Monthly Archives: April 2013

અનટુ ધિસ લાસ્ટ – ચાલો વાંચીએ (૫)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૧, પ્રતિષ્ઠાના મૂળ

કેન્દ્રવર્તી વિચાર : સમાજનાં ધારણ-પોષણ અને વિકાસનો માર્ગ વ્યક્તિનાં પ્રેમમય ત્યાગ-પ્રધાન જીવન વડે રચાય છે. આ માર્ગ સ્વીકારીને ચાલતા વ્યવસાય અન્યનું ધન છિનવી લેવાની ગીધવૃત્તિનો ત્યાગ કરે છે અને તે જ સમાજમાં પ્રતિષ્ઠા પામે છે, બીજા નહીં.

તેમાં કુલ ૭૫ ફકરા છે.

આજે આપણે પ્રથમ નિબંધના ૩૭ થી ૭૫ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.

૩૭ થી ૪૪.  ડોક્ટરની ફીના દરનો આધાર મહેનતાણાની માંગ પર નથી, એ બજારભાવ વડે વધઘટ પામે નહીં, તેમજ તેના ભાવ ઘટે નહીં. તે પ્રમાણે શ્રમિકના વેતન પણ ઘટવાં જોઈએ નહીં.

૪૫. ઊંચા દરની છૂટક રોજી પવિત્ર શ્રમને બજારભાવની ચીજ બનાવે તે કરતાં નીચા દરની બાંધ્યા વેતનની કાયમી નિયમિત રોજી વધારે સારી.

૪૬. કાયમી નીચા દરની નિયમિત રોજી વધુ સારી એવી સમજણ તૃષ્ણાને સ્થાને સંતોષ માગે છે. સ્વાર્થમય રસ્તે ધનના સંગ્રહને સ્થાને સ્વાર્થનાં ત્યાગ-બલિદાન વડે મળતી સંતોષરૂપી સંપત્તિની સમૃદ્ધિ સમાજમાં કોઈ પણ વ્યવસાયની પ્રતિષ્ઠાનાં મૂળમાં છે.

૪૭ થી ૬૧. કોઈ આર્થિક પ્રવૃત્તિ સમાજને ભલે ઉપયોગી હોય તેમ છતાં તે વ્યક્તિગત લાભ કે નફા માટે હોય તો લોકનજરમાં પ્રતિષ્ઠા પામી શકતી નથી.

૬૨ થી ૬૯. વ્યાપારીની સાચી ભૂમિકા ત્યાગમાં છે.

૭૦ થી ૭૩. કર્મચારી-મજૂર શ્રમિક સાથે કારખાનેદાર માલિકે વડીલ-પિતા જેવા વાલી તરીકે વર્તવાનું છે.

૭૪ થી ૭૫. નફાલક્ષી મૂડીવાદી આર્થિક સિદ્ધાંત અને તે મુજબના વ્યવહાર રાષ્ટ્ર માટે વિઘાતક વિનાશની દીવાલ જેવા બને છે.

પ્રથમ નિબંધનો સંક્ષિપ્ત સાર પૂર્ણ થયો. જેમને વધુ વાચવાની જીજ્ઞાસા થઈ હોય તેમણે મુળ પુસ્તક નીચે આપેલ લિંક પરથી સરનામુ મેળવીને મંગાવી લેવા અનુરોધ છે. હવે પછી આપણે અનુકુળતા મુજબ બીજા નિબંધનો સાર જોવાના છીએ તો આવતા રહેશો…

પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.

Categories: વાંચન | Tags: , , | Leave a comment

અનટુ ધિસ લાસ્ટ – ચાલો વાંચીએ (૪)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૧, પ્રતિષ્ઠાના મૂળ

કેન્દ્રવર્તી વિચાર : સમાજનાં ધારણ-પોષણ અને વિકાસનો માર્ગ વ્યક્તિનાં પ્રેમમય ત્યાગ-પ્રધાન જીવન વડે રચાય છે. આ માર્ગ સ્વીકારીને ચાલતા વ્યવસાય અન્યનું ધન છિનવી લેવાની ગીધવૃત્તિનો ત્યાગ કરે છે અને તે જ સમાજમાં પ્રતિષ્ઠા પામે છે, બીજા નહીં.

તેમાં કુલ ૭૫ ફકરા છે.

આજે આપણે પ્રથમ નિબંધના ૨૧ થી ૩૬ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.

૨૧ થી ૨૩. પ્રેમનો નિયમ વિશ્વવ્યાપી છે.

૨૪-૨૫. પ્રેમભાવ આર્થિક વ્યવહારમાં પણ પ્રેરક-ચાલક છે.

૨૬ થી ૨૮. સૈન્યમાં પ્રેમસંબંધ જીવંત હોય છે.

૨૯-૩૦. નફા માટેની વ્યાપારી ગણતરીમાં પ્રેમ નથી.

૩૧. પ્રેમનું વ્યવહાર વડે આચરણ શક્ય છે. શ્રમિકને જીવનધોરણની સલામતી આપનાર સિદ્ધાંત આપવાને બદલે અર્થશાસ્ત્રીઓએ નીચામાં નીચા વેતન વ્યાજબી ઠેરવનાર અનૈતિક મૂડીવાદનો સમર્થક ’વેતનનો લોખંડી સિદ્ધાંત’ આપ્યો. તેથી સમાજમાં પ્રેમભાવને સ્થાને સંઘર્ષની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

૩૨ થી ૩૬. વેતનમાં શ્રમિકના ન્યાયનું સર્વોપરિ મૂલ્ય બનવું જોઈએ, માલિકના નફાનું નહીં.

પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.

Categories: વાંચન | Tags: , , | Leave a comment

વર્ગીકૃત રીતે બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણનું ક્રમાંકન

મિત્રો,

લાંબી પ્રતિક્ષાના અંતે આપણને બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણ – ૨૦૧૩નું પરીણામ મળ્યું છે. આ પરીણામ મતના આધારે નીચે પ્રમાણે છે.

http://funngyan.com/bgbs1303/

બ્લોગ જગતમાં બે પ્રકારના બ્લોગરો છે.

૧. સ્વતંત્ર મૌલિક રીતે લખાણ લખનારા.

૨. જુદા જુદા કવિઓ, લેખકો, સાહિત્યકારોની વિવિધ કૃતિઓને સંપાદીત કરીને પ્રકાશીત કરનારા.

આ ઉપરાંત કેટલાંક બ્લોગરો સ્વતંત્ર રીતે લખી શકે છે અને સાથે સાથે ગમતાનો ગુલાલ પણ કરતાં રહે છે. તેમને ક્યાં વર્ગમાં રાખવા તે દ્વિધા હોવાથી તેમનેય સંપાદન કરનારા જ ગણી લઈએ.

આ પ્રમાણે વર્ગીકૃત કર્યા બાદ જો આ સર્વેક્ષણનું ક્રમાંકન જોઈએ તો તે કાઈક આવા પ્રકારનું મળે છે.

મૌલિક લખાણ લખનારા બ્લોગને આ રીતે ક્રમાંકીત કરી શકાય.

1.પ્લાનેટ જેવી (જય વસાવડા)

2.મારા વિચારો, મારી ભાષામાં! (કાર્તિક મિસ્ત્રી)

3.Good છે! (અધીર અમદાવાદી)

4.અસર – યશવંત ઠક્કર

5.કુરુક્ષેત્ર (ભુપેન્દ્રસિંહ રાઓલ)

6.સાયબર સફર (હિમાંશુ કિકાણી)

7.શબ્દો છે શ્વાસ મારા (વિવેક ટેલર)

8.Nirav Says (નીરવ)

9.હું સાક્ષર… (સાક્ષર ઠક્કર), એક નજર આ તરફ… (હર્ષલ પુષ્કર્ણા), NET ગુર્જરી (જુગલકિશોર વ્યાસ) અને ઈન્ટરનેટ પર વેપાર.. ગુજરાતીમા! (મુર્તઝા પટેલ)

૧0.વાંચનયાત્રા (અશોક મોઢવડિયા), વેબ ગુર્જરી

11. News Views Reviews (કિન્નર આચાર્ય), પ્રત્યાયન (પંચમ શુક્લ)

12.ઊર્મિ સાગર (મોના નાયક), શિશિર રામાવત, ગુજરાતી વર્લ્ડ (ઉર્વિશ કોઠારી)

૧3.રખડતાં ભટકતાં (પ્રિમા વિરાણી)

14.અભિન્ન (ચિરાગ ઠક્કર), મારી બારી (દીપક ધોળકિયા), પરમ સમીપે (નીલમ દોશી),

15.નાઈલને કિનારેથી (મુર્તઝા પટેલ), ગદ્યસૂર (સુરેશ જાની)

મેગેઝીન પ્રકારના બ્લોગને આ પ્રમાણે ક્રમાંકીત કરી શકાય.

1. રીડ ગુજરાતી (મૃગેશ શાહ)

2. અક્ષરનાદ (જિજ્ઞેશ અધ્યારુ)

3. લયસ્તરો (તીર્થેશ મહેતા, વિવેક ટેલર, ધવલ શાહ)

4. મોરપીંછ (હિના પારેખ)

5. ટહુકો (જયશ્રી ભક્ત)

6. રણકાર (નીરજ શાહ)

7. દાદીમાની પોટલી (અશોક દેસાઈ),

8. નીરવ રવે (પ્રજ્ઞા વ્યાસ)

9.અભિવ્યક્તિ (ગોવિંદ મારુ), હાસ્ય દરબાર (ધવલ રાજગીરા)

10.સમન્વય (ચેતના શાહ)

અવર્ગીકૃત રીતે બાકીના બ્લોગને મત પ્રમાણે જે તે સ્થાને યથાવત  રાખીએ તો:

21. ચરખો (રૂતુલ જોશી), માઉન્ટ મેઘદૂત, અભિષેક, એજ્યુકેશન હબ, માવજીભાઈ

22.સુરતી ઉંધીયું, ચિંતનની પળે, પદાર્થે સમર્પણ, હેમ કાવ્યો, સળગતો શશિ

23.મેઘધનુષ, એજ્યુ સફર, હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ, ઝબકાર, શિક્ષણ સરોવર, બસ એજ લિ. યુવરાજ, રીડ થિંક રીસ્પોન્ડ, અશ્વિન પટેલનો બ્લોગ, વેબ મહેફિલ, શબ્દ પ્રીત, સેતુ (લતા હિરાણી)

24. વિજયનું ચિંતન જગત, ગોદડિયો ચોરો, ધોળકિયા, ચંદ્ર પુકાર, પેલેટ, મારૂં ગુજરાત, વિનોદ વિહાર, ગુજરાતી સાહિત્ય સરિતા, અક્ષિતારક, શબ્દોને પાલવડે, મારી વાત, આકાશદીપ

25. સબરસ ગુજરાતી, જરા અમથી વાત, સ્વર્ગારોહણ, ગઝલનો ગુલદસ્તો, એક ઘા-ને બે કટકા, મારું બહારવટું, કવિતાનો ‘ક’, મીતિક્ષા, ટહુકાર, આતાવાણી, અનડિફાઈન્ડ હું

સર્વેક્ષણના આયોજક, બ્લોગરો અને વાચકોની જય હો !

ગુજરાતીઓને ગુજરાતી માટે ગુજરાતી દ્વારા અભીનંદન…

——————————————————————————-

Categories: ટેકનીકલ/તકનીકી, લોકમત | Tags: , , | 15 Comments

અનટુ ધિસ લાસ્ટ – ચાલો વાંચીએ (૩)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૧, પ્રતિષ્ઠાના મૂળ

કેન્દ્રવર્તી વિચાર : સમાજનાં ધારણ-પોષણ અને વિકાસનો માર્ગ વ્યક્તિનાં પ્રેમમય ત્યાગ-પ્રધાન જીવન વડે રચાય છે. આ માર્ગ સ્વીકારીને ચાલતા વ્યવસાય અન્યનું ધન છિનવી લેવાની ગીધવૃત્તિનો ત્યાગ કરે છે અને તે જ સમાજમાં પ્રતિષ્ઠા પામે છે, બીજા નહીં.

તેમાં કુલ ૭૫ ફકરા છે.

આજે આપણે પ્રથમ નિબંધના ૧૧ થી ૨૦ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.

૧૧. અર્થશાસ્ત્રનો વેતનનો લોખંડી સિદ્ધાંત માનવીય ન્યાયથી વિરુદ્ધ છે. તેમ જ હડતાળ વખતે અનુચિત માગણી પણ સમાજના આર્થિક હિતમાં નથી.

૧૨. માપદંડ છે ન્યાયનો. કેમ કે એ જ સર્વોપરિ મૂલ્ય છે. બજારમાં ઊંચા ભાવ મળે તે રીતે નફા માટે ઉપયોગી પ્રવૃત્તિની વિચારણા કરવા જતાં અનેક પ્રકારના પરસ્પર આધારિત સંકુલ પ્રવૃત્તિઓ વચ્ચે સંબંધ ગોઠવણીના સવાલ પેદા થાય છે. તેના નિયમનું જડ માળખું એકને બચાવવા જતાં અન્યને કચડે. અર્થશાસ્ત્ર વડે સિદ્ધાંતોની રચના બજારમાં ભાવ વધુ મેળવવા માટે નહીં પણ માનવ-માનવ વચ્ચેના સંબંધમાં ન્યાય વધારવા માટે કરવામાં આવે તે જરૂરી છે.

૧૩. મુક્ત અર્થતંત્રમાં સ્પર્ધા વડે નફાની સંપત્તિ મળશે જ એ કોઈ જાણી શકતું નથી, સમાજ માટે તો તે વડે વિનાશ જ મળે છે. જ્યારે ન્યાય બીજાને અને પોતાને શાથી મળશે તેમાં અનિશ્ચિતતા નથી. તેથી ન્યાય માટે વિચાર હિતકર છે.

૧૪ થી ૧૮. ન્યાયનો સિદ્ધાંત પ્રેમ છે. અન્યને ન્યાય મળે તે વલણ અન્ય વ્યક્તિ પ્રતિ પ્રેમ વડે પ્રગટે છે. મૂડીવાદના આર્થિક સિદ્ધાંત બતાવે છે કે શ્રમિકના વેતનદર બજારભાવ મુજબ નીચામાં નીચા હોય તેથી સમાજને વધારે લાભ થશે, તેમાં ન્યાયનો અભાવ છે.

૧૯-૨૦. માનવ તે કેવળ વેતન અને તેની શરતો મુજબ કામ આપનાર મજૂર, નોકર કે નિર્જીવ યંત્ર નથી. તેની સાથે આર્થિક સ્વાર્થ ગૌણ રાખીને પ્રેમ વડે તેનાં કલ્યાણની કાળજી લેવાથી તેના જીવનને સુખ આપનારા વ્યવહાર વડે તેના સંબંધ સંઘર્ષરહિત બનશે.

પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.

Categories: વાંચન | Tags: , , | 1 Comment

અનટુ ધીસ લાસ્ટ – ચાલો વાંચીએ (૨)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૧, પ્રતિષ્ઠાના મૂળ

કેન્દ્રવર્તી વિચાર : સમાજનાં ધારણ-પોષણ અને વિકાસનો માર્ગ વ્યક્તિનાં પ્રેમમય ત્યાગ-પ્રધાન જીવન વડે રચાય છે. આ માર્ગ સ્વીકારીને ચાલતા વ્યવસાય અન્યનું ધન છિનવી લેવાની ગીધવૃત્તિનો ત્યાગ કરે છે અને તે જ સમાજમાં પ્રતિષ્ઠા પામે છે, બીજા નહીં.

તેમાં કુલ ૭૫ ફકરા છે.

આજે આપણે પ્રથમ નિબંધના 6 થી 10 ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.

૬. અર્થશાસ્ત્રના સિદ્ધાંત વ્યવહારુ નથી. મહત્તમ નફા માટે અર્થશાસ્ત્રે સ્પર્ધા અને પેઢીની સમતુલાના સિદ્ધાંતો આપીને સમાજમાં મૂડીવાદની સ્થાપના કરી, તેમાં માનવીય ગૌરવને પોષક વાતાવરણની આશા રહી નથી.

૭. મુડીવાદના અર્થશાસ્ત્રને પરિણામે સમાજ હિંસામય બન્યો.

૮. વર્ગ સંઘર્ષ સંબંધી માર્ક્સના સમાજવાદની વિચારણા ખોટી છે. અસમાન વચ્ચે સંઘર્ષ કુદરતી નિયમ નથી. સમાજવાદની વિચારણા આ રીતે પાયાથી ભૂલભરેલી છે.

૯-૧૦. માણસના વર્તનમાં સંઘર્ષ જોવા મળે તે પરથી સમાજરચનાને તેને આધારે વિચારવામાં તર્કદોષ છે; કેમ કે સંઘર્ષ સતત સ્થિર એવું પરિબળ નથી, પરિસ્થિતિજન્ય હોવાથી તેને આધારે પ્રતિસિદ્ધાંત તારવવાની સામ્યવાદની નિયતીનો સિદ્ધાંત અતાર્કિક ઠરે છે. શ્રમ-કલ્યાણ વડે પરિસ્થિતિજન્ય સંઘર્ષ નિવારી શકાયો. તેથી મૂદીવાદી ઈગ્લેંડમાં સામ્યવાદની નિયતી સાચી રહી નહીં. પ્રાણીજગતના હિંસક નિયમો જેવા આ સમાજવાદી સિદ્ધાંત માનવ સંસ્કારિતા માટે અપનાવી શકાય તેમ નથી.

પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.

Categories: વાંચન | Tags: , , | Leave a comment

અનટુ ધીસ લાસ્ટ – ચાલો વાંચીએ (૧)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૧, પ્રતિષ્ઠાના મૂળ

કેન્દ્રવર્તી વિચાર : સમાજનાં ધારણ-પોષણ અને વિકાસનો માર્ગ વ્યક્તિનાં પ્રેમમય ત્યાગ-પ્રધાન જીવન વડે રચાય છે. આ માર્ગ સ્વીકારીને ચાલતા વ્યવસાય અન્યનું ધન છિનવી લેવાની ગીધવૃત્તિનો ત્યાગ કરે છે અને તે જ સમાજમાં પ્રતિષ્ઠા પામે છે, બીજા નહીં.

તેમાં કુલ ૭૫ ફકરા છે.

આજે આપણે પ્રથમ નિબંધના પ્રથમ પાંચ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.

૧-૨ : જગતની આર્થિક વિટંબણાનાં મૂળ અર્થશાસ્ત્રમાં છે. ધનવાન બનવા સંપત્તિ એકઠી કરવાના હેતુથી નફાની પ્રેરણા વડે સમાજ ચાલે છે એવું માની અર્થશાસ્ત્ર પ્રેમનાં માનવીય મૂલ્યોના પરિબળને અવગણે છે.

૩: માણસના જીવનના તમામ વ્યવહારમાં પ્રેમ નિરપવાદપણે સતત રહેનાર પરિબળ છે. તેથી તે સ્થિર પરિબળ છે. તેને ગણતરીમાં લઈને પછી જ નફા જેવી અસ્થિર, પ્રેરણાનાં પરિબળ ગણતરીમાં લઈ શકાય.

૪. પ્રેમના સ્થિર પરિબળને આધારે રચાયેલ શાસ્ત્રના સિદ્ધાંત વડે સ્થિર વિકાસ દર ધરાવનારા સમાજની રચના થાય. નફા જેવા, સામાજિક ન્યાયના ભંગ વડે નુકસાનકારક બનેલા સિદ્ધાંત સમાજમાં વિનાશકારી વિષમતાઓ જ પેદા કરે.

૫. માનવી પ્રેમમય જીવન વિકાસની સમાજરચના માગે છે, તેને બદલે આ અર્થશાસ્ત્ર માનવસમાજનું નફાની ગણતરી માટે જડ માળખામાં રૂપાંતર કરે છે.

પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.

Categories: વાંચન | Tags: , , | Leave a comment

અનટુ ધિસ લાસ્ટ

મિત્રો,

નાણાંકીય વર્ષની શરુઆતે અને અંતે મારે થોડું વધારે કામકાજ રહે. આમ તો સેવાકીય વ્યવસાય હોવાને લીધે આખું વર્ષ થોડું કાર્ય રહેતું હોય છે. જો કે સ્વતંત્ર વ્યવસાય હોવાને લીધે, ઘરેથી જ વ્યવસાય ચલાવતો હોવાને લીધે તથા કોઈની નોકરી ન કરતો હોવાને લીધે ઈચ્છું ત્યારે રજા કે વેકેશન મેળવી શકું તે સ્વતંત્રતાનો આનંદ તો જેમણે માણ્યો હોય તે જ જાણે. હા તેટલું ખરું કે આવી સ્વતંત્રતા મેળવવા માટે સંતોષ, કાર્યનિષ્ઠા અને પછેડી પ્રમાણે સોડ તાણવાની આવડત હોવી જરુરી છે.

નેટ ગુર્જરીએ ઘણાં વખતથી વાંચવાની ઈચ્છા હતી તે પુસ્તકનું સરનામું બતાવ્યું.

Un_to_This_Last_1

Un to this last

અક્ષરભારતીના શ્રી ધર્મેન્દ્રભાઈ શાહે તે પુસ્તક મોકલી આપ્યું.

બંનેનો આભાર માનીને થોડો વખત બ્લોગ-મિત્રોના બ્લોગનું વાંચન મુલતવી રાખીને આ પુસ્તક વાંચન માટે સમય ફાળવીશ.

તો દોસ્તો, થોડો વખત હું આપની પોસ્ટ ન વાંચુ, પ્રતિભાવ ન આપું કે Like ન કરું તો ચલાવી લેશો ને?

મનમાં ભલેને તમે કહેતા હોવ કે “અલ્યા તું વાંચ કે ન વાંચ અહીં શું ફરક પડે છે” તોયે મોઢા મોઢ તેવું નહીં કહેતા હો…

Categories: વાંચન | Tags: , | 4 Comments

Create a free website or blog at WordPress.com.