ધ્યાનના પ્રયોગો (૧૫)

प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारिव्रते स्थितः ।
मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः ॥

ब्रह्मचारी के व्रत में स्थित, भयरहित तथा भलीभाँति शांत अन्तःकरण वाला सावधान योगी मन को रोककर मुझमें चित्तवाला और मेरे परायण होकर स्थित होए॥ ભ.ગી.૬.૧૪॥

સમ્યક રીતે શાંત અન્ત:કરણનો, નિર્ભય તથા જે બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત છે એવો સાવધાન ધ્યાનયોગી મનને સંયત કરી મારામાં ચિત્ત જોડી મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે.

રાગદ્વેષથી જેનું અંત:કરણ મુક્ત છે તે પ્રશાન્તાત્મા છે. જેનું ચિત્ત પરમાત્મામાં લાગેલું છે તેનું મન સંસારની રીદ્ધિ સિદ્ધિથી ઉપરામ થઈ ગયું હોય છે. સંસારથી સંબધિત રહેવાને લીધે જ રાગ દ્વેષ, હર્ષ શોક, માન અપમાન વગેરે દ્વંદ્વો અનુભવાય છે. પરમાત્માં સાથે ચિત્ત જોડાતા આપો આપ મન શાંત થઈ જાય છે.

વિગતભી: એટલે નિર્ભય. ભય શેને લીધે થાય છે? શરીરમાં હું પણું કરવાથી અને શરીર સાથે સંબંધિત પ્રાણી પદાર્થોમાં મારાપણું કરવાથી જ્યારે જ્યારે શરીર કે શરીરને અનુકુળ પ્રાણી પદાર્થોની હાની થાય ત્યારે ભય થાય છે. પ્રાણીમાત્રને સહુથી મોટો ભય મૃત્યુનો હોય છે. યોગી કે જે પોતાને પરમાત્માના અંશરુપ આત્મા સમજે છે તેનું શરીર સાથે તાદાત્મ્ય છુટી ગયું હોય છે તેથી તે સર્વદા ભયમુક્ત રહે છે.

સીકંદર જ્યારે દુનિયા જીતવા નીકળ્યો ત્યારે તેનો ડંડામીસ સાથેનો સંવાદ ઘણો અદભુત છે. ડંડામીસનું શરીર સાથેનું તાદાત્મ્ય છુટી ગયું હતું અને તે અનંત સાથે એકતાર થયેલા મહાપુરુષ હતા તેથી સીકંદર જેવો રાજવી પણ તેને લેશમાત્ર ભય ઉપજાવી શક્યો નહીં.

બ્રહ્મચારિવ્રતે સ્થિત: – જેનું ચિત્ત સદૈવ બ્રહ્મમાં ચરે છે તે બ્રહ્મચારી છે. ત્રિગુણાત્મક પ્રકૃતિને સદૈવ સત્તા સમર્થ્ય આપનાર બ્રહ્મમાં જેનું ચિત્ત વિચર્યા કરતું હોય તે જ સાચો બ્રહ્મચારી છે. જેમ શહેનશાહને મન તુચ્છ વસ્તુની મહતા હોતી નથી તેમ બ્રહ્મમાં વિચરણ કરનારને સંસારના તુચ્છ ભોગો અને ઈન્દ્રિયોના ક્ષુલ્લક વિષયોમાં આસક્તિ નથી હોતી.

મન: સંયમ્ય મચ્ચિત: – પરમાત્મામાં ચિત્ત રાખવું. જો સંસારમાં ચિત્ત હશે તો સંસારનું ચિંતન થશે અને તો ધ્યાનમાં બેસે ત્યારે પણ સંસારની પળોજણના જ વિચારો આવશે પણ પરમાત્મામાં ચિત્તને જોડ્યું હશે તો મન શાંત થઈ ને સહજ ધ્યાનાવસ્થા તરફ ગતી કરશે.

યુક્ત: – મન હંમેશા પરમાત્મામાં જ લાગેલું રહે અને સંસાર તરફ ન જાય તે માટે જાગ્રત રહેનાર.

આસીત મત્પર: – કેવળ ભગવત્પરાયણ થઈને બેસવું અર્થાત ઉદ્દેશ્ય, લક્ષ્ય કે ધ્યેય કેવળ ભગવાનનું જ રહે. ભગવાનના સિવાય કોઈ પણ સાંસારિક વાસના, આસક્તિ, કામના, સ્પૃહા, મમતા ન રહે.

Advertisements
Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , , | 1 Comment

Post navigation

One thought on “ધ્યાનના પ્રયોગો (૧૫)

  1. ** મને આ લેખમલા ખૂબ ગમે છે॰ **

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: