શું સુર્ય કદી કોઈને ય પ્રકાશ આપવાનો ઈન્કાર કરે?
શું નદી કોઈને ય તેનુ જળ આપવાનો ઈન્કાર કરે ખરી?
શું હવા કદી કહે કે ખબરદાર જો મારામાંથી પ્રાણવાયું શ્વસ્યો છે તો?
પૃથ્વી કોઈને કહે છે કે હું આશરો નહીં આપુ?
શું આકાશ કદી કોઈને ય અવકાશ ન આપે તેવું બને ખરું?
ભેદભાવ અને માલીકી ભાવ સહુથી વધુ કોનામાં છે?
આદીવાસી અને જંગલી પ્રજાઓમાં કે પ્રાણીઓમા?
ના તે તો માત્ર તેમના પ્રાકૃતિક સ્વભાવ પ્રમાણે કુદરતી જીવન ગાળે છે.
માણસ ને માણસથી સહુથી વધુ વિભાજીત કરનારું તત્વ હોય તો તે છે બુદ્ધિ. જેમ માણસ વધારે બુદ્ધિશાળી તેમ તે અન્યનું હિત કે અહિત વધારે કરી શકે. આ જગતનું વધારેમાં વધારે હિત બૌદ્ધિકોએ કર્યુ છે અને સાથો સાથ આ જગતની સર્વ વિસંવાદીતાના મુળમાંયે બૌદ્ધિકોનો ફાળો રહ્યો છે.
આદીવાસી તીર કામઠાંથી એક બે પ્રાણીઓનો શીકાર કરશે જ્યારે બુદ્ધિશાળી દેશો વૈજ્ઞાનિકોની મજુરીથી વિઘાતક શસ્ત્રો દ્વારા અન્ય દેશો પર દાદાગીરી કરશે.
અન્યનું અને સ્વનું અહીત કરનારી એક બીજી ખતરનાક વૃત્તિનું નામ છે ધીક્કાર અથવા તો ધૃણા. જગતની સર્વ વિસંવાદીતાના મુળમાં એક તો સંત્તા અને સંપત્તિની પ્રાપ્તિ કે માલિકી ભાવનાનો ફાળો છે અને એટલો જ ફાળો છે અન્ય પ્રત્યે ધૃણા કે ધીક્કારમાં.
ધૃણા કે ધીક્કારના મુળ ધાર્મિક માન્યતાઓ, પૂર્વગ્રહો અને અન્ય સજીવો પ્રત્યે સંવેદન તથા સંવાદીતાના અભાવમાં રહેલાં છે.
સજ્જન તે છે કે જે સર્જનહારની કોઈ પણ કૃતિને ધીક્કારતો નથી કે નથી કોઈની ધૃણા કરતો. જેમ જેમ જગતમાં ધૃણારહિત સજ્જનો વધતા જશે તેમ તેમ જગતમાં સંવાદીતા આવશે અને આનું આ જગત વધારે જીવવા લાયક બનશે. આ જગતમાં સજ્જન વધારવાનો એક જ ઉપાય છે કે જાતે સજ્જન બનવું. સજ્જનતા માપવાનું સજ્જનમીટર તે છે કે તમે કેટલાં ધૃણા રહિત છો તે ચકાસતા રહેવુ. જેટલા તમે ધૃણારહિત તેટલા તમે વધારે સજ્જન.
થોડાક પ્રશ્નના જવાબ તમારી મેળે આપીને ચકાસી લ્યો કે તમે કેટલા સજ્જન છો?
સવાલ ૧. જો તમે પુરુષ હો તો સ્ત્રીઓને કેવી ગણો છો?
વિકલ્પ : અ.સમાન બ.ઉતરતી ક.ચડીયાતી
અથવા
સવાલ ૧. જો તમે સ્ત્રી હો તો પુરુષને તમારા કરતા કેવો ગણો છો?
વિકલ્પ : અ.સમાન બ.ઉતરતો ક.ચડીયાતો
સવાલ ૨. તમે જે ધર્મમાં જન્મ લીધો છે તે અથવા તો તમે જે અપનાવ્યો છે તે ધર્મને અન્ય ધર્મ કરતાં કેવો ગણો છો?
વિકલ્પ : અ.સમાન બ.ચડીયાતો ક.ઉતરતો ડ. ધર્મ સાથે મારે કશા લેવા દેવા નથી
સવાલ ૩. જો તમે શીક્ષિત હો તો તમે અશીક્ષીત ને કેવા ગણો છો?
વિકલ્પ : અ.જંગલી ૨.અસભ્ય ૩.સમાન ૪.ચડીયાતા ૫.બીચારા ૬.મુર્ખ ૭.અન્ય
સવાલ ૪. જો તમે અશીક્ષીત હો તો શીક્ષીતને કેવા ગણો છો?
વિકલ્પ: અ.સાહેબ બ.મોટા માણસ ૩.બદમાશ ૪.માન આપવા લાયક ૫.તેનો ડર લાગે તેવા ૬.અન્ય
સવાલ ૫. તમે જે દેશમાં રહો છો તે દેશ સીવાયના અન્ય દેશોના નાગરીકોને કેવા ગણો છો?
વિકલ્પ: અ.ચડીયાતા બ.ઉતરતા. ક.કેટલાક દેશોના ચડીયાતા ને કેટલાક ઉતરતા ડ.અન્ય
સવાલ ૬. તમારી સીવાયના અન્ય મનુષ્યોને તમે કેટલુ મહ્ત્વ આપો છો?
વિકલ્પ: અ.તમારા જેટલું બ.તમારાથી વધારે ક.તમારાથી ઓછું ડ.સંજોગો પ્રમાણે વધારે ઓછું
સવાલ ૭. તમે તમારાથી અલગ મત ધરાવનારા પ્રત્યે કેવો ભાવ રાખો છો?
વિકલ્પ: અ.દુશ્મનાવટનો બ.મિત્રતાનો ક.તટસ્થ ડ.કહી ન શકાય
આ તો માત્ર થોડા પ્રશ્નો છે. વિકલ્પ પણ થોડા છે. આવા પ્રશ્નો જાતે બનાવીને તેના જવાબો ચકાસી જોજો. મુલ્યાંકન પણ તમારી જાતે જ કરજો અને સજ્જનમીટરમાં તમારો આંક કેટલો છે તે જાતે માપજો. આ આંક ૪૦ થી ૬૦ આવે તો તમે મનુષ્ય છો. ૪૦ થી ઓછો આવે તો પશુતુલ્ય છો. ૬૦થી વધારે આવે તો સજ્જન છો. ૮૦ થી વધારે આવે તો મહાત્મા છો અને ૧૦૦ આવે તો ખોટાબોલા છો… 🙂
ઘણાં રસપ્રદ અને નમૂનારૂપ પ્રશ્નો. પણ એક ક્ષતિ રહી ગઈ છે ! વિકલ્પને ભારાંક આપવાની વિગત જણાવી નથી. કૃપયા એ પણ જણાવશોજી. (દા.ત. દરેક વિકલ્પ ’અ’ = ૩ ગુણ વગેરે) આપે કદાચ માર્ગદર્શનાર્થે જ લખ્યું છે પણ ભારાંક પદ્ધતિ ઉમેરી અને ફરીથી આખી પ્રશ્નોત્તરી લખો તો સ્વમુલ્યાંકનની પ્રવૃત્તિ કરવાનું રસપ્રદ બની રહેશે. (હું કદાચ ૬૦ + તો રહું જ !!)
(આવા આઈડિયાઝ માત્ર ભાવનગરનાં હવા-પાણીમાં જ જન્મતા હોય તેવું મુજ અલ્પજ્ઞનું માનવું છે ! ભણતા ત્યારે વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ભાવનગરનાં આવા બુદ્ધિવર્ધક કે જાતે તૈયારીમાં મદદરૂપ પ્રશ્નપત્રો, જો કે શિક્ષણને લગતા, બહુ ગણતા.) આભાર.
શ્રી અશોકભાઈ,
https://bhajanamrutwani.wordpress.com/2013/04/16/prepare_your_sajjan_meter/
એક આવું સજ્જનમીટર બનાવવાનું વિચાર્યું છે. હજુ સજ્જનમીટરની ડીઝાઈનનું કાર્ય ચાલુ છે તો તેમાં સુધારા વધારા જરુર સુચવજો…
મેં એ જોયું. સરસ સમજણ આપી છે. હું બે-ચાર દહાડામાં, મારી રીતે, એક પ્રશ્નોત્તરી બનાવવા પ્રયાસ કરીશ. ખરે જ રસપ્રદ કાર્ય છે. આભાર.
lekh gamyo ….darek vyakti potani budhdhi pramane vichare …dharm ma manine kridakarm par dharmnu mulyankan na thay pan jyare aacharan ma ketlu muki shakie e enu sachu pariman chhe : jiv daya ane manavdharm …..mare mate aa be mukhy chh…aapna prashno khub saras …aatm nirikshan karva yogy …
મનુષ્ય બીજાનું વિશ્લેષણ ઘણું સરસ કરી શકે છે. જાતનું ભાગ્યે જ કરતો હોય છે. સજ્જનમીટર જાતનું નીરીક્ષણ કરવાની પદ્ધતિ છે. તમે ય એક સજ્જનમીટર બનાવજો અને તેમાં સ્વ-પરિક્ષણ કરતાં રહેજો.
જીવદયા અને માનવધર્મ સરસ વાત કહી. જો કે તે આચરણમાં આવવું જોઈએ…
ha , mahad anshe mara acharan ma aa vaat muki chhe …koi dharm jati ke deshna simada ek arthik paristhiti karta hun manushyne eni mehnat ane gyan thi mulvu chhu …mare tyan aavta kamvala ben mate mane khub maan chhe ..e aadivasi chhe bhanela pan nathi ..pan chori ke khora raste kamavane badle mehnat ane hak thi kamay chhe …pratyek prani shrushtino ek baag chhe ..khali manushy hot to pruthvi raheva layak na hot …e loko kudrati jive chhe ane aape kahyu em aapanne budhdhi nade chhe …!!!
બુદ્ધિ મનુષ્યને મળેલ શ્રેષ્ઠ સાધન છે. મનુષ્ય તેનો ઉપયોગ કેવો કરે છે તેના પર બધો આધાર છે. બુદ્ધિ નડે છે તેમ કહેવા કરતાં બુદ્ધિનો દુરુપયોગ નડે છે તેમ ન કહેવું જોઈએ?
હિંમાંશુ ભટ્ટની આ ગઝલના શેર ઘણાં આસ્વાદ્ય છે.
મુસાફિરને આજે, દિશાઓ નડે છે,
વિકલ્પો નડે છે, વિસામો નડે છે.
ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
લઈ એ ફરે છે હૃદયમાં દીવાલો
ના ભૂલી શક્યો જે, બનાવો નડે છે.
નવા નેત્રથી એને, જોવું છે જીવન
ઊગી છે જે આંખે, અમાસો નડે છે.
તને તારું જીવન, ફરી પાછું દેતાં,
હવે એને થોડા, લગાવો નડે છે.
http://layastaro.com/?p=485