આપણાં સ્વરુપથી આપણે ઈચ્છીએ તો યે વિખુટા પડી શકીએ તેમ નથી. પ્રકૃતિ કે જેની સાથે આપણો વાસ્તવિક સંયોગ કદી શક્ય નથી અને તેમ છતાં તેનો મોહ આપણે છોડી શકતાં નથી તેવા આપણે સહુ શું અર્ધનારીશ્વરના સંતાનો નથી? અડધા જડ અને અડધા ચેતન. શિવરાત્રીના પાવન પર્વે આપણે સહુ સ્વરુપમાં સ્થિત થવા તરફ એક કદમ આગળ વધી શકીએ તેવી શુભેચ્છા.(જેમને સ્વ-સ્થિત થવા યોગ્ય લાગતું હોય માત્ર તેમને માટે, કોઈને પરાણે આગ્રહ નથી હો :smile:)
અર્ધનારીશ્વર
Categories: અધ્યાત્મ / યોગ, ભારતિય સંસ્કૃતિ, શુભ રાત્રી, સાધના
Tags: અર્ધનારીશ્વર, શીવરાત્રી
Leave a comment