સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૭૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૬. લૉર્ડ કર્ઝનનો દરબાર

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મહાસભા વીતી, પણ મારે તો દક્ષિણ આફ્રિકાના કામને અંગે કલકત્તામાં રહી ચેમ્બર ઓફ કોમર્સ ઈત્યાદિ મંડળોને મળવાનું હતું. તેથી હું કલકત્તામાં એક માસ રહ્યો. આ વેળા મેં હોટલમાં ઊતરવાને બદલે ઓળખાણ મેળવી ‘ઈંડિયા ક્લબ’માં રહેવાનું ગોઠવ્યું. આ ક્લબમાં આગેવાન હિંદીઓનો ઉતારો રહેતો; તેથી તેમના પ્રસંગમાં આવી તેમને દક્ષિણ આફ્રિકાના કામમાં રસ લેતા કરીશ એવો લોભ હતો. આ ક્લબમાં ગોખલે હંમેશાં નહીં તો વખતોવખત બિલિયર્ડ રમવા આવતા. હું કલકત્તામાં રોકાવાનો હતો એ તેમના જાણવામાં આવતાં જ તેમણે મને પોતાની સાથે રહેવા આમંત્રણ આપ્યું.

ગોખલેને ત્યાં જતાં પહેલાં ‘ઈંડિયા ક્લબ’નો એક અનુભવ નોંધું.

આ જ અરસામાં લોર્ડ કર્ઝનનો દરબાર હતો. તેમાં જનારા કોઈ રાજામહારાજા આ ક્લબમાં જતા. ક્લબમાં તો તેમને હું હંમેશાં સુંદર બંગાળી ધોતી, પહેરણ તથા પછેડીના પોશાકમાં જોતો. આજે તેમણે પાટલૂન, ઝભ્ભો, ખાનસામાની પાઘડી અને ચમકદાર બૂટ પહેર્યાં. મને દુ:ખ થયું ને મેં આવા ફેરફારનું કારણ પૂછ્યું.

‘અમારું દુ:ખ અમે જાણીએ. અમારા પૈસા ને અમારા ઈલકાબો રાખવા સારુ અમારે જે અપમાનો સહન કરવાં પડે છે તે તમે કઈ રીતે જાણો?’ જવાબ મળ્યો.

‘પણ ખાનસામાશાઈ પાઘડી ને આ બૂટ શા?’

‘અમારામાં ને ખાનસામામાં તમે શો ફેર ભાળ્યો? તેઓ અમારા તો અમે લોર્ડ કર્ઝનના ખાનસામા. હું લેવીમાંથી ગેરહાજર રહું તો પણ મારે સોસવું પડે. હું મારા સામાન્ય પોશાકમાં જઉં તો એ ગુનો ગણાય. અને ત્યાં જઈને પણ મને કંઈ લોર્ડ કર્ઝનની સાથે વાત કરવા મળવાની કે? મુદ્દલ નહીં.’

મને આ નિખાલસ ભાઈ ઉપર દયા આવી.

આવા જ પ્રસંગનો બીજો એક દરબાર મને યાદ આવે છે. જ્યારે કાશી હિંદુ વિદ્યાપીઠનો પાયો લોર્ડ હાર્ડિંગને હાથે નંખાયો ત્યારે તેમનો દરબાર હતો. તેમાં રાજામહારાજાઓ તો હોય જ. ભારતભૂષણ માલવીયાજીએ મને પણ તેમાં હાજરી આપવાનો ખાસ આગ્રહ કર્યો હતો. હું ત્યાં ગયો હતો. રાજામહારાજાઓના કેવળ ઓરતોને જ શોભે એવા પોશાક જોઈ હું ખૂબ દુ:ખી થયો. રેશમી ઈજાર, રેશમી અંગરખાં ને ડોકમાં હીરામોતીની માળાઓ! હાથે બાજુબંધ ને પાઘડી ઉપર હીરામોતીનાં લટકણિયાં! આ બધાની સાથે કેડે સોનાની મૂઠવાળી તલવાર લટકતી હોય. આ તેમના રાજ્યાધિકારની નહીં પણ તેમની ગુલામીની નિશાનીઓ હતી એમ કોઈએ કહ્યું. હું માનતો હતો કે, આવાં નામર્દીનાં આભૂષણ તેઓ સ્વેચ્છાએ પહેરતા હશે. મને ખબર મળી કે, આવા મેળાવડામાં રાજાઓએ પોતાનાં બધાં કીંમતી ઘરેણાં પહેરવાં જ જોઈએ એવી ફરજ હતી. મેં જાણી લીધું કે, કેટલાંકને તો આવાં ઘરેણાં પહેરવાનો તિરસ્કાર હતો, ને આવા દરબારના પ્રસંગ સિવાય બીજી કોઈ વખતે તેઓ એવાં ઘરેણાં પહેરતા નહોતા. આ હકીકત કેટલે અંશે સાચી હતી તે હું નથી જાણતો. તેઓ બીજે પ્રસંગેપહેરતા હો યા ન પહેરતા હો, વાઈસરોયના દરબારમાં શું કે બીજે શું, ઓરતોને જ શોભે એવાં આભૂષણો પહેરીને જવું પડે એ જ પૂરતો દુ:ખદ પ્રસંગ છે. ધન, સત્તા અને માન મનુષ્યની પાસે કેટલાં પાપો ને અનર્થો કરાવે છે!


Lord Curzon’s Darbar


Advertisements
Categories: સત્યના પ્રયોગો | Leave a comment

પોસ્ટ સંશોધક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: