Monthly Archives: December 2013

શ્રમીક અને ભગવાનનો કાલ્પનિક સંવાદ

શ્રમીક ભગવાન સન્મુખ ઉતાવળે ઉતાવળે આવીને કહે છે કે હે ભગવાન હું ખુબ કામમાં છું મારે ખુબ મજુરી કરવાની હોય છે. દિવસ રાત તનતોડ મહેનત કરુ ત્યારે જ માંડ હું પેટિયું રળી શકું તેમ છું. હે પ્રભુ મને જલદી જલદી બતાવો કે મારે તમારું ભજન ક્યારે કરવુ? મને તો સમય જ નથી મળતો.

ભગવાન હસીને કહે કે વત્સ હું ધન્ય થઈ ગયો કે આજે તને ઉતાવળે ઉતાવળેય મારી સાથે વાત કરવાનો સમય મળ્યો. સાંભળ આ જગતમાં મે કોઈનેય એટલું કામ નથી આપ્યું કે તે મારા માટે એટલે કે પોતાને માટે સમય ન કાઢી શકે. સૂઈને ઉઠો ત્યારે એક વખત મને સંભારી લ્યો અથવા તો જમતા જમતા મને સ્મરી લ્યો. સુવા જતા પહેલા મારુ સ્મરણ કરો.

મારો વહાલો કબીર તો તેનું કપડા વણવાનું કામ કરતાં કરતાં મારુ સ્મરણ કરી લેતો હતો. મારો આત્મીય રૈદાસ જોડા સીવતા સીવતાયે મને કદી ભૂલતો ન હતો. જ્યારે તારી પાસે દિવસમાં એકાદ વખત પણ મને સ્મરવા જેટલો સમય નથી?

શ્રમીક કહે અરે બાપજી તમે જાણતા નથી કે મારે મારા પાંચ છોકરાને પાળી પોષીને મોટા કરવાના છે. એ બધાનું પુરુ કરવા તો હુ ને મારી બૈરી દિવસ રાત મજુરી કરીએ છીએ, દારુએ અઠવાડીયામાં બે જ વાર પીવાનું રાખ્યું છે અને ચોરી ચપાટી તો રામ રામ, બહુ ભીડ પડે ત્યારે વરહમાં એકાદ વાર કરી લઉ છું. હવે આટલી બધી ઉપાધીમાં હું ક્યાં તમને યાદ કરવા બેસું?

ભગવાન મરક મરક હસતા કહે અરે મારા વ્હાલા જો પુરુ પડે એમ નહોતું તો પગભર થયા વગર પરણ્યો શું કામ? પરણ્યો તો પછી મહેનત કરીને સક્ષમ થતા પહેલા છોકરા શું કામ જણવા લાગ્યો? એકાદ છોકરાથી ન ચાલ્યું તો પાંચ પાંચ છોકરા શું કામ જણવા પડ્યા? વળી દારુ પીવા માટે સમય અને પૈસો બગાડે છે એટલી ઘડી મારું સ્મરણ કર તો તને શું વાંધો આવે છે?

શ્રમીક કહે બાપજી દારુ એ તો અમારું મનોરંજન અને છોકરાં જણવા એ જ તો અમારો આનંદ. તમને ભજીને અમે શું કાંદો કાઢી લેવાના?

ભગવાન કહે જો ભાઈ તું થોડું ઘણુંએ મારું સ્મરણ કર તો તારી બુદ્ધિ શુદ્ધ થાય અને પછી તને સમજાય કે શું સાચું ને શું ખોટું. આમા તો તું તારી ઈચ્છા પ્રમાણે મનફાવે તેમ જીવે છે અને દુ:ખ પડે તો વાંક મારો કાઢવા બેસે છે. મેં તો આ જગતની રચના બધાની સગવડતાને ધ્યાનમાં રાખીને કરી છે. આ સૃષ્ટિમાં મેં ક્યાંયે દુ:ખ કે સુખનું સર્જન કર્યું નથી. દુ:ખ અને સુખ તો જીવે ઉભા કરેલા છે.

