સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૭૯)

મિત્રો,

સત્યના પ્રયોગોની વાંચનયાત્રાના ૩ ભાગ પૂર્ણ થયા. હવે પછીના બે ભાગોના પ્રકરણો પૂર્વના ત્રણ ભાગોના પ્રકરણો કરતાં વધારે છે તેથી આપણી યાત્રા હજુ તો અડધેય નથી પહોંચી. જો કે યાત્રામાં રહેલી અનિશ્ચિતતા અને હવે શું થશે તેની ઈંતેજારીથી યાત્રા ઉત્તેજનાપૂર્ણ રીતે આગળ વધી રહી છે. ચાલો ત્યારે ચતુર્થ ભાગનું મંગલાચરણ કરીએ.


સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧. કરી કમાણી એળે ગઈ?

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મિ. ચેમ્બરલેન સાડા ત્રણ કરોડ પાઉંડ દક્ષિણ આફ્રિકાથી લેવા આવ્યા હતા, અંગ્રેજોનું અને બની શકે તો બોઅરોનું મન હરણ કરવા આવ્યા હતા. એટલે હિંદી પ્રતિનિધિઓને ઠંડો જવાબ મળ્યો.

‘તમે જાણો છો કે જવાબદાર સંસ્થાઓની ઉપર વડી સરકારનો માત્ર નામનો અંકુશ છે. તમારી ફરિયાદો સાચી લાગે છે. હું મારાથી બનતું કરીશ, પણ તમારે બને તેવી રીતે અહીંના ગોરાઓને રીઝવીને રહેવાનું છે.’

પ્રતિનિધિઓ જવાબ સાંભળી ટાઢાબોળ થઈ ગયા. મેં હાથ ધોયા. ‘જાગ્યા ત્યાંથી સવાર’ ગણી ફરી એકડો ઘૂંટવા બેસવું એમ સમજ્યો. સાથીઓને સમજાવ્યા.

મિ. ચેમ્બરલેનનો જવાબ શું ખોટો હતો? ગોળ ગોળ કહેવાને બદલે તેઓ સીધું બોલ્યા. ‘મારે તેની તલવાર’નો કાયદો તેમણે કંઈક મધુર શબ્દોમાં સમજાવી દીધો.

પણ અમારી પાસે તલવાર જ ક્યાં હતી? અમારી પાસે તો તલવારના ઘા ઝીલવાના શરીરોયે ભાગ્યે હતાં.

મિ. ચેમ્બરલેન થોડાં અઠવાડિયાં જ રહેવાના હતા. દક્ષિણ આફ્રિકા એક નાનકડો પ્રાંત નથી. એ એક દેશ છે, ખંડ છે. ડરબનથી કેપટાઊન ૧૧૦૦ માઈલથી ઓછું નથી. આ ખંડમાં મિ. ચેમ્બરલેનને પવનવેગે ફરવું હતું. તેઓ ટ્રાન્સવાલ ખાતે ઉપડ્યા. મારે ત્યાંનો કેસ તૈયાર કરી રજૂ કરવો રહ્યો. પ્રિટોરિયા કઈ રીતે પહોંચવું? ત્યાં હું વખતસર પહોંચી શકું એ માટે પરવાનગી મેળવવાનું આપણા લોકોથી બની શકે તેમ નહોતું.

લડાઈ પછી ટ્રાન્સવાલ ઊજ્જડ જેવું થઈ ગયું હતું.

લડાઈ દરમ્યાન હિંદુસ્તાનથી અને લંકાથી ઘણા અમલદારોને સિપાહીઓ દક્ષિણ આફ્રિકામાં આવી પહોંચ્યા હતા. તેમાંના જેઓ ત્યાં જ વસવા માગતા હોય તેમને સારુ સગવડ કરી દેવાની બ્રિટિશ રાજ્યાધિકારીઓની ફરજ મનાઈ હતી. અમલદારોનું નવું મંડળ બનાવવાનું તો તેમને હતું જ. તેમાં આ અનુભવી અમલદારો સહેજે ખપ લાગ્યા. આ અમલદારોની તીવ્ર બુદ્ધિએ એક નવું જ ખાતું શોધી કાઢ્યું. તેમાં તેમની આવડત પણ વધારે તો ખરી જ! હબસીઓને લગતું નોખું ખાતું તો હતું જ. ત્યારે એશિયા વાસીઓને સારુ કાં નહીં? દલીલ બરોબર ગણાઈ. આ નવું ખાતું, હું પહોંચ્યો ત્યારે, ખૂલી ચૂક્યું હતું, તે ધીમે ધીમે પોતાની જાળ પાથરી રહ્યું હતું.

આ ખાતાને હિંદી અરજી કરે. પછી ઘણે દિવસે જવાબ મળે. ટ્રાન્સવાલ જવા ઈચ્છનારા ઘણા, એટલે તેમને સારુ દલાલો ઊભા થયા.

હું મારા જૂના મિત્ર ડરબનના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટને ત્યાં પહોંચ્યો ને તેમને કહ્યું, ‘તમે અમારી ઓળખાણ પરવાના અમલદારને આપો ને મને પરવાનો કઢાવી આપો. તેઓ તરત માથે ટોપી ઘાલી મારી સાથે આવ્યા ને મારો પરવાનો કઢાવી આપ્યો. મિ. અલેક્ઝાંડરનો ઉપકાર માની હું પ્રિટોરિયા જવા ઉપડ્યો.

મુશ્કેલીઓનો ચિતાર મને ઠીક ઠીક આવી ગયો હતો. પ્રિટોરિયા પહોંચ્યો. અરજી ઘડી.

દુઃખ દાયક છતાં રમૂજી કિસ્સો હવે પછી.


‘Love’s Labour’s Lost?’


Advertisements
Categories: સત્યના પ્રયોગો | Leave a comment

પોસ્ટ સંશોધક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: