સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૮૬)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૮. એક સાવચેતી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


પ્રવાહપતિત કથાના પ્રસંગને હજુ આવતા પ્રકરણ લગી મુલતવી રાખવો પડશે.

ગયા પ્રકરણમાં માટીના પ્રયોગોને અંગે હું જે લખી ગયો તેના જેવો મારો ખોરાકનો પ્રયોગ પણ હતો, એટલે એ વિશે આ સમયે થોડું લખી નાખવું ઉચિત સમજું છું.

મેં ‘આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન’ નામે પુસ્તક દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઑપીનિયન’ને સારુ લખેલું તેમાં વિસ્તારપૂર્વક લખ્યું છે.જોકે તેમાં લખેલા મારા વિચારોમાં ફેરફારની આવશ્યકતા મેં નથી અનુભવી, છતાં મારા આચારમાં મેં મહત્વનો ફેરફાર કર્યો છે એ તે પુસ્તકના બધા વાચનાર નથી જાણતા. તેઓ એ તુરત જાણે એ જરૂરનું છે.

એ પુસ્તક લખવામાં-જેમ બીજાં લખવામાં-કેવળ ધર્મભાવના હતી અને તે જ મારા પ્રત્યેક કાર્યમાં આજે પણ વર્તે છે. તેથી તેમાંના કેટલાક વિચારોનો હું આજે અમલ નથી કરી શકતો એનો મને ખેદ છે, એની મને શરમ છે.

મારો દઢ વિશ્વાસ છે કે, મનુષ્ય બાળક તરીકે માતાનું દુધ પીએ છે તે ઉપરાંત બીજા દુધની આવશ્યકતા નથી. મનુષ્યનો ખોરાક વનપક ફળો, લીલાં અને સૂકાં, સિવાય બીજો નથી. આહાર તેવો ઓડકાર, માણસ જેવું ખાય તેવો થાય છે, એ કહેવતમાં ઘણું તથ્ય છે, એમ મેં અને મારા સાથીઓએ અનુભવ્યું છે.

આ વિચારોનું વિસ્તારપૂર્વક સમર્થન આરોગ્યના પુસ્તકમાં છે.

પણ મારે નસીબે હિંદુસ્તાનમાં મારા પ્રયોગને સંપૂર્ણતાએ પહોંચાડવાનું નહોતું. ખેડા જિલામાં સિપાહીભરતીનું કામ કરતો કરતો મારી ભૂલથી હું મરણપથારીએ પડ્યો.

વૈદ્યોએ મને ચરક ઇત્યાદિમાંથી શ્લોકો સંભળાવ્યા કે, વ્યાધિને દૂર કરવા સારુ ખાદ્યાખાદ્યનો બાધ હોય નહીં ને માંસાદિ પણ ખવાય. મને વ્રત હ્તું. વ્રતનો હેતુ તો દૂધમાત્રનો ત્યાગ કરવાનો હતો. પણ વ્રત લેતી વખતે મારી સામે ગાય અને ભેંસમાતા જ હતાં તેથી અને જીવવાની આશાએ મેં મનને જેમતેમ ફોસલાવી લીધું. વ્રતનો અક્ષર પાળ્યો ને બકરીનું દૂધ લેવાનો નિશ્ચય કર્યો. મારા વ્રતનો આત્મા હણાયો એમ મેં બકરીમાતાનું દૂધ લેતી વેળા પણ જાણ્યું.

પણ મારે ‘રૉલેટ ઍક્ટ સામે ઝૂઝવું હતું, એ મોહ મને મૂકતો નહોતો. તેથી જીવવાની પણ ઈચ્છા રહી ને જેને હું મારા જીવનનો મહાન પ્રયોગ માનું છું તે અટક્યો.

ખાવાપીવાની સાથે આત્માને સંબંધ નથી, તે નથી ખાતો, નથી પીતો, જે પેટમાં જાય છે તે નહીં, પણ જે વચનો અંદરથી નીકળે છે તે હાનિલાભ કરે છે વગેરે દલીલો હું જાણું છું. એમાં તથ્યાંશ છે, પણ દલીલમાં ઊતર્યા વિના અહીં તો મારો દઢ નિશ્ચય જ મૂકી દઉં છું કે, જે મનુષ્ય ઈશ્વરથી ડરીને ચાલવા ઈચ્છે છે, જે ઈશ્વરનાં પ્રત્યક્ષ દર્શન કરવા ઈચ્છે છે, એવા સાધકને મુમુક્ષુને સારુ પોતાના ખોરાકની પસંદગી-ત્યાગ અને સ્વીકાર- એટલાં જ આવશ્યક છે, જેટલાં વિચાર અને વાચાની પસંદગી-ત્યાગ અને સ્વીકાર-આવશ્યક છે.

આરોગ્યના પુસ્તકને આધારે પ્રયોગો કરનારાં બધાં ભાઈબહેનોને હું સાવધાન કરવા ઈચ્છું છું. દૂધનો ત્યાગ સર્વાંશે લાભદાયી લાગે, અથવા અનુભવી વૈદ્યદાક્તરોની તેનો ત્યાગ કરવાની સલાહ હોય તે સિવાય, કેવળ મારા પુસ્તકને આધારે તેઓ દૂધનો ત્યાગ ન કરે.

આ પ્રકરણના વાંચનાર કોઈ વૈદ્ય, દાક્તર, હકીમ કે બીજા અનુભવી દૂધની અવેજીમાં તેટલી જ પોષક તથા પાચક વનસ્પતિ, પોતાના વાંચનના આધારે નહીં પણ અનુભવના આધારે, જાણતા હોય તો મને જણાવી મારા ઉપર ઉપકાર કરે.


નોંધ: ગાંધીજીના આ વિષય પરના છેલ્લા વિચારો માટે એમણે ૧૯૪૨માં લખેલું ‘આરોગ્યની ચાવી‘ એ પુસ્તક (પ્રકાશક: નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ- ૧૪, કિં. રૂ. ૪-૦૦, ટપાલરવાનગી ૧-૦૦) જુઓ.


A Warning


Advertisements
Categories: સત્યના પ્રયોગો | Leave a comment

પોસ્ટ સંશોધક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: