સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૯૩)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૫. મરકી—૧

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


આ લોકેશનનું ધણીપણું મ્યુનિસિપલિટીએ લઈ લીધું કે તુરત ત્યાંથી હિંદીઓને ખસેડ્યા નહોતા. તેમને બીજી અનુકૂળ જગ્યા આપવાની વાત તો હતી જ. તે જગ્યા મ્યુનિસિપલિટીએ નક્કી નહોતી કરી. તેથી હિંદીઓ તે જ ‘ગંદા’ લોકેશનમાં રહ્યાં. ફેરફાર બે થયા. હિંદીઓ ધણી મટી શહેર સુધરાઈખાતાના ભાડૂત બન્યા ને ગંદકી વધી.

આમ ચાલી રહ્યું હતું. હિંદીઓનાં મન ઊંચા હતા, તેવામાં એકાએક કાળી મરકી ફાટી નીકળી.

સદ્ભાગ્યે મરકીનું કારણ લોકેશન નહોતું. તેનું કારણ જોહાનિસબર્ગની આસપાસ આવેલી અનેક સોનાની ખાણોમાંની એક ખાણ હતી.તેઓમાંના ત્રેવીસને એકાએક ચેપ લાગ્યો. ને તેઓ એક સાંજે ભયંકર મરકીના ભોગ થઈને લોકેશનમાં પોતાને રહેઠણે આવ્યા.

આ વેલા ભાઈ મદનજિત ‘ઈંડિયન ઓપીનિયન’ના ઘરાક બનાવવા ને લવાજમનું ઉઘરાણું કરવા આવ્યા હતા. તે લોકેશનમાં ફરતા હતા. તેમનામાં નિર્ભયતાનો ગુણ સરસ હતો. આ દરદીઓ તેમના જોવામાં અવ્યા ને તેમનું હ્રદય બળ્યું. તેમણે મને સીસાપેને લખી એક કાપલી મોકલી. તેનો ભાવાર્થ આવો હતો: ‘અહીં એકદમ કાળી મરકી ફાટે નીકળી છે. તમારે તુરત આવીને કંઈક કરવું જોઈએ, નહીં તો પરિણમ ભયંકર આવશે. તુરત આવજો.’

મદનજિતે ખાલી મકાન પડ્યું હતું તેનું તાળું નીડરપણે તોડી તેનો કબ્જો લઈ તેમાં આ માંદાઓને રાખ્યા હતા. હું મારી સાઈકલ ઉપર લોકેશન પહોંચ્યો. ત્યાંથી ટાઉનક્લાર્કને હકીકત મોકલી, ને કેવા સંજોગોમાં કબજો લીધો હતો તે જણાવ્યું.

દાક્તર વિલિયમ ગૉડફ્રે જોહાનિસબર્ગમાં દાકતરી કરતા હતા, તેમને ખબર પહોંચતા તે દોડી આવ્યા ને દરદીઓના દાક્તર અને નર્સ બન્યા. પણ ત્રેવીસ દરદીઓને અમે ત્રણ પહોંચી વળી શકીએ તેમ નહોતું.

શુદ્ધ દાનત હોય તો સંકટને પહોંચી વળવા સેવકો અને સાધનો મળી જ રહે છે એવો મારો વિશ્વાસ અનુભવ પર બંધાયેલો છે. મારી ઑફીસમાં કલ્યાણદાસ, માણેકલાલ અને બીજા બે હિંદીઓ હતા. છેલ્લા બે ના નામ અત્યારે મને યાદ નથી.

મિ. રીચને મોટો પરિવાર હતો. તે પોતે તો ઝંપલાવવા તૈયાર હતા, પણ મેં તેમને રોક્યા. તેમને આ જોખમમાં સંડોવવા હું મુદ્દલ તૈયાર નહોતો, મારી હિંમત જ નહોતી. પણ તેમણે બહારનું ઘણું કામ કર્યું.

ચાર જુવાનિયાઓની તનતોડ મહેનતથી ને નીડરતાથી મારા હર્ષનો પાર ન રહ્યો.

દાક્તર ગૉડફ્રેની હિંમત સમજાય, મદનજિતની પણ સમજાય, પણ આ જુવાનિયાની? રાત્રિ જેમ તેમ ગઈ. મને યાદ છે તે પ્રમાણે તે રાત્રિએ તો કોઈ દરદી અમે ન ગુમાવ્યો.

પણ આ પ્રસંગ એટલો કરુણા જનક છે તેટલો રસિક ને મારી દ્રષ્ટિએ ધાર્મિક છે. તેને સારુ હજુ બીજાં બે પ્રકરણો જોઈશે જ.


The Black Plague – I


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: