સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૨૭)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ પાંચમો:
૨. ગોખલેની સાથે પૂનામાં

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


હું મુંબઈ પહોંચ્યો કે તરત મને ગોખલેએ ખબર આપી હતી: ‘ગવર્નર તમને મળવા ઈચ્છે છે, અને પૂના આવતા પહેલાં તેમને મળી આવવુ યોગ્ય ગણાશે.’ તેથી હું તેમને મળવા ગયો. સામાન્ય વાતો કર્યા પછી તેમણે કહ્યું:

‘તમારી પાસેથી હું એક વચન માંગું છું. સરકારને લગતું તમારે કંઈ પણ પગલું ભરવું હોય તે પહેલાં તમે મને વાત કરો ને મળી જાઓ એમ હું ઈચ્છું છું’

મેં જવાબ દીધો:

‘એ વચન આપવું મારે બહુ સહેલું છે, કેમકે સત્યાગ્રહી તરીકે મારો નિયમ જ છે કે કોઈની સામે પગલું ભરવું હોય તો પ્રથમ તો તેનું દ્રષ્ટિબિંદુ તેની પાસેથી સમજી લેવું અને જ્યાં લગી તેને અનુકૂળ થવાતું હોય ત્યાં લગી અનુકૂળ થવું. દક્ષિણ આફ્રિકામાં આ નિયમનું મેં હંમેશા પાલન કર્યું છે, ને અહીં પણ તેમ જ કરવાનો.’

લૉર્ડ વિલિંગ્ડને આભાર માન્યો ને બોલ્યા:

‘જ્યારે મળવું હોય ત્યારે તમે મને તુરત મળી શકશો ને તમે જોશો કે સરકાર ઈરાદા પૂર્વક કંઈ ખોટું કરવા ઈચ્છતી નથી.’

મેં જવાબ આપ્યો:

‘એ વિશ્વાસ પર તો હું નભું છું’

હું પૂના પહોંચ્યો. ત્યાંના બધાં સ્મરણો આપવા હું અસમર્થ છું. ગોખલેએ અને સોસાયટીના અન્ય સભ્યોએ મને પ્રેમથી નવરાવ્યો.

ગોખલેએ સ્વ.દાક્તર દવેને બોલાવીને કહી દીધું:’ ગાંધીનું ખાતું આપના ચોપડામાં પાડજો, ને તેમને તેમના આશ્રમને સારુ તથા તેમના જાહેરખર્ચને સારુ જે પૈસા જોઈએ તે તમે આપજો.’

પૂના છોડી શાંતિનિકેતન જવાની હવે તૈયારી કરી રહ્યો હતો. છેલ્લી રાતે ગોખલેએ મને ગમે એવી ખાસ મિત્રોની પાર્ટી રાખી.પાર્ટી તેમની કોટડીથી થોડાં જ ડગલા દૂર હતી. તેમાં પણ આવવાની તેમની મુદ્દલસ્થિતી નહોતી, પણ તેમનો પ્રેમ તેમને કેમ રહેવા દે? તેમણે આવવાનો આગ્રહ રાખ્યો. આવ્યા તો ખરા, પણ તેમને મૂંઝારી આવી ને પાછા જવું પડ્યું. આવું તેમને વખતો વખત થતું એટલે તેમણે ખબર દેવડાવ્યા કે અમારે પાર્ટી તો ચાલુ જ રાખવાની. પાર્ટી એટલે સોસાયટીના આશ્રમમાં મહેમાનઘરની પાસેના ચોગાનમાં જાજમ પાથરી બેસવું. મગફળી, ખજૂર વગેરે ચાવવાં, અને પ્રેમ વાર્તા કરવી ને એકબીજાંના હ્રદય વધારે જાણવાં.

પણ આ મૂંઝારી મારા જીવનને સારુ સામાન્ય અનુભવ નહોતી થવાની.


With Gokhale In Poona


Advertisements
Categories: સત્યના પ્રયોગો | Leave a comment

પોસ્ટ સંશોધક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: