Monthly Archives: February 2013

સંસારી ઈશ્વર ચિંતન કરી શકે?

Man_Ishware


એક વખત શ્રી રામકૃષ્ણ પરમહંસને તેમના કોઈ ગૃહસ્થ ભક્તે કહ્યું કે તમે તો આખો વખત ઈશ્વર સ્મરણમાં રત રહી શકો પણ અમે તો સંસારી છીએ. સંસારના કેટલાયે કામ કરવાના હોય તેમાં ઈશ્વર ચિંતન કેવી રીતે કરીએ?

શ્રી રામકૃષ્ણ સહમત થતાં કહેવા લાગ્યા કે ગૃહસ્થો ઉપર ઘણી મોટી જવાબદારીઓ હોય છે તેમ છતાં તેઓ ધારે તો ઈશ્વર ચિંતન કરી શકે. થોડા ઉદાહરણો આપતાં તેમણે કહ્યું કે :

તમે શાક બકાલું વેચતી સ્ત્રીને જોઈ છે? તે ઘરાક સાથે ભાવતાલ કરતી જાય, શાક તોળતી જાય અને ખોળામાં છોકરાંને સુવરાવીને ધવરાવતીયે જાય. આ બધા કાર્યમાં ધ્યાન આપતી વખતે તેનું મુખ્ય ધ્યાન તો છોકરામાં જ હોય.

તમે ગામડામાં બેડા લઈને પાણી ભરવા જતી સ્ત્રીઓને જોઈ છે? તે માથા પર બેડા ભરીને પાણી લઈને આવતી હોય, સાથે સાથે બીજી સ્ત્રીઓ સાથે અલક મલકની વાતોએ કરતી જતી હોય પણ તેનું સમગ્ર ચિત્ત માથા પરથી બેડું સરી ન પડે તેમાં જ લાગેલું હોય.

તમે ખાંડણીયામાં અનાજ ખાંડતી સ્ત્રીઓને જોઈ છે? તે એક હાથે અનાજ ઓરતી જાય અને બીજા હાથે સાંબેલાથી ખાંડતી જાય, વચ્ચે વચ્ચે સુચનાઓ દેતી જાય. તેનું સમગ્ર ધ્યાન સાંબેલુ હાથ પર વાગી ન જાય તેમાં જ લાગેલું હોય.

આ રીતે સંસારમાં રહીને ય સંસારના દરેક કાર્ય કરતી વખતે જો મન ઈશ્વર ચિંતનમાં જ લાગેલું રહે તો સંસારમાં રહીને ય ઈશ્વર ભજન થઈ શકે. નહીં તો સંસારમાં રહીને ઈશ્વર ભજન કરવું બહુ કઠણ.


સાધનામાં તમે કેવી રીતે સાધના કરો છો તે મહત્વનું નથી પણ તમારું મન કેટલા ટકા સાધન પરત્વે રાખી શકો છો તે જ મહત્વનું છે.


Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, ચિંતન, રામકૃષ્ણ પરમહંસ, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, સાધના | Tags: , , | 1 Comment

નિત્ય અને લીલા

પ્રભુને ઘણીએ વાર થાય
બધીએ લીલા સંકેલી
નિત્યમાં સ્થિત થઈ જાઉ
અને ત્યાં તો
કોઈ મીરા, નરસિંહ, કબીર, પ્રહલાદ, શબરી
નામી અનામી કોઈ ભક્તનો પોકાર સાંભળીને
વ્હાલો
ફરી પાછો
દોડી આવે
લીલાસ્વરુપે.

નિત્ય કહો કે લીલા કહો
જીવભાવનાને સારુ હરિના વેશ ઝાઝા
તત્વ તો
એકનું એક.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , | Leave a comment

પ્રકાશના પંથેની અનુક્રમણિકા

મીત્રો,

૨૧મી સદીના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં વધુને વધુ ભૌતિકવાદી અને બહીર્મુખી થતી પ્રજા યોગથી વિમુખ થઈ રહી હોય તેવે વખતે સ્વાભાવિક છે કે તેમને સાંપ્રત સમયમાં થયેલા અને થઈ રહેલા યોગીઓ વિશે માહિતિ ન હોય. સૃષ્ટિના આરંભની સાથે જ યોગવિદ્યા અને યોગીઓ અસ્તિત્વ ધરાવે છે. આપણાં ભારત વર્ષના એક મહાન યોગી શ્રી યોગેશ્વરજી તાજેતરમાં જ ૨૦મી સદીમાં થઈ ગયાં. ૨૦મી સદીના અંત સુધી તેઓ આપણી વચ્ચે કાર્યરત રહીને અનેક પ્રકારની યોગ સાધના કરતાં રહ્યાં. તેમની યોગ સાધનાના અનુભવો તેમણે તેમના જીવન ચરિત્ર ’પ્રકાશના પંથે’માં આલેખ્યાં છે. યોગમાર્ગના જીજ્ઞાસુઓને તેમનું જીવન ચરિત્ર વાંચવું જરુર ગમશે.

અહીં તેમના પુસ્તક ’પ્રકાશના પંથે’ની અનુક્રમણિકા આપેલ છે.

નીચેની લિંક પરથી આપ મુળ પુસ્તક તથા તેમણે લખેલા અન્ય પુસ્તકો ડાઉનલોડ કરી શકશો.

પ્રકાશના પંથે

આ પુસ્તક વાંચ્યા પછી આપની યોગ પ્રત્યે જીજ્ઞાસા વધે અને યોગ માર્ગે આગળ વધવાની પ્રેરણા પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ.

Categories: અધ્યાત્મ / યોગ | Tags: , , , , | Leave a comment

આત્મજ્ઞાન મૂળગું તે ખોય – અખો

દેહાભિમાન હતું પાશેર, વિધા ભણતાં વાધ્યું શેર;
ચરચા વધતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું તે ખોય.


સૌજન્ય: અખાના છપ્પા(કુટફળ અંગ)


Categories: ગમતાંનો ગુલાલ | Tags: | Leave a comment

ऋतुनां कुसुमाकरं

પ્યારા ગુજરાતીઓ,

કુંભમાં સ્નાન કરવુ હોય તે ભલે કરે.

સરોવરમાં માછલાં પકડવા હોય તે ભલે પકડે.

અરે ભાઈ વેલણ ટાઈટ દિવસે ગૃહિણીઓ વેલણ ટાઈટ કરીને પતિદેવોને સીધા દોર રાખે તો ભલે રાખે.

નવલોહીયા યુવાનો અને લેખકો ભલે વેલેન્ટાઈન ડે નીમીત્તે જીન્સના આવેગોને ધસમસતા રાખે.

ટુંકમાં જેને જેમ કરવું હોય તેમ ભલે કરે છેવટે તો બધા આનંદ કરવા આવ્યા છે ને? તો ભલેને સહુ કોઈ તેમની મતિ પ્રમાણે આનંદ કરતાં. અલબત્ત કોઈને નુકશાન પહોંચાડ્યા વગર સ્તો.

અમે તો વસંતોત્સવ મનાવશું.

લ્યો ત્યારે સહુને વસંતના વધામણાં.

આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

ધરતી માં ની લાડકડીની થઇ ચોમેર વધાઇ
કરિયાવરના લીલા પટોળા રહ્યા બધે પથરાઇ
પંખીડાની સ્વાગત રાગે ગુંજી ઉઠી શરણાઇ
ટહુકે કોયલ સૂર લગાવી,
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

ભીક્ષા યાચે ફુલડે ફુલડે ફરીને ભમરો ન્યારો
પાંખે વાગે ભિખારી કેરો ગુન ગુન ગુન એકતારો
દેતી જ્યાં ત્યાં પાનપાનમાં મસ્તીનો તડકારો
એવું દાન અનેરું લાવી,
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

મધુર એને પગલે પગલે ગુંજે રુમઝુમ ભાષા
સુણી સુતેલા અંતર જાગે છુપી અનોખી આશા
સર્જનહાર ઉમંગે આજે રંગીન રચે તમાશા
નાચે છે નટરાજ નચાવી
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…

ગરબો લેતા ઘમ્મર ઘુમે રાત દિવસ રઢિયાળા
વર્ષ તણી પટરાણી કાજે સુંદર ગુંથે માળા
જીવન સાગરમાં છલકાતા રસના ધોધ રૂપાળા
આજ નિરંતર ઉર બહાવી
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…


શબ્દ સૌજન્ય: મધુવન


Categories: આનંદ, ઉત્સવ, ઊજવણી, કુદરત, પ્રકૃતિ, પ્રેમ, ભારતિય સંસ્કૃતિ, મધુવન, સૌંદર્ય | Tags: , , , | Leave a comment

મારા ગુરુ સાથેના અંતિમ દિવસો – યોગી કથામૃત (૪૨)

મારા ગુરુ સાથેના અંતિમ દિવસો


યોગી કથામૃતના અગાઉના પ્રકરણો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરશો:
યોગી કથામૃત


યુક્તેશ્વરજી અને પરમહંસ યોગાનંદ

યુક્તેશ્વરજી અને પરમહંસ યોગાનંદ

Categories: યોગી કથામૃત | Tags: , | 2 Comments

હું જ સાચો છુ – સ્વામી ભજનપ્રકાશાનંદગિરિજી

hujsacho

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભજનામૃત વાણી | Tags: , | 2 Comments

સૌંદર્ય હૃદયમાં હોય છે – APJ Abdul Kalam

APJ

Categories: પ્રેરણાદાયી સાહિત્ય, સૌંદર્ય | Tags: , , | 5 Comments

દક્ષિણ ભારતમાં પ્રવાસ – યોગી કથામૃત (૪૧)

દક્ષિણ ભારતમાં પ્રવાસ


યોગી કથામૃતના અગાઉના પ્રકરણો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરશો:
યોગી કથામૃત


ચામુંડી મંદિર - મૈસુર

ચામુંડી મંદિર – મૈસુર


Brindavan Garden (KRS-Krishna Raja Sagar)

Brindavan Garden (KRS-Krishna Raja Sagar)


Ajanta Caves

Ajanta Caves


Osmania University

Osmania University


Mecca Masjid

Mecca Masjid


Dandamis


C. V. Raman

C. V. Raman


Ramana Maharshi

Ramana Maharshi


Categories: યોગી કથામૃત | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.