સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૫૪)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૨૯. રૉલૅટ ઍક્ટ અને મારું ધર્મસંકટ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


માથેરાન જવાથી શરીર ઝટ વળશે એવી મિત્રોની સલાહ મળતાં હું માથેરાન ગયો. પણ ત્યાંનું પાણી ભારે હોવાથી મારા જેવા દરદીને રહેવું મુશ્કેલ થઈ પડ્યું. મરડાને અંગે ગુદાદ્વાર ખૂબ આળું થઇ ગયું હતું, અને ત્યાં ચીરા પડેલા હોવાથી મળત્યાગ વેળા ખૂબ વેદના થતી, એટલે કંઈ પણ ખાતાં ડર લાગે. એક અઠવાડિયામાં માથેરાનથી પાછો ફર્યો. મારી તબિયતની રખેવાળી પણ શંકરલાલે હાથમાં લીધી હતી. તેમણે દાક્તર દલાલની સલાહ લેવાનો આગ્રહ કર્યો. દાક્તર દલાલ આવ્યા. તેમની તાત્કાલિક નિર્ણય કરવાની શક્તિએ મને મોહિત કર્યો. તે બોલ્યા:

‘તમે દૂધ ન લો ત્યાં લગી તમારું શરીર હું વાળી ન શકું. તે વાળવાને સારુ તમારે દૂધ લેવું જોઈએ ને લોખંડ ને સોમલની પિચકારી લેવી જોઈએ. આટલું કરો તો તમારું શરીર બરોબર ફરી બાંધવાની હું ‘ગૅરંટી’ આપું.’

‘પિચકારી આપો પણ દૂધ ન લઉં,’ એમ મેં જવાબ વાળ્યો.

‘તમારી દૂધની પ્રતિજ્ઞા શી છે?’ દાક્તરે પૂછ્યું.

‘ગાયભેંસ ઉપર ફુક્કાની ક્રિયા થાય છે એ જાણ્યા પછી દૂધની ઉપર મને તિરસ્કાર થયો, ને તે મનુષ્યનો ખોરાક નથી એમ તો હું સદાય માનતો, એટલે મેં દૂધનો ત્યાગ કર્યો.’

‘ત્યારે તો બકરીનું દૂધ લેવાય, એમ કસ્તૂરબાઈ જે ખાટલાની પાસે જ ઊભી હતીતે બોલી ઊઠી.

‘બકરીનું દૂધ લો એટલે મારું કામ પત્યું,’ દાક્તર વચ્ચે બોલ્યા.

હું પડ્યો. સત્યાગ્રહની લડાઈના મોહે મારામાં જીવવાનો લોભ પેદા કર્યો, ને મેં પ્રતિજ્ઞાના અક્ષરના પાલનથી સંતોષ માની તેના આત્માને હણ્યો.

મારા આ કાર્યનો ડંખ હજુ રુઝાયો નથી, અને બકરીનું દૂધ પીતાં રોજ દુ:ખ અનુભવું છું. પણ સેવા કરવાનો મહાસૂક્ષ્મ મોહ મારી પૂંઠે લાગેલો મને છોડતો નથી. શંકાના મૂળમાં શ્રદ્ધાનો અભાવ હોય છે. ઓ ઈશ્વર, મને તું શ્રદ્ધા દે.

બકરીનું દૂધ શરૂ કર્યા પછી થોડે દહાડે દા. દલાલે ગુદાદ્વારમાં ચીરા હતા તે ઉપર શસ્ત્રક્રિયા કરી ને તે બહુ સફળ નીવડી.

પથારીમાંથી ઊઠવાની કંઈક આશા બાંધી રહ્યો હતો તે છાપાં વગેરે વાંચતો થયો હતો, તેવામાં રૉલેટ કમિટીનો રિપોર્ટ મારા હાથમાં આવ્યો. તેની ભલામણો જોઈ હું ચમક્યો. ભાઈ ઉમર અને શંકરલાલે કાંઈ ચોક્સ પગલું ભરાવું જોઈએ એવી માગણી કરી.

સભા ભરાઈ. તેમાં ભાગ્યે વીસ માણસોને નોતરવામાં આવ્યા હતા. મને યાદ છે તે પ્રમાણે, વલ્લભભાઈ ઉપરાંત તેમાં શ્રીમતી સરોજિની નાયડુ, મિ. હૉર્નીમેન, સ્વ. ઉમર સોબાની, શ્રી શંકરલાલ બૅંકર, શ્રી અનસૂયાબહેન, વગેરે હતાં.

પ્રતિજ્ઞાપત્ર ઘડાયું ને તેમાં હાજર રહેલાં બધાંએ સહી કરી એવું મને સ્મરણ છે.

ચાલતી કોઈ પણ સંસ્થા સત્યાગ્રહ જેવું નવું શસ્ત્ર ઉપાડી લે એમ બનવું મેં અશક્ય માન્યું. તેથી સત્યાગ્રહસભાની સ્થાપના થઈ.

આ સભામાં હું પ્રમુખ બન્યો હતો. પણ આરંભમાં જ મેં જોયું કે આ સભા લાંબો કાળ નહીં નભી શકે. વળી, સત્ય અને અહિંસા ઉપરનો મારો ભાર કેટલાકને અપ્રિય થઈ પડ્યો. છતાં, પ્રથમના કાળમાં આ નવું કામ તો ધમધોકાર ચાલ્યું.


The Rowlatt Bills And My Dilemma


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: