Daily Archives: 17/05/2013

રામ તમે સીતાજીની તોલે ન આવો – અવિનાશ વ્યાસ

રામ… રામ… રામ

દયાના સાગર થઈ ને
કૃપા રે નિધાન થઈ ને
છોને ભગવાન કહેવડાવો

પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ

પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા રે કાનના તમે
ક્યાંના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી

તમારો પડછાયો થઈ ને
વગડો રે વેઠ્યો એને
લોકોની વાતે ત્યાગી દીધી

પતિ થઈ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઈ ફૂલાઓ

પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજીએ રાવણને હરાવ્યો
દૈત્યોના વચ્ચમાં નિરાધાર નારી તોયે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો

મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજયનો લૂટ્યો લ્હાવો

મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો


માવજીભાઈની પરબેથી વધુ એક ઊઠાંતરી


રામ તમે સીતાજીની તોલે ન આવો


ચોરી કરવા માટેય મોકો કે તક જોવી જોઈએ, ખરુને? 🙂


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.