Daily Archives: 13/11/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૫૩)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૨૮. મરણપથારીએ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


રંગરૂટની ભરતી કરતાં મારું શરીર ઠીક ઘસાયું. એ વખતે મારો ખોરાક મુખ્યત્વે ભૂંજેલી અને ખાંડેલી ભોંયસીંગ અને ગોળને મેળવણી કેળા ઈત્યાદિ ફળ અને બે ત્રણ લીંબુનું પાણી એ હતો. સીંગ વધારે પ્રમાણમાં ખવાય તો નુકશાન કરે એમ હું જાણતો હતો. એમ છતાં એ વધારે ખવાઈ. તેથી સહેજ મરડો થયો.

રાત્રીના નડિયાદ તો પાછું જવાનું હતું જ. સાબરમતી સ્ટેશન સુધી ચાલતો ગયો, પણ એ સવા માઈલનો રસ્તો કાપવો પણ કઠણ લાગ્યો.

નડિયાદ પહોંચ્યા. ત્યાંથી અનાથાશ્રમ પહોંચવાનું અર્ધા માઈલથી અંદર હતું. છતાં દસ માઈલ જેટલું લાગ્યું. ઘણી મુશ્કેલીથી ઘરભેળો થયો. પણ આંકડી વધતી જતી હતી. પાયખાનાની હાજ ત પા પા કલાકે થાય. છેવટે હું હાર્યો. મારી અસહ્ય વેદના જાહેર કરી અને પથારી લીધી.

જે શરીરને હું આજ લગી પથ્થર જેવું માનતો તે શરીર ગારા જેવું થઈ ગયું હતું. શક્તિ હણાઈ ગઈ. દાક્તર કાનૂગા આવ્યા. તેમણે દવા લેવા વીનવ્યો. મેં ના પાડી.

શેઠ અંબાલાલ અને તમનાં ધર્મપત્ની નડિયાદ આવ્યાં. સાથીઓની સાથે મસલત કરી મને તેઓ તેમના મિરજાપુરને બંગલે ઘણી જ સંભાળપૂર્વક લઈ ગયાં. આ માંદગીમાં જે નિર્મળ, નિષ્કામ સેવા હું પામ્યો તેનાથી વધારે સેવા તો કોઈ પામી ન શકે એટલું તો હું અવશ્ય કહી શકું છું. ઝીણો તાવ વળગ્યો. શરીર ક્ષીણ થતું ચાલ્યું. મંદવાડ સારી પેઠે લંબાશે, કદાચ હું બિછાનાથી નહીં ઉઠી શકું, એમ પણ મને થયું. અંબાલાલ શેઠના બંગલામાં પ્રેમથી વીંટળાયેલો છતાં હું અશાંત બન્યો, અને મને આશ્રમમાં લઈ જવા તેમને વીનવ્યા. મારો અતિશય આગ્રહ જોઈને તેઓ મને આશ્રમમાં લઈ ગયા.

આશ્રમમાં હું પીડાઈ રહ્યો હતો તેટલામાં વલ્લભભાઈ ખબર લાવ્યા કે, જર્મનીની પૂરી હાર થઈ છે અને રંગરૂટની ભરતી કરવાની કશી આવશ્યકતા નથી એમ કમિશ્નરે કહેવડાવ્યું છે. એટલે ભરતીની ચિંતામાંથી હું મુક્ત થયો તે તેથી શાંતિ થઈ.

હવે પાણીના ઉપચાર કરતો અને તેથી દેહ ટકી રહ્યો હતો.

આમ મારી આ બહુ લંબાયેલી અને જીવનમાં પહેલી આટલી મોટી માંગદીમાં મને ધર્મ નિરીક્ષણ કરવાનો, તેની કસોટી કરવાનો અલભ્ય લાભ મળ્યો. એક રાત્રે તો મેં તદ્દન હાથ ધોઈ નાખ્યા. મને લાગ્યું કે મૃત્યુ નજીક જ છે.

સવાર પડી મૃત્યુ ન આવ્યું. છતાં જીવવાની આશા તે વખતે ન બાંધી શક્યો, અને મરણ સમીપ છે એમ સમજી જેટલો સમય બની શકે તેટલો સમય સાથીઓની પાસે ગીતાપાઠ સાંભળવામાં ગાળવા લાગ્યો.

કઈંક કામકાજ કરવાની શક્તિ તો નહોતી જ. વાચન કરવા જેટલી શક્તિ પણ નહોતી. કોઈની સાથે વાત કરવાનું પણ મન થાય નહીં. થોડી વાત કરું તો મગજ થાકી જાય. તેથી જીવવામાં કશો રસ નહોતો. જીવવાને ખાતર જીવવું મને કદી પસંદ જ નથી.

દા. તળવળકર જેમને ભલામણ ખાતર લાવ્યા તેમણે દાક્તરીનો અભ્યાસ માટૅ ગ્રૅંટ મૅડિકલ કૉલેજમાં કર્યો હતો, પણ દાક્તરની છાપ નહોતા પામ્યા. પાછળથી જાણ્યું કે તે બ્રાહ્મસમાજી છે. તેમનું નામ કેળકર. સ્વભાવે બહુ સ્વતંત્ર છે. તેઓ બરફના ઉપચારના ભારે હિમાયતી છે. મારા દરદ વિષે સાંભળવાથી તે બરફના ઉપચાર મારી ઉપર અજમાવવાને આવ્યા ત્યારથી અમે તેમને ‘આઈસ દાક્તર’ ના ઉપનામથી ઓળખીએ છીએ.

તેમણે મારે આખે શરીરે બરફ ઘસવાનું શરૂ કર્યું. તેથી તે માને છે એટલું પરિણામ જોકે મારે વિષે ન આવ્યું, છતાં રોજ મરણની વાટ જોઈને હું બેઠો હતો તેને બદલે હવે કઈંક જીવવાની આશા બાંધવા લાગ્યો. કઈંક ઉત્સાહ આવ્યો. મનના ઉત્સાહની સાથે સાથે શરીરમાં પણ ઉત્સાહ આનુભવ્યો. કઈંક વધારે ખાવા લાગ્યો. પાંચ દશ મિનિટ રોજ ફરતો થયો.


Near Death’s Door


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.