સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૧. વિલાયતની તૈયારી
આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.
આ પ્રકરણના થોડા અંશો :
પાસ થયા પછી કોલેજમાં જઈ આગળ ભણતર ચલાવવું એમ વડીલોની ઈચ્છા હતી. મુંબઈમાં પણ કૉલેજ અને ભાવનગરમાં પણ કૉલેજ. ભાવનગરનું ખરચ ઓછું તેથી ભાવનગરની શામળદાસ કોલેજમાં જવાનો ઠરાવ થયો. ત્યાં મને કાંઈ આવડે નહીં, બધું મુશ્કેલ લાગે, અધ્યાપકોના વ્યાખ્યાનોમાં ન પડે રસ ને ન પડે સમજ. આમાં દોષ અધ્યાપકોનો ન હતો, મારી કચાશનો જ હતો. તે કાળના શામળદાસ કૉલેજના અધ્યાપકો તો પહેલી પંક્તિના ગણાતા. પહેલી ટર્મ (એટલે સત્ર) પૂરી કરી ઘેર આવ્યો.
હું શામળદાસ કૉલેજમાં છું એમ સાંભળી કહ્યું : ‘ જમાનો બદદ્લાયો છે. તમ ભાઈઓમાંથી કોઈ કબા ગાંધીની ગાદી સાચવવા માગો તો તે ભણતર વિના નહીં મળે. આ છોકરો હજુ ભણે છે એટલે ગાદી સાચવવાનો બોજો તેની પાસે ઉપડાવવો જોઈએ. તેને હજુ તો ચાર પાંચ વર્ષ બી. એ. થતાં જશે, એને તેટલો વકહ્ત આપવા ઘતાં તેને પચાસ સાથ રૂપિયાની નોકરી મળશે, દીવાન પદ નહીં મળે.
મેં કહ્યું , ‘મને વિલાયત મોકલો તો બહુ જ સારું. કૉલેજમાં ઝટ ઝટ પાસ થવાય એમ નથી લાગતું. પણ મને દાક્તરી ધંધો શીખવવાને ન મોકલાય?’
મારા ભાઈ વચ્ચે બોલ્યાં: ‘એ તો બાપુ ને ન ગમતું. તારી વાતો કરતાં જ તે જહેતા કે આપણે વૈષ્ણવ હાડમાંસ ચૂંથવાનું કામ ન કરીએ. બાપુનો વિચાર તો તને વકીલ બજાવવાનો જ હતો.’
જોશીજીએ ટાપશી પૂરી: ‘મને ગાંધીજીની જેમ દાક્તરી ધંધાનો અણગમો નથી. આપણાં શાસ્ત્રો એ ધંધાને વખોડતાં નથી. પણ દાક્તર થઈને તું દીવાન નથી થવાનો. મારે તો તારે સારુ દીવાનપદ અથવા એથીયે વધરે જોઈએ. તો જ તમારું બહોળું કુટુંબ ઢંકાય.
જોશીજી ગયા. હું તો હવાઈ કિલ્લા બાંધવા મંડી ગયો.
માતુશ્રીને તો કંઈ ગમ ન પડી. તેને વિયોગની વાત જ ન ગમી. પણ પ્રથમ તો તેણે આમ જ કહ્યું: ‘આપણા કુટુંબમાં વડીલ તો કાકા જ રહ્યા. એટલે પહેલી સલાહ તો તેમની લેવાની રહી.
વડીલ ભાઈને બીજો વિચાર સૂઝ્યો: ‘પોરબંદર રાજ્ય ઉપર આપણો હક છે, લેલીસાહેબ ઍડમિનિસ્ટ્રેટર છે. આપણા કુટુંબ વિષે તેમને સારો મત છે. કાકાની ઉપર તેમની અસીમ મહેરબાની છે. તેઓ કદાચ રાજ્ય તરફથી થોડીઘણી મદદ કરે.’
પોરબંદર પહોંચ્યો. કાકાને સાષ્ટાંગ પ્રણામ કર્યા. બધી વાત સંભળાવી. તેમણે વિચારકરી જવાબ આપ્યો:
‘વિલાયત જતાં આપણે ધર્મ સાચવી શકીએ કે નહીં એ હું નથી જાણતો. બધી વાતો સાંભળતાં તો મને શંકા આવે છે. જોને, મોટા બારિસ્ટરોને મારે મળવાનું થાય છે ત્યારે હું તો તેમની રહેણીમાં ને સાહેબોને રહેણીમાં કંઈ ભેદ નથી જોતો. તેમને ખાવા પીવાનો કશો બાધ હોતો નથી. સિગાર તો મોઢામાંથી નીકળે જ નહીં. પહેરવેશ જુઓ તો પણ નાગો. એ બધું આપણા કુટુંબને ન છાજે. પણ હું તારા સાહસમાં વિધ્ન નાખવા નથી માગતો.
મેં લેલીસાહેબ ઉપર ચિઠ્ઠી લખી. તેમણે પોતાને રહેવાને બંગલે મને મળવા બોલાવ્યો. એ બંગલાની સીડી ઉપર ચડતાં ચડતાં તેઓ સાઅહેબ મને મળ્યા, અને ‘તું બી. એ. થા , પછી મને મળજે.
માતા કેમ સમજે? તેણે બધી તપાસો શરૂ કરી હતી. કોઈ કહે, જુવાનીયા વિલાયત જઈ વંથી જાય છે; કોઈ કહે તેઓ માંસાહાર કરે છે; કોઈ કહે દારૂ વિના ન જ ચાલે, માતા એ આબધું મને સંભળાવ્યું. મેં કહ્યું, ‘પણ તું મારો વિશ્વાસ નહીં રાખે? હું તને છેતરીશ નહીં. સોગન ખાઈને કહું છું કે એ ત્રણે વસ્તુથી હું બચીશ. એવું જોખમ હોય તો જોશીજી કેમ જવા દે?’
બેચરજી સ્વામી મોઢ વાણિયામાંથી જૈન સાધુ થયા હતા. જોશીજી જેમ સલાહકાર પણ હતા. તમણે મદદ કરી. તેમણે કહ્યું: ‘હું એ છોકરા પાસે એ ત્રણે બાબતની બાધા લેવડાવીશ, પછી તેને જવા દેવામાં હરકત નહીં આવે.’ તેમણે પ્રતિજ્ઞા લેવડાવી અને મેં માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી. માતાએ આજ્ઞા આપી.
વડીલોના આશીર્વાદ લઈ મુંબઈ જવા નીકળ્યો. મુંબઈની આ પહેલવેલી મુસાફરી હતી. વડીલ ભાઈ સાથે આવ્યા.
પણ સારા કામમા સો વિધ્ન હોય. મુંબઈનું બારું ઝટ છૂટે તેમ નહોતું.
નોંધ: સમગ્ર પ્રકરણમાં ઘણી ટાઈપીંગ ભૂલો છે. લાગતા-વળગતા લોકોએ સુધારવી જોઈએ.