સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૪૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૧૬. કાર્યપદ્ધતિ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


ચંપારણની તપાસનો હેવાલ આપવો એટલે ચંપારણના ખેડૂતનો ઇતિહાસ આપવા જેવું છે. એવો હેવાલ આ પ્રકરણોમાં ન આપી શકાય.

ચતુર બ્રજકિશોરબાબુએ એક વિસ્તારવાળી જમીનવાળું મકાન ભાડે મેળવ્યું ને તેમાં અમે ગયા.

છેક દ્રવ્ય વિના અમે ચલાવી શકીએ એવી સ્થિતિ નહોતી. ચંપારણની બહારથી પણ બિહારના જ સુખી લોકો પાસેથી બ્રજકિશોરબાબુનું મંડળ મદદ મેળવી શકે તે લેવી ને મારે દાક્તર પ્રાણજીવનદાસ મહેતાની પાસેથી ખૂટતું દ્રવ્ય મેળવી લેવું એવો નિશ્ચય કર્યો. બધું થઈને બે કે ત્રણ હજારથી વધારે ખર્ચ નહોતું થયું એવો મારો ખ્યાલ છે. જે એકઠું કર્યું હતું તેમાંથી રૂપિયા ૫૦૦ કે ૧,૦૦૦ બચેલા એવું મને સ્મરણ છે.

બધા નિરામિષાહારી નહોતા; અને બે રસોડાં ચલાવતાં ખર્ચ વધે; તેથી નિરામિષ ભોજન જ રાંધી એક જ રસોડું ચલાવવાનો ઠરાવ થયો. ભોજન પણ સાદું રાખવાનો આગ્રહ હતો. આથી ખર્ચમાં ઘણો ફાયદો થયો, કામ કરવાની શક્તિ વધી અને વખત બચ્યો.

વધારે શક્તિની આવશ્યકતા બહુ હતી. કેમ કે ખેડૂતોનાં ટોળેટોળાં પોતાની કહાણી લખાવવા આવતાં થઈ ગયાં.

કહાણી લખનારાએ કેટલાક નિયમોનું પાલન કરવાનું હતું. દરેક ખેડૂતની ઊલટતપાસ કરવી જોઈએ. ઊલટતપાસમાં જે તૂતી જાય તેની જુબાની ન લેવી. જેની વાત મૂળમાં જ પાયા વિનાની લાગે તે ન લેવી. આમ નિયમોના પાલનથી જોકે કંઈક વખત વધારે જતો હતો, છતાં જુબાનીઓ ઘણી સાચી, સિદ્ધ થઈ શકે એવી મળતી.

મારે નીલવરોને ખીજવવા નહોતા, પણ તેમને વિનયથી જીતવાનો પ્રયત્ન કરવો હતો, તેથી જેની સામે વિશેષ ફરિયાદ આવે તેને કાગળ લખતો ને તેને મળવાનો પણ પ્રયત્ન કરતો. નીલવરમંડળની પણ મુલાકાત લીધી હતી ને રૈયતની ફરિયાદો તેમની પાસે મૂકી તેમની હકીકત પણ સાંભળી લીધી હતી. તેમનામાંના કેટલાક મને તિરસ્કારતા, કેટલાક ઉદાસીન હતા ને કોઈ વિનય જણાવતા.


Methods Of Work


Advertisements
Categories: સત્યના પ્રયોગો | 1 ટીકા

પોસ્ટ સંશોધક

One thought on “સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૪૧)

  1. Kantilal Parmar

    Thank you with best wishes for a Happy Diwali and a Happy New Year.
    Kantilal Parmar
    Hitchin.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: