એક વખત મારે અમારા એક સ્વજનની અંતીમયાત્રામાં જવાનું થયું. શબને લઈ જવાને થોડી વાર હતી. બહાર શેરીમાં કુટુંબીજનો અને અન્ય સગા વહાલાઓ આવી રહ્યાં હતા. એકાએક બે પાડા લડતા લડતા શેરીમાં આવી પહોંચ્યાં. કેટલાક લોકો ગભરાઈ ગયાં. એક બે જુવાનીયાઓ તેમને શેરીની બહાર કાઢવા માટે લાકડીઓ લઈને પાછળ પડ્યાં. તેઓ લડતા લડતા બહાર ગયા. થોડી વાર થઈ ત્યાં ફરી પાછા લડતા લડતા શેરીમાં આવ્યાં. ફરી પાછા હિમંતવાન જુવાનીયાઓ તેમને હાંકી કાઢવા માટે પ્રયત્નશીલ થયાં. એક શાણા વડીલે સલાહ આપી કે તેમને બંનેને એક જ બાજુ તગેડશો તો તે સાથે જ રહેશે અને ફરી પાછું તેમનામાં રહેલું ખુન્નસ બહાર આવશે તેથી તે લડવા લાગશે. જુવાનીયાઓએ પુછ્યું કે તો શું કરવું? વડીલે કહ્યું કે બંનેને શેરીના જુદા જુદા છેડે હાંકી કાઢો. જેથી બંને છુટા પડી જશે. તેવી રીતે બંનેને હાંકી કાઢ્યા તેથી તેઓ શાંત થઈ ગયા અને શેરીમાં એકઠા થયેલા લોકોએ હાશકારો અનુભવ્યો.
શેરીમાં માણસો શા માટે એકઠા થયા હતા તેમની સાથે તે પાડાને કશુ લાગતું વળગતું નહોતું. તે પાડાઓને લડવું હતુ અને શેરી તો તેમને લડવાનું માત્ર માધ્યમ હતી.
પાડાઓને શક્ય હોય તો લડતા અટકાવવા અને જો શક્ય હોય તો શેરીની બહાર કાઢી મુકવા પણ શેરીને લડાઈનું માધ્ય્મ ન બનવા દેવું જોઈએ.
આ જગતમાં કેટલાયે પાડાઓ મનુષ્યરુપે ઝગડ્યા કરતાં હોય છે. આપણાં મનની શેરીમાં આવા પાડાઓની લડાઈને દાખલ ન થવા દેવી તેમાં જ શાણપણ રહેલું છે.
બંધ બેસતી પાઘડી પહેરવાની છૂટ હોય તો એક પાડો તમે હાંકી કાઢશો તો પણ ટેવને કારણે તમારી ડેલીએ રોટલી કે જમ્યા પછીના ‘ધોણ’ની આશામાં આવી જાય તો વાંધો તો નહીં લો ને – કે ભાઈ તું આવ્યો તો તારો દુશ્મન પણ લાગમાં જ છે; એય આવી પહોંચશે, માટે તું તો જા!
લડતા પાડા સારા નહીં ક્યારેક નવાણીયા કુટાઈ જાય.
પેલી કહેવત નથી કે :
પાડે પાડા બાધે એમાં ઝાડનો ખો નીકળી જાય.
આ તો મારી નજર સમક્ષ બનેલો બનાવ છે. બોધકથા સત્યઘટના પર આધારિત છે.
બધી લડાઈ સર્વાઈવલ માટેની નથી હોતી. કેટલીક લડાઈ તો સાવ નજીવા કારણસર કે અહમના ટકરાવથી ઉભી થયેલી હોય છે. બીનજરુરી લડવાની પાશવી વૃત્તી પર કાબુ મેળવવો તેમાં મનુષ્યત્વ રહેલું છે.
સાચી વાત છે.
nani pan chotdar vaat ane saar …
તમારા ૫૦ પ્રશ્નો ઘણાં વિચારપ્રેરક છે. હવે તમે વનમાં પ્રવેશ્યા એમને? વનપ્રવેશની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
thank you very much Atul bhai …
ગમ્યું
________________________________
સત્ય વચન.
જો કે આ સત્યઘટના આધારીત બોધકથા કંઈક ગુઢાર્થ પણ ધરાવે છે એ જાણ્યું. એમ હોય તોયે મુળ ભાવના તો શાંતપણે એકમેવને સમજવાની અને નિર્દોષ ઝાડોનો ખો ન નીકળી જાય એટલું ધ્યાન રાખવાની જ છે, આવકારપાત્ર છે.
હવે વળી ખરેખરા પાડાની જ વાત, અમારી બાજુ આમ પાડાઓ આકરે પાણીએ થઈ જાય એટલે સૌ કહે કે એની પર પાણી છાંટો. કહે છે કે પાણી છાંટવાથી એ ટાઢા પડી જાય. જો કે મને આવો અનુભવ નથી. પણ આ ઉપાય બરાબર કે નહિ એ કોઈ જાણકાર જણાવે એ અર્થે અહીં લખું છું. સરસ બોધકથા અને શાણા વડીલની સલાહ પણ ધ્યાને રાખવા લાયક છે. ધન્યવાદ.
સામાન્ય રીતે પાલતુ પ્રાણીઓ પાણી નાખવાથી શાંત થઈ જતા હોય છે. હિંસક અથવા તો
વન્ય પ્રાણીઓ અગ્નિ દેખાડવાથી ડરીને ચાલ્યા જતા હોય છે તેવું અનુભવીઓ કહેતા હોય
છે.
એક નિયમ એવો તારવી શકાય કે પાણી શાંતીપ્રદાન કરે છે જ્યારે આગ ડર ઉત્પન્ન કરે
છે.