સંકુચિત કોણ છે?

મિત્રો,

આજે મેં આપણાં જાણીતા રેશનાલીસ્ટ બ્લોગર શ્રી ગોવિંદભાઈના બ્લોગ અભીવ્યક્તિ પર શ્રી મોહમ્મદ માંકડ સાહેબનો એક લેખ વાંચ્યો.

નવાં જ્ઞાન-વીજ્ઞાન માટે તમારાં દ્વાર ખુલ્લાં રાખજો

તે લેખ સારો છે. શ્રી મોહમ્મદ માંકડ સાહેબ પ્રસિદ્ધ લેખક છે. તેમનો એક બીજો લેખ કેલીડોસ્કોપ અંતર્ગત પ્રસિદ્ધ થયેલો તે પણ મને વાંચવા વંચાવવા યોગ્ય લાગ્યો.


હમણાં એક ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછવામાં આવેલો કે, “એવી કઈ વસ્તુ છે કે જે કીમતી (માનવામાં આવતી) હોવા છતાં માણસ એનો ઉપયોગ પોતાના માટે નથી કરતો અને બીજાને એ ઉદારતાથી આપી દે છે?”

એનો જવાબ છે : શિખામણ, સલાહ.

જોકે હવે તો શિખામણ કે સલાહ પણ સહેલાઈથી મળવાનું બંધ થવાનું છે, કારણ કે એના માટે ફી લઈને સલાહ આપનાર એક વ્યાવસાયિક વર્ગ જ તૈયાર થઈ રહ્યો છે.

આમ છતાં હજુ આપણે ત્યાં નાના-મોટા, ગરીબ-પૈસાદાર કે વિદ્વાનથી લઈને મૂર્ખ ગણાતી કોઈ પણ વ્યક્તિ પાસે જેની છત છે, છૂટ છે એ વસ્તુ સલાહ, શિખામણ છે. દરેક પાસે એનો ભંડાર ભરેલો છે અને બીજાને એ આપવા માટે તેઓ ઉત્સુક જ હોય છે.


સંપૂર્ણ લેખ અહીં ક્લિક કરવાથી વાંચી શકાશે :


આ લેખની લિંક મેં અભીવ્યક્તિના બહોળા વાચક વર્ગના હિતાર્થે કોમેન્ટમાં આપી હતી. તેમને કદાચ તે કોમેન્ટ યોગ્ય નહીં લાગી હોય તેથી તેમણે તે રદ કરી નાખી. એમ તો તેમણે શ્રી જગદીશભાઈ જોષીની પણ એક કોમેન્ટ રદ કરી નાખી છે.


મારો પ્રશ્ન તે છે કે જો તમે જ્ઞાન વિજ્ઞાનના દરવાજા ખુલ્લા રાખવાની વાત કરી રહ્યાં હો તો યોગ્ય કોમેન્ટ માટે દ્વાર ખુલ્લાં રાખવા જેટલું મોટું મન કેમ રાખી નથી શકતા?


Categories: પ્રશ્નાર્થ | Tags: | 5 Comments

Post navigation

5 thoughts on “સંકુચિત કોણ છે?

 1. બ્લૉગ વાંચ્ન આરાની સંખ્યા સેંકડોમાં હોય છે, પણ છાપું વાંચનારાની સંખ્યા હજારોમાં હોય છે. આ સંયોગોમાં મને તો અખબારમાં ગુજરાતીમાં છપાયેલો લેખ પૂરેપૂરો બ્લૉગ તરીકે લેવાનું ઔચિત્ય જ સમજાતું નથી! હા, કોઈ અન્ય ભાષાનું અખબાર હોય, જે આપણે સામાન્ય રીતે વાંચતા ન હોઈએ તેમાંથી લેખ લઈએ તો વાચકોને કઈંક નવું ગુજરાતી અખબા્રમાં ન મળ્યું હોય તેવું આપ્યું ગણાય.

  • શ્રી દિપકભાઈ,

   અભીવ્યક્તિ પર વાચકોને નવું વાચવા મળે તે માટે નહીં પણ તેમના મતને સમર્થન મળતું હોય તેવા લેખો જ અભીવ્યક્ત કરવાનાં આવતા હોય છે. પછી ભલેને તે તેમના બ્લોગ કરતાં મુળ જગ્યાએ અનેક ઘણાં વધારે વંચાતા હોય. ઓહ માય ગોડ વિશે શ્રી જય વસાવડાએ હજુ તો લેખ લખ્યાની સ્યાહી પણ સુકાણી નહોતી ત્યાં તો તે અભીવ્યક્તિ પર કોપી-પેસ્ટ થઈને આવી ગયો હતો. મુળભૂત વિચારકો આપણે ત્યાં ચારે તરફ પથરાઈને પડ્યાં છે અને લોકો ત્યાં સીધું જ વાંચી લેતાં હોય છે.

   અભીવ્યક્તિ પર સહુથી વધુ વાંચવા લાયક લેખો શ્રી મુરજીભાઈ ગડાના હોય છે.

 2. ગોવીન્દ મારુ

  વહાલા અતુલભાઈ,
  ‘અભીવ્યક્તી’ એના નામ પ્રમાણે સાચે જ મુક્ત અભીવ્યક્તીનું પ્લેટફોર્મ છે.. મારા બ્લોગ પર પ્રતીભાવ આપવાનો દરેક વાચકમીત્રને હક્ક છે. પરન્તુ કેટલાક મીત્રો અતીરેક કરે છે, વીષયાન્તર કરે છે. તેનાથી તમે સુમાહીતગાર છો જ… લાંબા અનુભવને અંતે તે માટે કેટલાક નીયમો કરવા પડ્યા છે. જેમ કે :
  કોઈ પોતાના વ્યવસાય કે પોતાના બ્લોગની જાહેરાત માટે લીંક મુકે, કોઈ વીડીયો ક્લીપીંગ મુકે, વળી કોઈ તો ‘મારો આ બ્લોગ જુઓ ને તે બ્લોગ જુઓ’ જેવી ખુલ્લી જાહેરાત માટે જ ઉપયોગ કરે !
  છેવટે આ બાબતમાં એવું નક્કી થયું કે લીંકવાળી કોઈપણ પ્રકારની કૉમેન્ટ એપ્રુવ ન કરવી અને વેબસાઈટ થકી જો મુકાઈ જ ગઈ હોય તો તે રદ કરવી.. તેથી તમારી કૉમેન્ટ પણ મારે દુ:ખ સાથે રદ કરવી પડી છે.. બસ, એ સીવાય બીજું કોઈ કારણ નથી.

  • શ્રી ગોવિંદભાઈ,

   શ્રી મોહમ્મદ માંકડની તે લેખની લિંક આ લેખ સાથે સુસંગત હતી. હું તે દર્શાવવા માંગતો હતો કે એકનો એક લેખક જ્યારે એક વિષય પર લખે ત્યારે તે કશુંક લખે છે અને બીજા વિષય પર લખે ત્યારે તે કશુંક અન્ય પ્રકારનું લખે છે. આ લેખમાં શ્રી મોહમ્મદભાઈએ જ્ઞાન વિજ્ઞાનના દ્વાર ખુલ્લાં રાખવાની સલાહ આપી છે જ્યારે તેમના જ અન્ય લેખ પર સલાહ ન આપવાની વાત લખી છે.

   કોમેન્ટ રદ કરો તેનો કશો વાંધો નથી પણ તે રદ કરવાનું કારણ જણાવવું જોઈએ જે આપે જણાવ્યું છે. પ્રત્યેક મનુષ્ય પોત પોતાની આગવી પૃષ્ઠભૂમિ લઈને આવે છે. સ્વાભાવિક છે કે તુંડે તુંડે મતિર્ભીન્ના રહેવાની. મનુષ્યને સહુથી શ્રેષ્ઠ ભેટ બુદ્ધિની મળેલ છે તેથી અનેક વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનુ કાર્ય નીર્ણયાત્મક બુદ્ધિનું હોય છે. જો પ્રત્યેક વ્યક્તિને મુક્ત રીતે પૂર્વગ્રહ વગર અભિવ્યક્ત થવા દેવામાં આવે તો છેવટે પ્રત્યેકની બુદ્ધિ જ યોગ્ય નીર્ણય લઈ શકતી હોય છે કે શું સારુ છે ને શું નબળું છે.

   જો તમે અગાઉ જાહેર કર્યું હોત કે હવે પછી પ્રતિભાવોમાં લિંક આપવી નહીં તો આ પ્રકારે ગેરસમજ થવાનો પ્રશ્ન ન ઉભો થાત.

   કેટલાક લોકો ત્યાં અતિશયોક્તિ કરે છે તે હકીકત છે પણ તેમની યે કોમેન્ટ રદ કરતાં પહેલાં તેમને ચેતવણી આપવી જોઈએ તેવો મારો મત છે.

  • શ્રી ગોવીન્દભાઈ,
   ઘણી વાર મૂળ વિષયને અનુરૂપ લિંક નથી હોતી, એ સાચી વાત છે.વળી તમારા બ્લૉગ પર શું કરવું તેનો નિર્ણય તમે જ લઈ શકો. સામાન્ય રીતે આખા ગુજરાતમાં વંચાતાં વર્તમાન પત્રોના લેખો બ્લૉગ પર આવે તો હું કૉમેન્ટ કરવાનું ટાળું છું. માત્ર અમુક પ્રદેશનાં છાપાંમાં આવેલો લેખ આપો તો હું કદાચ કૉમેન્ટ કરૂં. મૂળ વાત એ કે છાપામાં આવેલા લેખ પર મારે કૉમેન્ટ પણ છાપામાં જ કરવી જોઈએ, એમ મને લાગતું હોય છે.
   મહંમદ માંકડનો તમે લીધેલો લેખ પોતે પણ એક લિંક જ છે ને! લેખકે પોતે જ મોકલેલો સ્વતંત્ર લેખ તો નથી જ. આમ લિંકવાળી કૉમે્ન્ટની બાબતમાં હજી વધારે વિવેકપૂર્ણ અને તાર્કિક નીતિ ઘડવી જરૂરી છે કે નહીં, તે વિચારવાનું સૂચવું છું. લિંક કયા પ્રકારની છે તે વિચારીને કૉમેન્ટ રાખવી કે રદ કરવી તે નક્કી કરી શકાય એમ મને લાગે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: