દાણો પડી જાય. જેવો ચોખાનો દાણો લેવા જાય તેવો દાળનો દાણો પડી જાય. કબીરજી આ જોઈને હસી પડ્યાં અને તેમને દોહરો સુઝ્યો હશે કે બંને એક સાથે ન મળે કાં તો ચોખા લે અને કાં તો દાળ લે.

શરુઆતના સાધકનુંયે આવું જ છે ને? ઘડીક તેનું મન સંસારના વિષયોમાં રમણ કરે છે અને ઘડીક તેનું મન પરમાત્માનું ધ્યાન કરે છે. કબીરજી જેવા પરમતત્વને પામનાર કહે છે કે મન એક છે તો બંને બાબત પર એકસાથે કેવી રીતે ચિંતન થશે? કાં તો પરમાત્માનું ચિંતન કર અને કાં તો સંસારમાં પુરુષાર્થ કર.

જેમનું મન નિયતમાનસ નથી તેનું મન ધ્યાન કરતી વખતે સંસારનું ચિંતન ક્યારે કરવા લાગે છે તે ખ્યાલ રહેતો નથી. તેવા સાધકે જેવો ખ્યાલ આવે કે મન ધ્યાન વખતે સાંસારીક બાબત ચિંતવવા લાગ્યું છે તો તરત સાવધાન થઈને ફરી મનને કાબુમાં લઈને પરમાત્મામાં જોડવું જોઈએ.

યુગ્જનૈવં આત્માનમ: નો અર્થ છે કે મન જેવું સંસારનું ચિંતન શરુ કરે તો ફરી પાછું તેને પરમાત્મામાં જોડવું જોઈએ.

સદા એટલે રોજ નીયમીત રીતે ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ.

શાંતિં નિર્વાણપરમાં મત્સંસ્થામધિગચ્છતિ : શાંતિ બે પ્રકારની હોય છે – શાંતિ અને પરમશાંતિ. સંસારના વિષયોના ચિંતનના ત્યાગથી શાંતિ થાય છે અને પરમાત્મતત્વની પ્રાપ્તિ થતાં પરમશાંતિ થાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | ટૅગ્સ: , , , | Leave a comment

પોસ્ટ સંશોધક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: