Daily Archives: 14/04/2013

અનટુ ધિસ લાસ્ટ – ચાલો વાંચીએ (૫)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૧, પ્રતિષ્ઠાના મૂળ

કેન્દ્રવર્તી વિચાર : સમાજનાં ધારણ-પોષણ અને વિકાસનો માર્ગ વ્યક્તિનાં પ્રેમમય ત્યાગ-પ્રધાન જીવન વડે રચાય છે. આ માર્ગ સ્વીકારીને ચાલતા વ્યવસાય અન્યનું ધન છિનવી લેવાની ગીધવૃત્તિનો ત્યાગ કરે છે અને તે જ સમાજમાં પ્રતિષ્ઠા પામે છે, બીજા નહીં.

તેમાં કુલ ૭૫ ફકરા છે.

આજે આપણે પ્રથમ નિબંધના ૩૭ થી ૭૫ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.

૩૭ થી ૪૪.  ડોક્ટરની ફીના દરનો આધાર મહેનતાણાની માંગ પર નથી, એ બજારભાવ વડે વધઘટ પામે નહીં, તેમજ તેના ભાવ ઘટે નહીં. તે પ્રમાણે શ્રમિકના વેતન પણ ઘટવાં જોઈએ નહીં.

૪૫. ઊંચા દરની છૂટક રોજી પવિત્ર શ્રમને બજારભાવની ચીજ બનાવે તે કરતાં નીચા દરની બાંધ્યા વેતનની કાયમી નિયમિત રોજી વધારે સારી.

૪૬. કાયમી નીચા દરની નિયમિત રોજી વધુ સારી એવી સમજણ તૃષ્ણાને સ્થાને સંતોષ માગે છે. સ્વાર્થમય રસ્તે ધનના સંગ્રહને સ્થાને સ્વાર્થનાં ત્યાગ-બલિદાન વડે મળતી સંતોષરૂપી સંપત્તિની સમૃદ્ધિ સમાજમાં કોઈ પણ વ્યવસાયની પ્રતિષ્ઠાનાં મૂળમાં છે.

૪૭ થી ૬૧. કોઈ આર્થિક પ્રવૃત્તિ સમાજને ભલે ઉપયોગી હોય તેમ છતાં તે વ્યક્તિગત લાભ કે નફા માટે હોય તો લોકનજરમાં પ્રતિષ્ઠા પામી શકતી નથી.

૬૨ થી ૬૯. વ્યાપારીની સાચી ભૂમિકા ત્યાગમાં છે.

૭૦ થી ૭૩. કર્મચારી-મજૂર શ્રમિક સાથે કારખાનેદાર માલિકે વડીલ-પિતા જેવા વાલી તરીકે વર્તવાનું છે.

૭૪ થી ૭૫. નફાલક્ષી મૂડીવાદી આર્થિક સિદ્ધાંત અને તે મુજબના વ્યવહાર રાષ્ટ્ર માટે વિઘાતક વિનાશની દીવાલ જેવા બને છે.


પ્રથમ નિબંધનો સંક્ષિપ્ત સાર પૂર્ણ થયો. જેમને વધુ વાચવાની જીજ્ઞાસા થઈ હોય તેમણે મુળ પુસ્તક નીચે આપેલ લિંક પરથી સરનામુ મેળવીને મંગાવી લેવા અનુરોધ છે. હવે પછી આપણે અનુકુળતા મુજબ બીજા નિબંધનો સાર જોવાના છીએ તો આવતા રહેશો…


પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.


Categories: વાંચન | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.