વર્ગીકૃત રીતે બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણનું ક્રમાંકન

મિત્રો,

લાંબી પ્રતિક્ષાના અંતે આપણને બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણ – ૨૦૧૩નું પરીણામ મળ્યું છે. આ પરીણામ મતના આધારે નીચે પ્રમાણે છે.

http://funngyan.com/bgbs1303/

બ્લોગ જગતમાં બે પ્રકારના બ્લોગરો છે.

૧. સ્વતંત્ર મૌલિક રીતે લખાણ લખનારા.

૨. જુદા જુદા કવિઓ, લેખકો, સાહિત્યકારોની વિવિધ કૃતિઓને સંપાદીત કરીને પ્રકાશીત કરનારા.

આ ઉપરાંત કેટલાંક બ્લોગરો સ્વતંત્ર રીતે લખી શકે છે અને સાથે સાથે ગમતાનો ગુલાલ પણ કરતાં રહે છે. તેમને ક્યાં વર્ગમાં રાખવા તે દ્વિધા હોવાથી તેમનેય સંપાદન કરનારા જ ગણી લઈએ.

આ પ્રમાણે વર્ગીકૃત કર્યા બાદ જો આ સર્વેક્ષણનું ક્રમાંકન જોઈએ તો તે કાઈક આવા પ્રકારનું મળે છે.

મૌલિક લખાણ લખનારા બ્લોગને આ રીતે ક્રમાંકીત કરી શકાય.

1.પ્લાનેટ જેવી (જય વસાવડા)

2.મારા વિચારો, મારી ભાષામાં! (કાર્તિક મિસ્ત્રી)

3.Good છે! (અધીર અમદાવાદી)

4.અસર – યશવંત ઠક્કર

5.કુરુક્ષેત્ર (ભુપેન્દ્રસિંહ રાઓલ)

6.સાયબર સફર (હિમાંશુ કિકાણી)

7.શબ્દો છે શ્વાસ મારા (વિવેક ટેલર)

8.Nirav Says (નીરવ)

9.હું સાક્ષર… (સાક્ષર ઠક્કર), એક નજર આ તરફ… (હર્ષલ પુષ્કર્ણા), NET ગુર્જરી (જુગલકિશોર વ્યાસ) અને ઈન્ટરનેટ પર વેપાર.. ગુજરાતીમા! (મુર્તઝા પટેલ)

૧0.વાંચનયાત્રા (અશોક મોઢવડિયા), વેબ ગુર્જરી

11. News Views Reviews (કિન્નર આચાર્ય), પ્રત્યાયન (પંચમ શુક્લ)

12.ઊર્મિ સાગર (મોના નાયક), શિશિર રામાવત, ગુજરાતી વર્લ્ડ (ઉર્વિશ કોઠારી)

૧3.રખડતાં ભટકતાં (પ્રિમા વિરાણી)

14.અભિન્ન (ચિરાગ ઠક્કર), મારી બારી (દીપક ધોળકિયા), પરમ સમીપે (નીલમ દોશી),

15.નાઈલને કિનારેથી (મુર્તઝા પટેલ), ગદ્યસૂર (સુરેશ જાની)

મેગેઝીન પ્રકારના બ્લોગને આ પ્રમાણે ક્રમાંકીત કરી શકાય.

1. રીડ ગુજરાતી (મૃગેશ શાહ)

2. અક્ષરનાદ (જિજ્ઞેશ અધ્યારુ)

3. લયસ્તરો (તીર્થેશ મહેતા, વિવેક ટેલર, ધવલ શાહ)

4. મોરપીંછ (હિના પારેખ)

5. ટહુકો (જયશ્રી ભક્ત)

6. રણકાર (નીરજ શાહ)

7. દાદીમાની પોટલી (અશોક દેસાઈ),

8. નીરવ રવે (પ્રજ્ઞા વ્યાસ)

9.અભિવ્યક્તિ (ગોવિંદ મારુ), હાસ્ય દરબાર (ધવલ રાજગીરા)

10.સમન્વય (ચેતના શાહ)

અવર્ગીકૃત રીતે બાકીના બ્લોગને મત પ્રમાણે જે તે સ્થાને યથાવત  રાખીએ તો:

21. ચરખો (રૂતુલ જોશી), માઉન્ટ મેઘદૂત, અભિષેક, એજ્યુકેશન હબ, માવજીભાઈ

22.સુરતી ઉંધીયું, ચિંતનની પળે, પદાર્થે સમર્પણ, હેમ કાવ્યો, સળગતો શશિ

23.મેઘધનુષ, એજ્યુ સફર, હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ, ઝબકાર, શિક્ષણ સરોવર, બસ એજ લિ. યુવરાજ, રીડ થિંક રીસ્પોન્ડ, અશ્વિન પટેલનો બ્લોગ, વેબ મહેફિલ, શબ્દ પ્રીત, સેતુ (લતા હિરાણી)

24. વિજયનું ચિંતન જગત, ગોદડિયો ચોરો, ધોળકિયા, ચંદ્ર પુકાર, પેલેટ, મારૂં ગુજરાત, વિનોદ વિહાર, ગુજરાતી સાહિત્ય સરિતા, અક્ષિતારક, શબ્દોને પાલવડે, મારી વાત, આકાશદીપ

25. સબરસ ગુજરાતી, જરા અમથી વાત, સ્વર્ગારોહણ, ગઝલનો ગુલદસ્તો, એક ઘા-ને બે કટકા, મારું બહારવટું, કવિતાનો ‘ક’, મીતિક્ષા, ટહુકાર, આતાવાણી, અનડિફાઈન્ડ હું


સર્વેક્ષણના આયોજક, બ્લોગરો અને વાચકોની જય હો !

ગુજરાતીઓને ગુજરાતી માટે ગુજરાતી દ્વારા અભીનંદન…

——————————————————————————-

Categories: ટેકનીકલ/તકનીકી, લોકમત | Tags: , , | 15 Comments

Post navigation

15 thoughts on “વર્ગીકૃત રીતે બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણનું ક્રમાંકન

  1. હાલો આંયા તો હું ’દસ નંબરી’ થયો ! 🙂
    (અતુલભ‘ઈ ! હું એમ વિચારૂં છું કે મને ૧૩ મત મળ્યા ! (ઈ આંકડોય વળી આપણો ફેવરીટ !) ઈમાં એક તો જાણે હું પોતે જ હુંતો, બીજા બાર જણ કોણ હઈશે ભલા ?!!! )

    બહુ સરસ વર્ગીકરણ કર્યું છે. પરફેક્ટ. ધન્યવાદ.

    • શ્રી અશોકભાઈ,

      તમે ચુંટાણા ઈ હારુ અભીનંદન. તમે ચુંટાણા હો તો તો એક મત મેં ય તમને આપેલો. હવે તમારે બીજા ૧૧ ગોતવાના રહ્યાં.

      સાડી, લેપટોપ, આકાશ ટેબલેટ કે રોકડા રુપીયા જે કાઈ ચુકવવા લાયક હોય તે આવતી ચુંટણી પેલા પોગાડી દેજો 🙂

      જો કે તમે તો Like કરીને અને પ્રતિભાવ લખીને બમણું વળતર ચૂકવ્યું 🙂

  2. મારા નમ્ર મત પ્રમાણે , મારા કરતા ખુબ જ સારું લખનારા બ્લોગર્સ કરતા મારો ક્રમ આગળ જોઇને મને સુખદ આશ્ચર્ય થયું 🙂 અને કદાચિત મારો ક્રમ 15મો હોવો જોઈએ . . . ધન્યવાદ અતુલભાઈ .

    • નીરવભાઈ જીવનમાં ક્રમનું મહત્વ નથી પણ કર્મનું મહત્વ જરુર છે. સતત નિષ્ઠાપૂર્વક કર્મ કરતાં રહેશો તો ક્રમ તો તેની મેળે તેની સંભાંળ લઈ લેશે 🙂

      • કર્મ કરે જાવ, ક્રમની આશા ન રાખો — નવો વિચાર 🙂

        • તમે સામેથી આવી ગયા તે સારું કર્યું. હું તમને પોંખવા આવવાનું વિચારતો હતો ત્યાં તો તમે જ આવી ગયા. વિશાળ અને પ્રેમાળ વાચક વર્ગ ધરાવવા માટે હ્રદયપૂર્વક અભીનંદન… 🙂

  3. અતુલભાઈ, આ પણ મજાનું કાર્ય કર્યું. જો કે પ્રથમ તો વિનયભાઈ ખત્રીનો આભાર માનવો જ રહ્યો.

    ….આ ત્રણ વિભાગ પ્રમાણે જ દર મહિને જો શ્રેષ્ઠ બ્લોગનો ક્રમ આપવામાં આવે તો વર્ષને અંતે હજુ વધુ મજાના બ્લોગ્સ મળી શકે એમ છે. જેમાં પોસ્ટ્સની સંખ્યા, કોમેન્ટ્સ દ્વારા થતા ઇન્ટરએક્શન્સ અને લાઈક્સ પણ સર્ચ-એન્જીન મધ્યે ઘણો મહત્વનો ભાગ ભજવે છે જેને મદ્દેનઝર રાખી શકાય.

    વાળી જેમ ફિલ્મ-એવોર્ડ્સમાં કરવામાં આવતું નોમિનેશન મુજબ જે બ્લોગર્સને પોતાનો બ્લોગ એમાં નોમિનેટ કરવો હોય તો મત આપનાર સૌને સહેલાઈથી ખબર પડી શકે કે બ્લોગ-દોડમાં કોણ કોણ છે. આખરે ઓપન અને તંદુરસ્ત હરીફાઈ પણ એટલી જ જરૂરી છે, ખરું ને?

    અગ્રગણ્ય લિસ્ટમાં આવેલા દરેક બ્લોગર્સ દોસ્તોને મીસરી અભિનંદન ! 🙂

    • શ્રી મુર્તુઝાભાઈ,

      વિનયભાઈની મહેનત વગર તો કશું જ ન સંભવે. મે તો માત્ર તેમણે કરેલા પુરુષાર્થ પ્રત્યે આંગળી ચીંધી છે. તમે આપેલા સુચનો ખરેખર વિચારવા લાયક છે. બ્લોગના નોમીનેશનનો વિચાર સારો છે. તેને લીધે જેઓ દોડમાં છે તેમને વધારે દોડવાની ચાનક ચડશે અને જેઓ દોડમાં નથી તેઓ શાંતીથી તેમનું કાર્ય તેમની સ્વાભાવિક ગતીથી કરી શકશે.

      બે બે બ્લોગને એકલે હાથે સફળતા અપાવનાર યશસ્વી કલમના માલિકને ઢગલો એક અભીનંદન… 🙂

  4. ગોવીન્દ મારુ

    શ્રી. અતુલભાઈ પણ સરસ વર્ગીકરણ કર્યું. સર્વશ્રી. વિનયભાઈ અને અતુલભાઈને દીલી ધન્યવાદ…..

    • શ્રી ગોવિંદભાઈ,

      વિનયભાઈ જે કાર્ય કરે છે તે પાયાનું કાર્ય કરે છે. કશીએ વધારે પડતી હો હા કર્યા વગર તેમના કાર્યો દૃઢતાથી અને અસરકરક રીતે કરીને તેમણે બ્લોગજગતને દરેક વખતે એક નવી ઉંચાઈ પ્રાપ્ત કરાવવા માટેનો સફળ પુરુષાર્થ કર્યો છે.

  5. aa post uprant mane comments ane khas to atulbhaina reply bahu gamya ..lagyu aa pan ek majani ramuji post chhe… 🙂

    • શ્રી. પ્રીતિબહેન,

      આ વખતે તમારો યે નંબર લાગ્યો – અભીનંદન… 🙂

  6. Prempriya

    ખુબ સુંદર પ્રયાસ અને કેવું અનેરું વર્ગીકરણ !!
    ખરેખર તો “રહી ગયા”ની લાગણી સાથે નિયમીત લખવાનું પ્રોત્સાહન પણ મળ્યું !! 😀

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: