સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૫૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૨૬. ઐક્યની ઝંખના

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


ખેડાનું પ્રકરણ ચાલતું હતું તે વખતે યુરોપનું મહાયુદ્ધ પણ ચાલતું જ હતું. તેને અંગે વાઈસરોયે દિલ્હીમાં આગેવાનોને નોતર્યા હતા. તેમાં હાજર રહેવાનો મને આગ્રહ કર્યો હતો.

મેં આમંત્રણ કબૂલ રાખ્યું ને હું દિલ્હી ગયો.

હિંદુમુસલમાન વચ્ચે ખરી મિત્રાચારી નથી એ તો હું દક્ષિણ આફ્રિકામાં જ સમજી ગયો હતો. બંને વચ્ચેની ખટાશ મટે તેવો એક પણ ઉપાય હું ત્યાં જતો ન કરતો. ખોટી ખુશામત કરી કે સ્વત્વ ગુમાવી તેમને કે કોઈને રીઝવવા એ મારા સ્વભાવમાં નહોતું. પણ ત્યાંથી જ હું સમજતો આવ્યો હતો કે, મારી અહિંસાની કસોટી ને તેનો વિશાળ પ્રયોગ આ અૈક્યને અંગે થવાનાં છે. હજુ પણ મારો એ અભિપ્રાય કાયમ છે. મારી કસોટી ઈશ્વર પ્રતિક્ષણ કરી રહેલ છે. મારો પ્રયોગ ચાલુ જ છે.

આવા વિચારો લઈને હું મુંબઈ બંદરે ઊતર્યો હ્તો, એટલે મને મજકૂર ભાઈઓનો મેળાપ ગમ્યો. અમારો સ્નેહ વધતો ગયો.

અલીભાઈઓને જપ્ત કર્યા પછી કલકત્તા મુસ્લિમ લીગની સભામાં મને મુસલમાન ભાઈઓ લઈ ગયા હતા. ત્યાં મને બોલવાનું કહેલું. હું બોલ્યો. અલીભાઈઓને છોડાવવાનો મુસલમાનોનો ધર્મ સમજાવ્યો.

આ પછી તેઓ મને અલીગઢ કોલેજમાં પણ લઈ ગયા હતા. ત્યાં મેં દેશને સારુ ફકીરી લેવા મુસલમાનોને નોતર્યા.

ખિલાફતના પ્રશ્નમાં મેં મુસલમાનોને સાથ દીધો તે વિષે મિત્રોએ અને ટીકાકારોએ મને ઠીક ઠીક ટીકાઓ સંભળાવી છે. એ બધાનો વિચાર કરતાં છતાં, જે અભિપ્રાયો મેં બાંધ્યા ને જે મદદ દીધી દેવડાવી તેને વિષે મને પશ્ચાતાપ નથી, તેમાં મારે કશું સુધારવાપણું નથી. આજે પણ એવો પ્રશ્ન ઊઠે તો મારી વર્તણૂક એવા જ પ્રકારને હોય એમ મને ભાસે છે.

આવી જાતના વિચારોભર્યો હું દિલ્હી ગયો.

દિલ્હીમાં પહોંચતાં દીનબંધુ ઍન્ડ્રુઝે એક નૈતિક પ્રશ્ન ઊભો કર્યો. એ જ અરસામાં ઈટાલી ને ઈંગ્લંડ વચ્ચેના છૂપા કરારો વિષેની ચર્ચા અંગ્રેજી અખબારોમાં થયેલી તેની દીનબંધુએ મને વાત કરી ને કહ્યું:’જો આમ છૂપા કરારો ઈંગ્લંડે કોઈ સત્તાની સાથે કર્યા હોત તો તમારાથી આ સભામાં કેમ મદદગાર ભાગ લેવાય?’ પછી મિ. મેફીની સાથે મને લાંબી ચર્ચા થઈ. તેનો અંત એ આવ્યો કે મેં સભામાં ભાગ લેવાનું સ્વીકાર્યું. વાઈસરોયની દલીલ ટૂંકમં આ હતી: ‘ તમે એમ તો નથી માનતા ને કે બ્રિટિશ કૅબિનેટ જે કંઈ કરે તેની વાઈસરૉયની જાણ હોવી જોઈએ? બ્રિટિશ સરકાર કોઈ દિવસ ભૂલ ન જ કરે એવો દાવો હું નથી કરતો, કોઈ કરતું નથી. પણ જો તેની હસ્તી જગતને કલ્યાણકારી છે એમ તમે કબૂલ કરો, જો તેની પ્રવૃત્તિથી આ દેશને કલ્યાણકારી છે એમ તમે માનો, તો દરેક શહેરીનો તેની આપત્તિને સમયે તેને મદદ દેવાનો ધર્મ છે એમ તમે કબૂલ નહીં કરો? લડાઈ પૂરી થઈ ગયા પછી તમારે જેટલા નીતિના પ્રશ્નો ઉઠાવવા હોય એટલા ઉઠાવી શકો છો, ને જેટલી વઢવાડ કરવી હોય એટલી કરી શકો છો.’

આ દલીલે નવી નહોતી. જે અવસરે ને જેવી રીતે મુકાઈ તેથી મને નવી જેવી જણાઈ ને મેં સભામાં જવાનું કબૂલ કર્યું.


Passion For Unity


Advertisements
Categories: સત્યના પ્રયોગો | Leave a comment

પોસ્ટ સંશોધક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: