સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૮૦)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨. એશિયાઈ નવાબશાહી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


નવા અમલદારો સમજી ન શક્યા કે હું ટ્રાન્સવાલમાં કેવી રીતે દાખલ થયો. તેમણે તેમની પાસે જતા આવતા હિંદીઓને પૂછ્યું, પણ તેઓ બિચારા શું જાણે? અમલદારોએ અનૂમાન કર્યું કે હું મારી ઓળખાણોને લીધે વગર પરવાને દાખલ થયો હોવો જોઈએ. અને એમ હોય તો મને કેદ કરી શકાય.

મોટી લડાઈ પછી હમેંશા થોડો સમય રાજ્યકર્તાઓને વિશેષ સત્તા આપવામાં આવે છે. તેમ દક્ષિણ આફ્રિકામાં પણ બન્યું હતું.

અમલદારોએ ડરબન તાર તો મોકલ્યા જ હતા. અને જ્યારે તેમને ખબર પડી કે હું પરવાનો લઈને દાખલ થયો છું ત્યારે તેઓ નિરાશ થયા.

દક્ષિણ આફ્રિકામાં સામાન્ય ખાતાં પ્રજાને અર્થે ચાલનારા રહ્યાં; તેથી અમલદારોમાં એક પ્રકારની સરળતા ને નમ્રતા હતી. આનો લાભ થોડે ઘણે અંશે કાળી પીળી ચામડીવાળાને પણ મળતો. હવે જ્યારે બીજું એશિયાઈ વાતાવરણ દાખલ થયું ત્યારે ત્યાં જેવી જોહુકમી, તેવી ખટપટ વગેરે સડા પણ દાખલ થયા. દક્ષિણ આફ્રિકામાં એક પ્રકારની પ્રજાસત્તા હતી, જ્યારે એશિયામાંથી તો નકરી નવાબશાહી આવી. કેમકે ત્યાં પ્રજાસત્તા નહોતી પણ પ્રજા ઉપર જ સત્તા હતી.

મને પણ આ સત્તાનો ઠીક અનુભવ મળ્યો. આગેવાન હિંદીઓને તો ત્યાં નિરંતર જવું પડે. તેવા આગેવાનોમાં મરહૂમ શેઠ તૈયબ હાજી ખાનમહમદ પણ હતા. તેમને આ સાહેબે પૂછ્યું,’ ગાંધી કોણ છે? એ કેમ આવેલ છે?’

તૈયબ શેઠે જવાબ આપ્યો, ‘તે અમારા સલાહકાર છે તેમને અમે બોલાવેલ છે.’

‘ત્યારે અમે બધા અહીં શા કામને સારુ છીએ?’ અમે તમારું રક્ષણ કરવા નથી નિમાયા? ગાંધીને અહીં ની શી ખબર પડે?’ સાહેબ બોલ્યા.

તૈયબ શેઠે જેમ તેમ આ ઘા પાછો વાળ્યો,’ તમે તો છો જ. પણ ગાંધી તો અમારા જ ગણાય ના? તે અમારી ભાષા જાણે, તે અમને સમજે. તમે તો અમલદાર કહેવાઓ.’

સાહેબે હુકમ કર્યો, ‘ગાંધીને મારી પાસે લાવજો.’

તૈયબ શેઠ વગેરેની સાથે હું ગયો. ખુરશી તો શેની મળે? અમે બધા ઊભા રહ્યા.

‘કેમ , તમે અહીં શા સારુ આવ્યા છો?’ સાહેબે મારી સામે જોઈ પૂછ્યું.

‘મારા ભાઈઓના બોલાવવાથી તેમને સલાહ દેવા આવ્યો છું, ‘ મેં જવાબ આપ્યો.

‘પણ તમે જાણતા નથી કે તમને અહીં આવવાનો હક્ક જ નથી? તમને પરવાનો મળ્યો છે તે ભૂલથી અપાયો છે. તમે અહીં ના રહેવાસી ન ગણાઓ. તમારે તો પાછા જવું પડશે. તમારાથી મિ. ચેમ્બરલેન પાસે નહીં જવાય. અહિંના હિંદીઓનું રક્ષણ કરવાને સારુ તો અમારુ ખાતું ખાસ નિમાયું છે. ઠીક, જાઓ.’

આટલું કહી સાહેબે મને રજા આપી. મને જવાબ આપવાનો વખત જ ના આપ્યો.

બીજા સાથીઓને રોક્યા. તેમને ધમકાવ્યા ને સલાહ આપી કે મને ટ્રાન્સવાલમાંથી વિદાય કરે.

કટાણે મોઢે સાથીઓ આવ્યા. આમ નવો જ કોયડો અણધાર્યો અમારે ઉકેલવાનો આવ્યો.


Autocrats From Asia


Advertisements
Categories: સત્યના પ્રયોગો | Leave a comment

પોસ્ટ સંશોધક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: