પ્રિય મતદારો,
ગુજરાતમાં ચૂંટણી પ્રચારનાં પડઘમ શમી ગયાં છે અને મતદાન આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે થોડીક મહત્ત્વની બાબતોનો વિચાર કરજો.
તમારો એક જ મત કોઈ પણ માંધાતાને સત્તા ઉપરથી ઉથલાવવાની ઠંડી તાકાત ધરાવે છે અને તમારો એક જ મત કોઈ અનજાન મુસાફિરને સત્તાના શિખર ઉપર પહોંચાડવાનો જાદુ પણ ધરાવે છે. તમને મળેલું એક મતનું વરદાન જ પાંચ વરસે એકવાર ભલભલા મહારથીને તમારા પગમાં આળોટવા માટે મજબૂર કરે છે. કારણ કે તમારો એક જ મત તમે ધારો તેવું ચમત્કારી પરિણામ લાવવાની ગુપ્ત તાકાત ધરાવે છે.
તમને મળેલી આ અણમોલ શક્તિ વેડફાઈ ન જાય તે ખાસ યાદ રાખીને મતદાન કરશો તો પાંચ વરસ સુધી પસ્તાવાનો વારો નહીં આવે.
મત આપતાં પહેલાં નીચેની વાતો ગાંઠે બાંધીને પછી જ મતદાન મથક તરફ કદમ માંડજો.
તમે કોઈ પણ ગુંડા, લફંગા, ગુનેગાર કે ક્રિમિનલને વોટ ન જ આપો, પછી ભલે તે તમારા મનગમતા નેતાનો કે મનગમતા પક્ષનો ઉમેદવાર કેમ ન હોય. આ વખતના…
View original post 472 more words
તમે કોઈ પણ ગુંડા, લફંગા, ગુનેગાર કે ક્રિમિનલને વોટ ન જ આપો, પછી ભલે તે તમારા મનગમતા નેતાનો કે મનગમતા પક્ષનો ઉમેદવાર કેમ ન હોય. આ વખતના… 🙂