મેં મારા વિષે, તારા વિષે (એટલે કે જીવ વિષે) અને આ સૃષ્ટિ વિષે બધું ભગવદગીતામાં સાર રુપે કહી દીધું છે. તેમ છતાં તારી સરળતા માટે તને સરળ ગીતાના સાર રુપ આ છ શ્લોક સંભળાવી દઉ છું.

દેહત્યાગ પહેલાં જ જે કામ ક્રોધનો વેગ,
સહન કરે તે શ્રેષ્ઠ છે, સુખી થાય છે તે જ.

આત્મ જુએ સૌમાં અને અનુભવ કરે સમાન,
જાણે પરની પીડ તે યોગી માન મહાન.

મનથી ભજ મુજને અને તનથી કર સેવા,
કર્મ મને અર્પણ કરી માણી લે મેવા.

જગમાં જોઈને મને વંદન કર હરરોજ,
મને પામશે એમ તું કરતાં મારી ખોજ.

મન વાણીથી ભક્ત થા મારો કેવળ તું,
શાંતિ તેમ સુખ પામશે, સત્ય કહું છું હું.

ચિંતા સઘળી છોડ ને મારું શરણું લે,
પાપ બધાં ટાળીશ હું, શોક તું તજી દે.

આ સાર રુપ શ્લોકનું તું તારુ જે કાર્ય હોય તે કાર્ય કરતાં કરતાં મનન કરજે, ચોક્કસ તારું કલ્યાણ થશે.

ૐ તત સત

Categories: ચિંતન, ભગવદ ગીતા, વાતચીત, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, વિચાર વિમર્શ | Tags: , , | Leave a comment

ક્રિસમસ પૂર્વ સંધ્યા – (December – 24)

Paramhansa Yogananda

Paramhansa Yogananda

સ્વાર્થ, ઔદાસ્ય, ઈંદ્રિયાસક્તિથી હાલ કાટ ખાઈ ગયેલ મારી ચેતનાના પારણાને સાફ કરીને તથા હરરોજના ઊંડા દિવ્ય ધ્યાન અને આત્મનિરિક્ષણ તથા વિવેક વડે પાલીશ કરીને સર્વવ્યાપક શીશુ ક્રાઈસ્ટના આગમનની તૈયારી કરીશ. ભ્રાતૃપ્રેમ, નમ્રતા, શ્રદ્ધા, ઈશ્વરાનુભૂતિ માટેની ઇચ્છા, ઇચ્છાશક્તિ, આત્મસંયમ, ત્યાગ અને નિઃસ્વાર્થતાના ઉજ્જ્વળ આત્મગુણો વડે પારણાનું નવિનીકરણ કરીશ કે જેથી હું દિવ્ય બાળકના જન્મ દિવસની યોગ્ય રીતે ઉજવણી કરી શકું.

I will prepare for the coming of the Omnipresent Baby Christ by cleaning the cradle of my consciousness, now rusty with selfishness, indifference, and sense attachments; and by polishing it with deep, daily, divine meditation, introspection, and discrimination. I will remodel the cradle with the dazzling soul-qualities of brotherly love, humbleness, faith, desire for god-realization, will power, self-control, renunciation, and unselfishness, that I may fittingly celebrate the birth of the Divine Child.

— Sri Sri Paramhansa Yogananda
“Metaphysical Meditations”

Categories: Spiritual Diary | 3 Comments

અંતર્જ્ઞાન

Categories: Conversations and Dialogues | Tags: | Leave a comment

તર્ક અને સહજજ્ઞાન

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ

તર્ક અને સહજજ્ઞાન

Categories: Conversations and Dialogues | Tags: , , | Leave a comment

૨૧મી સદીની વાર્તા

લીલી અને પીળી બંને સજાતીય દંપતિ છે. લીલી ઉંચી હોવાથી પતિનું પાત્ર ભજવે છે પીળી થોડી નીચી હોવાથી પત્નિનું પાત્ર ભજવે છે. લીલી બોયકટ વાળ રાખે છે. જીન્સ ટીશર્ટ પહેરે છે. પીળી સાડી પહેરે છે. લાંબા વાળ રાખે છે.

