વર્ડપ્રેસના બ્લોગરો શું આ જાણે છે?

પ્યારા બ્લોગરો,

વર્ડપ્રેસ ઘણી સુવિધાઓ આપતું હોય છે જેનાથી ઘણી વખત આપણે અજાણ હોઈએ છીએ. વર્ડપ્રેસના
સંચાલન વિભાગમાં

Screen Option છે.

તેમાં જવાથી

Right Now
Recent Comments
Your Stuff
What’s Hot
QuickPress
Recent Drafts
Stats

આટલા વિકલ્પો મળે છે. તેની બાજુમાં રહેલ ચોરસ બોક્સ જેને ચેક બોક્સ કહેવાય તેના પર ક્લિક કરવાથી (ચેક કરવાથી) તે વિકલ્પ સંચાલનની સ્ક્રીનમાં દેખાશે. અને જો તેને ફરી વખત ક્લિક કરવામાં આવશે (અન ચેક) તો તે વિકલ્પ સ્ક્રીનમાં દેખાતો બંધ થઈ જશે. આ વિકલ્પો શું કાર્ય કરે છે તે તમે જાતે પ્રયોગ કરીને જોઈ જુઓ. અહીં હું માત્ર

What’s Hot

વિકલ્પ વિશે વાત કરીશ.

What’s Hot વિકલ્પ પસંદ કરવાથી તેના ૪ Tab દેખાશે.

WordPress.com News
Top Blogs
Top Posts
Latest

તે દરેક Tab પર ક્લિક કરવાથી જે તે Tab ને લગતી ૧૦ માહિતિ મળશે. જેમ કે

Wordpress.Com News પર ક્લિક કરવાથી વર્ડપ્રેસ દ્વારા પ્રસારીત થયેલ છેલ્લા દસ સમાચાર જાણવા મળશે.

Top Blogs પર ક્લિક કરવાથી જે તે ભાષાના હાલમાં સહુથી વધુ વંચાતા બ્લોગની યાદી મળશે. અહીં જે તે ભાષાની વાત અગત્યની છે. તમે જે ભાષામાં તમારો બ્લોગ રાખ્યો હશે તે ભાષાના Top Blogs ની યાદી મળશે.

Top Posts પર ક્લિક કરવાથી જે તે ભાષાની સહુથી વધુ વંચાતી દસ પોસ્ટની યાદી મળશે.

Latest પર ક્લિક કરવાથી જે તે ભાષાની તાજેતરમાં પ્રસારીત થયેલી દસ પોસ્ટની યાદી જોવા મળશે.

ધારો કે તમે તમારી ભાષા અંગ્રેજી રાખી છે તો તમને ગુજરાતી બ્લોગની યાદીને બદલે અંગ્રેજી બ્લોગની યાદી મળશે. તેવી રીતે હિન્દિ, ચાઈનીસ, જાપાનીસ કે ફ્રેંચ ભાષા રાખી હશે તો તે ભાષાના બ્લોગની યાદી જોવા મળશે. સ્વાભાવિક છે કે જો તમે ગુજરાતી ભાષા સીવાયની અન્ય ભાષા રાખી હોય તો જેમણે ગુજરાતી ભાષા રાખી હોય તેમને તમારા બ્લોગ પર થતી પ્રવૃત્તિની માહિતિ અહીં બેઠા ન મળે. ઘણી વખત તમારો બ્લોગ કે લેખ વધારે વંચાતો હોય તોએ તે આ યાદીમાં ન આવે. તો જેમણે તેમની ભાષા ગુજરાતી ન રાખી હોય તેઓ આજે જ તેમની ભાષા ગુજરાતી કરી દેશે ને?

આ ભાષા ગુજરાતી ક્યાંથી કરવી?

સાવ સહેલું છે.

સંચાલન માં જાવ.

ત્યાં નીચેના ભાગમાં Setting છે ત્યાં જાવ.

તેમાં સહુથી નીચેનો વિકલ્પ ભાષાનો છે ત્યાં જઈને અનેક ભાષાઓમાંથી ગુજરાતી પસંદ કરો.

ત્યાર બાદ તેની નીચે રહેલ Save વિકલ્પ પર ક્લિક કરવાનું ન ભુલશો.

આટલું કરવાથી તમેય આવી જશો વર્ડપ્રેસના ગુજરાતી બ્લોગ-જગતમાં.

શું તમે ગુજરાતી બ્લોગ-જગતમાં છો?

નથી તો રાહ કોની જુવો છો?

અત્યારે જ આવી જાવ યાર..

Categories: ટેકનીકલ, ટેકનીકલ/તકનીકી | Tags: , , , | 5 Comments

Post navigation

5 thoughts on “વર્ડપ્રેસના બ્લોગરો શું આ જાણે છે?

 1. આદરણીયશ્રી.

  સરસ – ટેકનિકલ માહિતી સરસ વર્ણન કરેલ છે.

  • શ્રી કીશોરભાઈ સાહેબ,

   આપને વર્ણન ગમ્યું એટલે અમને શેર લોહી ચડ્યું. આપણાંથી રક્તદાન ન થાય તો કાઈ નહીં પણ કોમેન્ટ કે Like દાન કરીએ તો યે બ્લોગર-મીત્રોને શેર લોહી ચઢે.. ખરુને?

 2. આદરણીય શ્રી અતુલ્ભાઇ,

  ભાઇ ભાઇ વાહ રે વાહ શુ સરસ માહિતી આપી છે.

  અઢી વર્ષથી બલોગ જગતમાં ઠિબાં ટીપીએ છઈએ પણ આ માહિતીથી અજાણ હતા

  ખુબ ખુબ આભાર સાથે ધન્યવાદ

  • શ્રી ગોવિંદભાઈ,

   મને લાગ્યું કે ઘણાં બ્લોગરો આ માહિતીથી અજાણ હોય છે તેથી થયું કે મારી અલ્પજ્ઞતા બ્લોગમિત્રો સાથે વહેંચું.

   આપણે સહુ અલ્પજ્ઞ છીએ જુદા જુદા ક્ષેત્રોમાં પણ આપણું અલ્પ જ્ઞાન જે તે ક્ષેત્રના અજ્ઞ માટે ઉપયોગી નીવડી શકે. તેથી આપણે જે કાઈ થોડું ઘણું જાણતા હોઈએ તે અન્ય મિત્રો સાથે વહેંચવાથી સહુના જ્ઞાનમાં વધારો થાય. આમેય કહે છે ને કે જ્ઞાન વહેંચવાથી વધે અને સંઘરી રાખવાથી અથવા તો ઉપયોગ ન કરવાથી કટાઈ જાય એટલે સહુ મિત્રો પોતપોતાના ક્ષેત્રના જ્ઞાનની વહેંચણી કરે તો સહુનું મંગલ થાય.

   આપને ચોરેથી યે અમને અવાર નવાર જ્ઞાન સાથે ગમ્મત પ્રાપ્ત થતી રહે છે.

 3. માન્યવર આપે તો આંધળાને આંખો આપી દીધી, જો કે મને હજુ મોટા નંબર છે, (કોમ્પ્યુટર નું અજ્ઞાન) તેથી સાફ દેખાવ ને વાર લાગશે. છતાં આપે ઘણો સહારો આપ્યો,
  ધન્યવાદ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: