સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨. બચપણ
આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ એક અવતરણ ટાંકવું કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવું પડે.
આ પ્રકરણમાંથી લીધેલ એક ફકરો :
આ જ અરસામાં કોઇ નાટક કંપની આવેલ તેનું નાટક જોવાની મને રજા મળી. હરિશ્ર્ચંદ્રનું આખ્યાન હતું. એ નાટક જોતો હું થાકું જ નહીં. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ જ દે ? પણ મારા મનમાં મેં એ નાટક સેકડો વખત ભજવ્યું હશે. હરિશ્ર્ચંદ્રનાં સ્વપ્નાં આવે. ‘હરિશ્ર્ચંદ્રના જેવા સત્યવાદી બધાં કાં ન થાય ? ’ એ ધૂન ચાલી. હરિશ્ર્ચંદ્રની ઉપર પડેલી તેવી વિપત્તીઓ ભોગવવી ને સત્યનું પાલન કરવું એ જ ખરું સત્ય. જેવી નાટકમાં લખેલી તેવી જ વિપદો હરિશ્ર્ચંદ્રને પડી હશે એમ મેં તો માની લીધેલું. હરિશ્ર્ચંદ્રનાં દુઃખ જોઇ, તેનું સ્મરણ કરી હું ખૂબ રોયો છું. આજે મારી બુદ્ધિ સમજે છે કે હરિશ્ર્ચંદ્ર કોઇ ઐતિહાસિક વ્યકિત નહીં હોય. છતાં મારે મન હરિશ્ર્ચંદ્ર અને શ્રવણ આજે પણ જીવતા છે. હું આજે એ નાટકો વાંચુ તો આજે પણ મને આંસુ આવે એમ માનું છું.