લાલ અને બાલ બંને સજાતીય દંપતિ છે. લાલ ઉંમરમાં મોટો હોવાથી અને તેનો અવાજ થોડો ઘોઘરો હોવાથી પતિનું પાત્ર ભજવે છે. તે દાઢી મુંછ રાખે છે. બાલનો અવાજ થોડો સ્તૈણ છે. ઉંમરમાં તે થોડો નાનો છે. તે ક્લીન શેવ રાખે છે. પંજાબી ડ્રેસ પહેરીને ફરે છે. બાલ પત્નિનું પાત્ર ભજવે છે.

બંને દંપતીના કુટુંબીજનો આ સંબંધથી ખુશ ન હોવાથી તેમને પોતપોતાના ઘરમાંથી કાઢી મુક્યાં છે. પણ બંને દંપતીઓ સ્વતંત્ર રીતે તેમના જીવનમાં ખુશ ખુશ છે.

એક વખત લાલ-બાલ અને લીલી-પીળી દંપતીને એક્બીજાનો પરીચય થાય છે. ધીરે ધીરે આ પરીચય વધતો જાય છે. ધીરે ધીરે લાલને બાલને બદલે લીલી પ્રત્યે અને લીલીને પીળીને બદલે લાલ પ્રત્યે આકર્ષણ થવા લાગે છે. તેવી જ રીતે પીળીને બાલ ગમવા લાગે છે અને બાલ પીળી પ્રત્યે આસક્ત થતો જાય છે.

બંને દંપતિઓ સહમતિથી તેમની જોડી બદલે છે.

બંનેના કુટુંબીજનો આ નવા સંબંધને અપનાવીને તેમને પાછા તેમના ઘરે રહેવા બોલાવી લે છે. બધા બહુ રાજી રાજી છે.

બે વર્ષ પછી લાલ-લીલી અને બાલ-પીળી દંપતી એક બગીચામાં એકબીજાને એક પુત્રી અને એક પુત્ર સાથે મળે છે. બધા સાથે મળીને ઉજાણી કરે છે.

ખાધુ પીધું ને રાજ કર્યું.

Categories: અવનવું | Tags: , | Leave a comment

યોગી કથામૃત

યોગી કથામૃત ગુજરાતીમાં PDF સ્વરુપે ઉપલબ્ધ છે. e-Book વિભાગ કે યોગી કથામૃતના પાના પર જઈને ક્લિક કરીને ડાઉનલોડ કરી શકશો. વાંચી શકશો.

Categories: યોગી કથામૃત | Tags: , | Leave a comment

આજની કહેવત

ન મામા કરતાં કહેણો મામો શું ખોટો? – કહેવત

કહેણો મામો શું મામાની બધી જવાબદારી નીભાવી શકે?

હા અને ના – એ તો મામો કેવો છે તેના પર આધાર છે.

ન લોકપાલ કરતાં કહેણો લોકપાલ શું ખોટો? – અણ્ણા હજારે

કહેણો લોકપાલ કોને પાંજરામાં પુરી શકશે?

ઉંદર, સિંહ કે પોપટ કોને પાંજરામાં પૂરવો એ તો કહેણો લોકપાલ કેવો છે તેના પર આધાર છે.

Categories: સમાચાર | Tags: , | Leave a comment

સને ૧૯૪૦ – ૧૯૫૧ નાં વર્ષો – યોગી કથામૃત (૪૯)

સને ૧૯૪૦ – ૧૯૫૧ નાં વર્ષો

Categories: યોગી કથામૃત | Tags: , , | Leave a comment

કેલિફોર્નિયાના એન્સીનીટાસ શહેરમાં – યોગી કથામૃત (૪૮)

કેલિફોર્નિયાના એન્સીનીટાસ શહેરમાં

Categories: યોગી કથામૃત | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.