સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૧૮)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/
ભાગ ચોથો:
૪૦. સત્યાગ્રહનું છમકલું

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


આમ ધર્મ સમજીને હું યુદ્ધમાં પડ્યો તો ખરો, પણ મારે નસીબે તેમાં સીધો ભાગ લેવાનું ન આવ્યું એટલું જ નહીં, પણ આવે નાજુક વખતે સત્યાગ્રહ કરવાનું ય આવી પડ્યું.

જ્યારે અમારાં નામો મંજુર થયાં ને નોંધાયા ત્યારે અમને પૂરી કવાયત આપવાને સારુ એક અમલદારને નીમવામાં આવ્યા. પણ પુત્રના પગ પારણેથી વરતાય, તેમ અમલદારની આંખ અમે પહેલે જ દહાડેથી જુદી રીતે ઓળખવા લાગ્યા. સોરાબજી બહુ શાણા હતા. તેમણે મને ચેતવ્યો: ‘ભાઈ જોજો. આ માણસ એમની જહાંગીરી ચલાવવા માગતા જણાય છે. અમારે તેમના હુકમ ન જોઈએ. અમે એમને શિક્ષક માનીએ છીએ. પણ પેલા જુવાનિયા આવ્યાછે તે પણ અમારી ઉપર હુકમ કરવા આવ્યા હોય એમ હું જોઉં છું’.

‘તમે ભોળા છો. આ લોકો મીઠું મીઠું બોલીને તમને છેતરશે, ને પછી જ્યારે તમારી આંખ ઊઘડશે ત્યારે તમે કહેશો: ચાલો સત્યાગ્રહ કરીએ, ને પછી અમને ખુવાર કરશો,’ સોરાબજી હસતાં હસતાં બોલ્યા.

મેં જવાબ વાળ્યો : ‘મારો સાથ કરવામાં ખુવારી સિવાય તમે બીજું કોઈ દહાડો ક્યાં અનુભવ્યું છે? અને સત્યાગ્રહી તો છેતરાવાને જ જન્મે છે ના? એટલે ભલે આ સાહેબ અમને છેતરે. તમને મેં હજારો વાર નથી કહ્યું કે છેવટ તો છેતરનાર જ છેતરાય છે ?’

સોરાબજી ખડખડાટ હસી પડ્યા: ‘સારું, ત્યારે છેતરાયા કરો. કોક દહાડો સત્યાગ્રહમાં મરશો, ને તમારી પાછળ અમારા જેવાને લઈ જશો’.

આ શબ્દોનું સ્મરણ કરતાં મરહૂમ મિસ હૉબહાઉસે અસહકારના પ્રસંગે મને લખેલા બોલ યાદ આવે છે: ‘તમારે સત્યને ખાતર કોક દહાડો ફાંસીએ ચઢવું પડે તો મને આશ્ચર્ય નહીં થાય. ઈશ્વર તમને સીધે રસ્તે જ દોરો ને તમારી રક્ષા કરો.’

સોરાબજી સાથેની ઉપલી વાત તો અમલદાર ગાદીનશીન થયા પછીના આરંભકાળમાં થયેલી; આરંભ અને અંત વચ્ચેનું અંતર થોડા દિવસનું જ હતું. પણ તે દરમિયાન મને પસલીઓનો સખત વરમ ઊપડી આવ્યો. છેવટે મારે ખાટલાનું સેવન કરવું પડ્યું.

મારી આ સ્થિતિમાં અમારે કૅમ્પમાં જવાનું હતું. બીજાઓ ત્યાં રહેતા ને હું સાંજે પાછો ઘેર આવતો. અહીં સત્યાગ્રહનો પ્રસંગ ઊભો થયો. અમલદારે પોતાનો અમલ ભજવ્યો. તેમણે સ્પષ્ટ સંભળાવ્યું કે બધી બાબતોમાં તે અમારા મુખી છે. પોતાની મુખત્યારીના બેચાર પદાર્થપાઠો પણ અમને ભણાવ્યા. સોરાબજી મારી પાસે પહોંચ્યા. તે આ જહાંગીરી સાંખવા તૈયાર નહોતા.

હું અમલદારની પાસે ગયો, મારી પાસે આવેલી બધી ફરિયાદો તેમને સંભળાવી. તેમણે એક કાગળ લખી મને ફરિયાદો લેખીત રીતે જણાવવા કહ્યું, અને સાથે પોતાના અધિકારની વાત કરી. તેમણે જણાવ્યું : ‘ફરિયાદ તમારી મારફતે ન થાય, ફરિયાદ તો પેટાઉપરીઓ મારફતે મને સીધી જ કરવી જોઈએ.’

મેં જવાબમાં જણાવ્યું: ‘પેટાઉપરીઓ અમારી ટુકડીને પૂછ્યા વિના નીમવામાં આવ્યા છે, અને તેમને વિશે ઘણો અસંતોષ ફેલાયો છે; એટલે તેમેને ખસેડવામાં આવે, અને ટુકડીને પોતાના ઉપરીઓ ચૂંટવાનો અધિકાર આપવામાં આવે.’

આ વાત એમને ગળે ન ઊતરી. એમણે મને સંભળાવ્યું કે આ ઉપરીઓને ટુકડી ચૂંટે એ વાત જ લશ્કરી નિયમની વિરુદ્ધ છે, અને એ ઉપરીઓને ખસેડવામાં આવે તો આજ્ઞાપાલનનું નામનિશાન ન રહે.

અમે સભા ભરી. સત્યાગ્રહનાં ગંભીર પરિણામો સંભળાવ્યાં. લગભગ બધાએ સત્યાગ્રહના શપથ લીધા. અમારી સભાએ એવો ઠરાવ કર્યો કે, હાલના ઉપરીઓ ન ખસેડવામાં આવે અને ટુકડીને નવા ઉપરીઓ ન પસંદ કરવા દેવામાં આવે, તો અમારી ટુકડી કવાયતમાં જવાનું અને કૅમ્પમાં જવાનું બંધ કરશે.

મેં અમલદારને એક કાગળ લખી મારો સખત અસંતોષ જાહેરે કર્યો, અને જણાવ્યું કે મારે અધિકાર નથી ભોગવવો, મારે તો સેવા કરવી છે, અને આ કામ સાંગોપાંગ ઉતારવું છે. મારા કાગળ સાથે અમારી ટુકડીએ કરેલા એક ઠરાવની નકલ મોકલી.

અમલદારની ઉપર આની કોઈ અસર ન થઈ. તેમને તો લાગ્યું કે અમારી ટુકડીએ સભા ભરીને ઠરાવ કર્યો એ જ લશ્કરી નિયમનો ગંભીર ભંગ હતો.

આ પછી મેં હિંદી વજીરને એક કાગળ લખીને બધી હકીકત જણાવી અમારી સભાનો ઠરાવ મોકલ્યો.

હિંદી વજીરે મને જવાબમાં જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાની સ્થિતિ જુદી હતી; અહીં તો ટુકડીના વડા અમલદારને પેટાઉપરીઓ નીમવાનો હક્ક છે, છતાં ભવિષ્યમાં તે અમલદાર તમારી ભલામણ ધ્યાનમાં લેશે.

આ પછી તો અમારે ઘણો પત્રવ્યવહાર થયો, પણ બધા કડવા અનુભવો આપી આ પ્રકરણ લંબાવવા નથી ઇચ્છતો.

પણ આટલું તો કહ્યા વિના ન જ ચાલે કે, જે અનુભવો આપણને રોજ હિંદુસ્તાનમાં થાય છે તેવા તે હતા. અમલદારે ધમકીથી, કળથી અમારામાં ફૂટ પાડી. કેટલાક શપથ લીધા છતાં કળને કે બળને વશ થયા.


Miniature Satyagraha


Advertisements
Categories: સત્યના પ્રયોગો | Leave a comment

પોસ્ટ સંશોધક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: