કુદરતે પોતાના માર્ગમાં મૂકેલી બધી ય આડખીલીને હટાવીને કે બીજી રીતે પાર કરીને વિકાસની શક્ય એવી સીમા આંબવી એ માનવીની સિદ્ધિ છે તો સાથે સાથે એ જ, એના માટેનો પુરુષાર્થ એ જ, માનવીનું પરમ સૌભાગ્ય પણ હોય છે. એ પુરુષાર્થનો ખરો આનંદ એ પરમ લક્ષ્યે પહોંચવા કરતાંય એ પંથે હસતે મોંએ, ઉલ્લાસભર્યા દિલે, આપત્તિઓ સહી લેતાં, વાવંટોળ અને ખાડાટેકરા સહુને ખમી લેતાં આગળ અને આગળ જવામાં છે.
હેલન કેલરની જીવનકથા એ પુરુષાર્થમાં શ્રદ્ધા પ્રેરે એવી કથા છે. સિંહ સાથે બાથ ભીડવાનું જાહેર કર્યા પછી સિંહ હાડમાંસને બદલે ઘાસનો ભરેલો હોવો જોઈએ, સિંહના પંજામાં નહોર ન હોવા જોઈએ, સિંહના મોંમાં દાંત ન હોવા જોઈએ, એવું કહેનાર માગનારની એ પુરુષાર્થકથા નથી. જીવનને જીવનરૂપે જ યથાર્થ જોઈ-જાણીને પણ આત્મવિકાસ માટે સતત યત્નશીલ રહીને મક્સદે પહોંચનારની એ કથા છે.
માત્ર હેલન કેલરને અપંગ કહેવામાં સાથ આપવામાં દિલ ના પાડે છે. વાયુમંડળમાંથી શ્વાસ લઈને, હવાને સૂંઘીને જ, આવતી વસંતના વધામણાં કરવા નીકળી પડનારને અપંગ કેમ કરીને કહેવાય? કુદરતની અર્થહીન ફાંટાબાજી, યથાર્થતાનો અંચળો, ’છે’ના ગુમાનને ઢાંકતો હોય અને ’નથી’ એમ આંગળી ચિંધતો હોય, એવું એમાં લાગે છે. અને એટલું ખટકે છે.
પૃષ્ઠ સંખ્યા: 175
File Size: 15.5 MB
પ્રિય અતુલભાઈ;
પ્રેમ.
આપના બ્લોગની પહેલી જ મુલાકાત છે. ખુબ સુંદર માહિતિ સભર બ્લોગ છે અને ઘણાબધાને જીવનનો રાહ ચીંધી શકે તેમ છે. જીવ માત્રનુ અંતિમ લક્ષ્ય શીવમાં રુપાંતર થવાનુ જ છે. કેટલાંક જીવ થોડાં જાગ્યા છે અને કેટલાંક હવે જાગશે.
લગભગ ત્રણ મહિના માધોપુર આશ્રમમાં રહ્યા પછી પાછો અમદાવાદ આવ્યો છું અને સમય મળતા મિત્રોને યાદ કરી સંપર્ક કરી રહ્યો છું. માધોપુરમાં પણ આપને યાદ કર્યા હતાં. ત્યાં પોરબંદરના એક મિત્ર જેમનુ નામ ધર્મેશભાઈ છે તેમની સાથે મુલાકાત થયેલ અને તેઓના ગુરુ પણ સ્વામી ભજનપ્રકાશાનંદ છે. સ્વામી ભજનપ્રકાશાનંદ મધોપુર આશ્રમના ગુરુ સ્વામી બ્રહ્મવેદાંતજીને સારી રીતે ઓળખે છે અને ક્યરેક અહીંના આશ્રમની મુલાકાત પણ લે છે કે લેતા હતાં તેવી વાત ધર્મેશભાઈએ કરેલ. તેઓએ જ્યારે આશ્રમનુ નામ અને સરનામુ જણાવ્યું ત્યારે મને સ્ટ્રાઈક થયેલ કે આપ ગુરુપૂર્ણિમા વખતે અહીં આવેલ અને જે આશ્રમની વાત કરતા હતા તે જ આશ્રમની વાત ધર્મેશભાઈ પણ કરી રહ્યા છે.ક્યારેક સંજોગો ઉભા થશે તો સ્વામી ભજનપ્રકાશાનંદને મળવાનુ ગોઠવીશ.આપની વેબ સાઈટ પરથી તેમના અને તેમના ગુરુના પુસ્તકો ડાઊનલોડ કર્યા છે સમય મળે વાંચીશ.
આપની અંતરયાત્રા ગુરુ ચીંધ્યા માર્ગે આગળ અને આગળ વધે અને અંતિમ લક્ષ્યને પામે તેવી શુભેચ્છાઓ.
શેષ શુભ.
પ્રભુશ્રીના આશિષ.
શરદ.
શ્રી શરદભાઈ,
સ્વાગત
માધોપુર આશ્રમ આવવાની ઈચ્છા હતી પણ આંખની તકલીફ અને મિત્રના પપ્પા અચાનક બીમાર પડવાને લીધે મારે મિત્રની સાથે ભાવનગર પરત ફરવું પડેલું હવે ક્યારેક ઈશ્વર સંયોગો ગોઠવી આપશે ત્યારે માધોપુર આશ્રમે આવવાનું થશે.
બ્લોગજગતને આપની ટીપ્પણીઓથી લાભાન્વિત કરતા રહેશો.
સ્વામી ભજનપ્રકાશાનંદજીનું શરીર છુટી ગયું છે. હાલમાં તેમના શિષ્ય સ્વામી પરમાત્માનંદજી આશ્રમ સંભાળે છે. તેઓ ઓશો સાહિત્યના ઉંડા અભ્યાસુ છે.
અતુલ
મારી યાદ શક્તિ ઓછી છે. ધર્મેશભાઈએ કહ્યું હતું કે,”સ્વામી ભજન્પ્રસાદાનંદજી હવે શરીરમાં નથી અને તેમના શિષ્ય પરમાત્માનંદજી હવે આશ્રમનુ સંચાલન કરે છે.” વાત અડધી પડધી યાદ હતી.
ઓશો આ સદીની એક એવી વિરાટ ચેતના છે કે અધ્યાત્મના યાત્રીઓ તેમની અવગણના ન કરી શકે. આજથી વીસ વર્ષ પહેલાં રજનીશનું (ઓશોનુ) નામ લેવુ એ પણ વીરલાઓનુ જ કામ હતું. પરંતુ આજે ઓશો થોડા ઘણા સ્વિકાર્ય બન્યા છે અને હવે અનેક વાચકો અને વક્તાઓ હવે તેમનુ નામ લેતા થયા છે અને નિર્ભયતાથી કહી શકે છે કે તેઓ ઓશોને વાંચે છે.
ઓશોનુ સાહિત્ય (વકત્વ્યો) (કે અન્ય શાસ્ત્રો) અભ્યાસ અર્થે નથી. એ સ્વ અભ્યાસ માટે છે અને સ્વાધ્યાય કરવા પ્રેરે છે. પરંતુ આપણી આદત ચંદ્ર તરફ ચીંધાતી આંગળી પકડી લેવાની છે અને ચંદ્રનુ સૌંદર્ય ચુકી જઈએ છીએ. સો-બસો વર્ષે આપણે ઓશોના મંદિરો બાંધી ઘંટડી ખખડાવવાનુ શરુ કરીએ તો નવાઈ નથી. જે દુર્વ્યવહાર અન્ય બુધ્ધપુરુષો સાથે થયો તે ઓશો સાથે નહી થાય એમ ન કહી શકાય.
શ્રી શરદભાઈ,
કોઈ પણ વ્યક્તિની હયાતી ન હોય તે પછી આપણે તેને વાંચીએ કે તેના મંદિર બાંધીએ કે તેના ધૃણાસ્પદ વ્યક્તિત્વ તરફ આંગળી ચીંધીએ કે પછી આપણે તેને જેમ સમજ્યાં હોઈએ તેમ તેની વાતો કરીએ તેનાથી તે વ્યક્તિને શું ફેર પડે? કશો નહીં. તેમણે તો જે કાર્ય કરવાનું હતું તે કાર્ય કર્યું અને ચાલતા થયાં. દરેક વ્યક્તિએ આ સમજવાનું છે કે તેમણે જે કાઈ કરવું છે તે તેમની ક્ષમતા પ્રમાણે ઉત્તમોત્તમ રીતે કરીને ચાલી નીકળવાનું છે.
અત્યારે આપણે રામ, કૃષ્ણ કે અન્ય દેવી દેવતાઓના મંદિરો બાંધીએ, તેની કથાઓ કર્યા કરીએ કે તેમની નીંદા કરીએ તેનાથી તેમને, આપણને કે સમાજને શું ફેર પડે?
અધ્યાત્મ કે શાસ્ત્ર સ્વાધ્યાય એટલે કે સ્વનું અધ્યયન કરવા માટે છે.
મહત્વની વાત તો એક જ છે કે સ્વ-સુધારણાથી સમાજ સુધારણા. વ્યષ્ટિ સુધારણાથી સમષ્ટિ સુધારણા.
“કોઈ પણ વ્યક્તિની હયાતી ન હોય તે પછી આપણે તેને વાંચીએ કે તેના મંદિર બાંધીએ કે તેના ધૃણાસ્પદ વ્યક્તિત્વ તરફ આંગળી ચીંધીએ કે પછી આપણે તેને જેમ સમજ્યાં હોઈએ તેમ તેની વાતો કરીએ તેનાથી તે વ્યક્તિને શું ફેર પડે? કશો નહીં. ”
જો એ વ્યક્તિ બુધ્ધત્વને પામેલ હોય તો તે શરીરમાં હયાત હોય તો પણ તેને આપણી પ્રતિક્રિયાઓથી કોઈ ફરક પડતો નથી. ઓશો તેનુ તાજેતરનુ જ ઉદાહરણ છે. અનેક પ્રકારના વિરોધ્ ટીકાઓ અને નીંદાઓ તેમની થતી પરંતુ રત્તીભાર પણ ક્યારેય વિચલિત નહતા થયા અને હું તેનો સાક્ષી છું.
—————-
“અત્યારે આપણે રામ, કૃષ્ણ કે અન્ય દેવી દેવતાઓના મંદિરો બાંધીએ, તેની કથાઓ કર્યા કરીએ કે તેમની નીંદા કરીએ તેનાથી તેમને, આપણને કે સમાજને શું ફેર પડે?”
તેમને તો કાંઈ ફર્ક ન પડે પણ આપણને અને સમાજને બહુ મોટો ફર્ક પડે.
મોટો ફર્ક કેવા પ્રકારનો પડે?
આ વિશ્વ (બ્રહ્માંડ) એક ઈકો સિસ્ટમ જેવું છે. આપણે જે કાંઈ કરીએ તે પરિવર્તિત થઈ આપણી ઉપર પાછું આવે છે. પ્રેમ કરીએ તો પ્રેમ અને નીંદા કરીએ તો નીંદા. કરુણા કરીએ તો કરુણા અને ક્રોધ કરીએ તો ક્રોધ.
જેવી આપણી ભાવ દશા હોય તેવું જગત આપણી આસપાસ નિર્મિત થાય છે. જેની નીંદા કરીએ તેને ફર્ક પડે કે ન પડે પણ નીંદા કે અન્ય કૃત્ય કરનારને અવશ્ય ફર્ક પડે. સદકૃત્ય હોય તો જીવ ઉંચે શિવ તરફ અને દુષ્કૃત્ય હોય તો જીવ વિમુખ દિશામાં ગતી કરે છે.
અને સમાજનુ કોઈ અલગ અસ્તિત્વ નથી. સમાજ આવાજ જીવોનો સમુહ માત્ર છે. જેવી જીવોની ગતિ તેવી જ સમાજની ગતિ.
મને લાગે છે આટલી સ્પષ્ટતા અધ્યાત્મ માર્ગી જીવ માટે પુરતી છે.
શ્રી શરદભાઈ,
મારું કહેવાનું તાત્પર્ય તે છે કે આપણે આપણાં મનગમતા કાર્યો કે કર્તવ્યકર્મો કરવાને બદલે કોઈની નિંદા કે સ્તુતિ શા માટે કરવી જોઈએ?
જો આપણે સહુ તે એક જ અવિનાશી ચૈતન્યના અવિભાજ્ય અંગ હોઈએ તો વધતું ઓછું ચૈતન્ય તો આપણી અંદર પણ હોય ને? તો તેને ઉજાગર કરવાને બદલે અન્યની નિંદા અને સ્તુતિ શા માટે કર્યા કરવી જોઈએ?
બીજી વાત તે છે કે કોઈની નિંદા કે સ્તુતિ કરવાથી બીજાને ફેર ન પડતો હોય પણ આપણને ફેર પડતો હોય જેમકે દ્વેષ વગેરેથી આપણું અંત:કરણ ઝેરીલું બનતું હોય તો તેવો ખોટનો વેપલો માનવ શા માટે કરતો હશે? અને જો સ્તુતિ જ કરવી હોય તો જે પ્રકૃતિ કે પરમાત્માએ આપણને શરીર, ઈદ્રીયો, મન, બુદ્ધિ, હ્રદય અને ચૈતન્ય અર્પ્યા છે તેની સીધી જ સ્તુતી કરવાને બદલે કોઈ માધ્યમની સ્તુતી શા માટે કરવી જોઈએ?
મંદીરો, મસ્જીદો, ગુરુદ્વારા અને ચર્ચો શરુઆતમાં કદાચ ઉમદા હેતુ પુરો પાડતા હોય તો યે કાળક્રમે તે સંઘર્ષના જન્મદાતા બનતા હોય છે તેને બદલે સેવામંદિરો, જ્ઞાનમંદિરો, નાગરીકતા જાગરુક કરે તેવા કેન્દ્રો, સારા મનુષ્યો બનાવે તેવા કેન્દ્રો, વિજ્ઞાન કેન્દ્રો અને મનુષ્યના મનને પ્રફુલ્લિત કરે તેવા સ્થળો વિકસાવવા ન જોઈએ?
પ્રિય અતુલભાઈ;પ્રેમ.
બુધ્ધોના વચનો, શાસ્ત્રો આપણી પાસે વિપુલ પ્રમાણમાં છે. પરંતુ જે અનુભવ, અનુભુતિ કે પ્રતિતિ એ લોકો પાસે છે તેનો આપણી પાસે અભાવ છે અને તે જ અવિદ્યા છે. પાણી શબ્દ પાંચવાર બોલો કે પાંચ સો વાર, પ્યાસ ક્યારેય બુઝાતી નથી. તેવી જ પરિસ્થિતિ છે. શાસ્ત્રોમાં તો લખ્યું છે કે આપણી ભિતર બીરાજમાન આત્મતત્વ એ પરમાત્માનો જ અંશ છે. પરંતુ આપણને નથી આત્મતત્વની પ્રતિતિ કે નથી પરમાત્માની પ્રતિતિ. આપણી પાસે આ બધા અને આવા અનેક આધ્યાત્મ જગતના શબ્દો કોરા શબ્દો સિવાય કાંઈ નથી. બુધ્ધોની પાછળ બુધ્ધુઓની જમાત આ શબ્દોના અર્થઘટનમાં અને જાતજાતની વ્યાખ્યાઓ કરવામાં લાગી જાય છે અને શરુ થાય છે વાદવિવાદ, વૈમનસ્ય અને હિંસાનુ તાંડવ. આને મૂળમા રહેલી છે અવિદ્યા.આપણે સ્તુતિ કરીએ કે નીંદા, ભક્તિ કરીએ કે ભ્રષ્ટાચાર, પ્રાર્થના કરીએ કે પત્થરબાજી, આપણા કૃત્યનુ મૂળ જો અવિદ્યામાં છે તો તે ઘાતક પરિણામો જ આપે છે અને અધોગતિ તરફ જ જીવ ધકેલાય છે. એક ઉદાહરણ આપું કદાચ મારી વાત પકડાય.
એક વ્યક્તિ રોજ સવારે વહેલો ઉઠી નદી સ્નાન, મંત્રોચ્ચાર પૂજા, પ્રાર્થના, મંદિર દર્શન, દાન પૂણ્ય કરે છે તેના તમામ કૃત્યોને બહારથી જોશું તો અતિ ધાર્મિક જણાશે. પરંતુ આ તમામ કૃત્યોનુ મૂળ જો અવિદ્યામાં હશે તો તે વ્યક્તિ આ કૃત્યો દ્વારા સ્વર્ગ મેળવવાનો આકાંક્ષી હશે. લોકોને કેવો મોટો ભકત અને દાની છે તે દેખાડવા માંગતો હશે.લોકોની વાહ વાહ મેળવવાની લાલસા હશે કે અન્ય કોઈ કામના. અને નાની અમથી પણ કામના જો ભક્તિ ભેગી ભળે તો તે ઝેર બની જાય છે. જેમ દુધના તપેલાંમાં ઝેરનુ ટીપું.
બીજું આપ મંદિરો, મસ્જીદો, ગુરુદ્વારાઓ અને ચર્ચ ઉલ્લેખ કરો છો તે મોટાભાગે દુકાનો સિવાય કાંઈ નથી. અને દુકાનો દુકાનો વચ્ચે પ્રતિસ્પર્ધા તો રહેવાની જ. ગંદા હૈ ફીરભી ધંધા હૈ.
સેવામંદિરો, જ્ઞાનમંદિરો, નાગરીકતા જાગરુક કરે તેવા કેન્દ્રો, સારા મનુષ્યો બનાવે તેવા કેન્દ્રો, વિજ્ઞાન કેન્દ્રો અને મનુષ્યના મનને પ્રફુલ્લિત કરે તેવા સ્થળો વિકસાવવા ન જોઈએ?
આપની એવી ભાવદશા હોય તો અવશ્ય વિકસાવો. મારી શુભેચ્છાઓ છે.
પ્રભુશ્રી ના આશિષ;
શરદ.
શ્રી શરદભાઈ,
આપનો આભાર