ત્રણ પ્રકારે કાર્ય થઈ શકે.
૧. કર્તા – કોઈ કાર્ય જાતે કરવું.
૨. કારિતા – કોઈની પાસે કાર્ય કરાવવું.
૩. અનુમોદિતા – કોઈ કાર્યને અનુમોદન આપવું.
ગુજરાતી e-જગત માટે આનંદના સમાચાર છે કે કવિશ્રી કલાપીના જન્મ દિવસે અને ભારતના પ્રજાસત્તાક દિવસે આપણું ગુજરાતી e-જગત Web-ગુર્જરી રુપી એક વિશાળ વટવૃક્ષની સંકલ્પનાથી એકત્ર થઈ રહ્યું છે. અલબત્ત આજે તો તે વૃક્ષનું બીજારોપણ થશે તેને રક્ષવાનું, ઉછેરવાનું અને સંવર્ધિત કરવાનું ઉત્તરદાયિત્વ આપણી સહુની ઉપર છે.
આ પ્રસંગ પરની વિશેષ જાણકારી તથા રસપ્રદ લેખ વાંચવા માટે પહોંચો શ્રી અમોના આંગણે.
આ વટવૃક્ષની સંપૂર્ણ સંકલ્પનાના સૂત્રધાર શ્રી જુગલકીશોરભાઈનો આજે ૨૫મી જાન્યુઆરીએ જન્મ દિવસ છે તો તેમને અભીનંદવાનું ન ભુલશો.
હવે સમય મળતાં પ્રતિભાવ આપી રહ્યો છું….ક્ષમા કરશો.
આપે આટલી સરસ રીતે વાતને મૂકી તે માટે ઋણિ છું. હજી બધી ગોઠવણીમાં થોડો સમય જશે….યુવાનો પોતાનાં ક્ષેત્રોમાં વ્યસ્ત હોવાના.. છતાં તેઓનો ઉત્સાહ ગજબ છે.
ફરી આભાર સાથે –
બીજ વવાઈ ગયું છે. સમય જતાં પરિપક્વ થઈને વિશાળ વટવૃક્ષ બનશે. જરુર છે તમારી જેવા અનેક સ્વપ્નદૃષ્ટાઓની અને તે સ્વપ્નને સાકાર કરવા માટેના પ્રબળ પુરુષાર્થની.
માનનીય શ્રી જુ.ભાઈ,
મહેરબાની કરીને ’ક્ષમા કરશો’, ’આભાર સાથે’ તેવા શબ્દોનો પ્રયોગ મારી સાથે ન કરશો. હું એક નાચીઝ બ્લોગર અને સામાન્ય નાગરીક છું. આપનાથી ઉંમર અને અનુભવમાં ઘણો વામણો છું. મારાથી થાય તેવો ભાંગ્યો તૂટ્યો શ્રમ કરવા પ્રયાસ કરુ છું.
વંદન