ધ્યાનના પ્રયોગો (૧૪)

समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः ।
सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन्‌ ॥ ભ.ગી.૬.૧૩ ||

काया, सिर और गले को समान एवं अचल धारण करके और स्थिर होकर, अपनी नासिका के अग्रभाग पर दृष्टि जमाकर, अन्य दिशाओं को न देखता हुआ ॥

કાયા, મસ્તક અને ડોકને સીધાં અચળ રાખીને અને અન્ય દિશાઓમાં ન જોતો પોતાની નાસિકાના અગ્રભાગે દૃષ્ટિ ટેકવીને સ્થિર થઈ બેસે.

ધ્યાન દરમ્યાન શરીર કેવી રીતે રાખવું તથા ચિત્તવૃત્તિ તથા દૃષ્ટિ ક્યાં રાખવી તે સારી રીતે સમજાવ્યું છે. ભગવદગીતામાં કોઈ આસન સિદ્ધાસન, પદ્માસન, સ્વસ્તિકાસન તેવા નામ નથી આપ્યાં પણ તેવું આસન હોવું જોઈએ કે જેમાં ધડ, ડોક અને માથું સીધાં રહે. શરીર આગળ, પાછળ કે આજુ બાજુ ક્યાંય જુકેલું ન હોવું જોઈએ. શરીર આગળ જુકે તો નિદ્રા આવે અને પાછળ જુકે તો જડતા આવે. આજુબાજુમાં જુકે તો ચંચળતા આવે તેથી તે સહેજ પણ જુકેલું ન રહે પણ સીધું ટટ્ટાર રહે તેમ રાખવું જોઈએ.

શરીરને સ્થીર રાખ્યાં પછી દશે દિશાઓમાં ક્યાંય ન જોતા નાસીકાગ્ર તરફ દૃષ્ટી રાખવી. નાસીકાગ્રે દૃષ્ટી રાખવાનું તારત્મય તે છે કે આંખો અર્ધનિમીલિત રાખવી. આંખોને અર્ધ મીંચેલી રાખવાનું કહેવા પાછળનો હેતુ તે છે કે જો આંખો ખુલ્લી હશે તો બહારના દૃશ્યો દેખાશે જે ધ્યાનમાં વિક્ષેપ કરશે અને આંખો બંધ રાખવાથી નિદ્રા આવવાની શક્યતા રહે છે.

આવી રીતે આસન પર બેસીને જેટલો વધુ સમય બેસી શકાય તેટલો સમય ધ્યાન કરવું જોઈએ. સામાન્ય રીતે કોઈ પણ આસનમાં ત્રણ કલાક બેસવાથી તે આસન સિદ્ધ થઈ જાય છે. તેથી સાધકે ત્રણ કલાક સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ.

નોંધ: ધ્યાન બને તો બ્રાહ્મમુહુર્તમાં કરવું જોઈએ જેથી મોબાઈલ ફોન, આગંતુકોની ડોરબેલ કે અન્ય કોઈ સાંસારીક બાબતોથી વિક્ષેપ ન થાય. ધ્યાનમાં બેસતી વખતે ચિત્ત પ્રસન્ન હોય તો તે વિશેષ યોગ્યતા જાણવી.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | ટૅગ્સ: , , , | Leave a comment

પોસ્ટ સંશોધક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: