પ્રભુને ઘણીએ વાર થાય
બધીએ લીલા સંકેલી
નિત્યમાં સ્થિત થઈ જાઉ
અને ત્યાં તો
કોઈ મીરા, નરસિંહ, કબીર, પ્રહલાદ, શબરી
નામી અનામી કોઈ ભક્તનો પોકાર સાંભળીને
વ્હાલો
ફરી પાછો
દોડી આવે
લીલાસ્વરુપે.
નિત્ય કહો કે લીલા કહો
જીવભાવનાને સારુ હરિના વેશ ઝાઝા
તત્વ તો
એકનું એક.