મિત્રો,
અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.
નિબંધ – ૧, પ્રતિષ્ઠાના મૂળ
કેન્દ્રવર્તી વિચાર : સમાજનાં ધારણ-પોષણ અને વિકાસનો માર્ગ વ્યક્તિનાં પ્રેમમય ત્યાગ-પ્રધાન જીવન વડે રચાય છે. આ માર્ગ સ્વીકારીને ચાલતા વ્યવસાય અન્યનું ધન છિનવી લેવાની ગીધવૃત્તિનો ત્યાગ કરે છે અને તે જ સમાજમાં પ્રતિષ્ઠા પામે છે, બીજા નહીં.
તેમાં કુલ ૭૫ ફકરા છે.
આજે આપણે પ્રથમ નિબંધના 6 થી 10 ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.
૬. અર્થશાસ્ત્રના સિદ્ધાંત વ્યવહારુ નથી. મહત્તમ નફા માટે અર્થશાસ્ત્રે સ્પર્ધા અને પેઢીની સમતુલાના સિદ્ધાંતો આપીને સમાજમાં મૂડીવાદની સ્થાપના કરી, તેમાં માનવીય ગૌરવને પોષક વાતાવરણની આશા રહી નથી.
૭. મુડીવાદના અર્થશાસ્ત્રને પરિણામે સમાજ હિંસામય બન્યો.
૮. વર્ગ સંઘર્ષ સંબંધી માર્ક્સના સમાજવાદની વિચારણા ખોટી છે. અસમાન વચ્ચે સંઘર્ષ કુદરતી નિયમ નથી. સમાજવાદની વિચારણા આ રીતે પાયાથી ભૂલભરેલી છે.
૯-૧૦. માણસના વર્તનમાં સંઘર્ષ જોવા મળે તે પરથી સમાજરચનાને તેને આધારે વિચારવામાં તર્કદોષ છે; કેમ કે સંઘર્ષ સતત સ્થિર એવું પરિબળ નથી, પરિસ્થિતિજન્ય હોવાથી તેને આધારે પ્રતિસિદ્ધાંત તારવવાની સામ્યવાદની નિયતીનો સિદ્ધાંત અતાર્કિક ઠરે છે. શ્રમ-કલ્યાણ વડે પરિસ્થિતિજન્ય સંઘર્ષ નિવારી શકાયો. તેથી મૂદીવાદી ઈગ્લેંડમાં સામ્યવાદની નિયતી સાચી રહી નહીં. પ્રાણીજગતના હિંસક નિયમો જેવા આ સમાજવાદી સિદ્ધાંત માનવ સંસ્કારિતા માટે અપનાવી શકાય તેમ નથી.
પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.