ટેકનોલોજી જોડણી વિવાદ ઉકેલી શકે

મિત્રો,

આપણે સહુ જાણીએ છીએ કે ગુજરાતી ભાષાની માન્ય જોડણી સાર્થ જોડણી છે. સાર્થ જોડણીમાં ઘણાં અટપટા નિયમો અને અપવાદ છે તેને લીધે સાર્થ જોડણીમાં સાવ સાચું લખવુ ઘણું અઘરુ અને ક્યારેક તો અશક્ય કે આકાશકુસુમવત બની જાય છે. તેનો સહેલો રસ્તો ઉંઝા જોડણી દ્વારા શોધવામાં આવ્યો છે. તે રસ્તો આમ તો સહેલો છે છતાં તેમાં યે મુશ્કેલીઓ છે. જેમ કે નાનપણથી શાળામાં સાર્થનું શિક્ષણ આપવામાં આવ્યું હોય. સાર્થ જોડણી પ્રમાણેના ચિન્હો મનમાં અંકિત થઈ ગયા હોય. હવે જ્યારે તે ચિન્હો ઉંઝામાં લખવાથી ફરી જાય ત્યારે સાક્ષરોને તે ઘણું કઠે. ઘણાં શબ્દો એવા છે કે જેમાં હ્રસ્વ કે દિર્ઘથી અર્થ ફરી જાય.

જેમ કે

દિન – દીન
પિતા – પીતા

કોમ્પ્ય઼ુટર સોફ્ટવેરની મદદથી આ સમસ્યા ઉકેલી શકાય. આમેય શ્રી વિશાલભાઈ મોણપરા ઘણાં વરસોથી ગુજરાતી ભાષાની સુપેરે સેવા કરી રહ્યાં છે. તેમણે ગુજરાતી સ્પેલ ચેકર તથા ગુજરાતીમાં લખવા માટે ટાઈપ પેડ વિકસાવ્યા છે. આ ઉપરાંત તેમણે યુનિકોડમાંથી ફોન્ટમાં અને ફોન્ટમાંથી યુનિકોડમાં દસ્તાવેજોને રુપાંતરીત કરવાની સગવડ વિકસાવેલ છે. હવે જો તેઓ ઉંઝામાંથી સાર્થમાં અને સાર્થમાંથી ઉંઝામાં દસ્તાવેજોને રુપાંતર કરવાનું સોફ્ટવેર બનાવી આપે તો કાર્ય ઘણું સરળ થઈ જાય.

આમેય આપણે વિશાલભાઈને સન્માનવાના જ છીએ તો સન્માન સમારંભ વખતે વિશાલભાઈ પાસે ઉંઝા થી સાર્થ અને સાર્થથી ઉંઝા માં રુપાંતરણ સોફ્ટવેરની રીટર્ન ગીફ્ટ ની આશા રાખી શકાય?

શું કહો છો વિશાલભાઈ?

Advertisements
Categories: ગુજરાત, પ્રશ્નાર્થ, સમસ્યા અમે સમાધાન | ટૅગ્સ: , , , , , , | 5 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

5 thoughts on “ટેકનોલોજી જોડણી વિવાદ ઉકેલી શકે

 1. અતુલભાઈ,
  ઊંઝામાં આંખને ભૂલ દેખાય છે તે સાચી વાત છે. મેં શ્રી જુગલભાઈના બ્લૉગ પર પણ લખ્યું છે અને અહીં ફરી લખું છું કે કોઈ એક નવું ચિહ્ન બનાવવું જોઈએ. જેમ કે દીર્ઘ ઈ માટેની માત્રાને ટૂંકી કરી દેવી. અથવા શ્રી ઉત્તમભાઈ ગજ્જરે મારા પરના અંગત ઈ-પત્રમાં સૂચવ્યું હતું તેમ ‘જી’માં વપરાતી માત્રા બધા અક્ષરોમાં વાપરવી. એ જ રીતે ‘ઉ-ઊ માટે હ્રસ્વની માત્રા વાપરીએ છીએ તેને વધારે ગોળ કરીને કુંડાળા જેવી બનાવી દેવી. આમ કરવાથી આંખને નવું દેખાશે, પરંતુ એ નવું હશે, ભૂલ જેવું નહીં. શ્રી વિશાલભાઈ મોણપરાએ આવું ટાઇપપૅડ બનાવ્યું હોત તો આપણે વાપરતા જ હોત અને આંખ પણ ટેવાઈ ગઈ હોત ને?

 2. ઉંઝાનું કામ જરા જુદું છે. એક જ ઈ અને એક જ ઉ માટેનું કારણ એ છે કે ગુજરાતીમાં બોલવામાં હ્રસ્વ–દીર્ઘ ભેદ રહ્યો નથી. (હિન્દીમાં રહ્યો છે) અને ૯મા ધોરણની ચોપડીમાં શીખવાયા મુજબ ગુજ.સ્વરો આઠ (૧૨ નહીં) જ છે. તેથી એક જ ઈ–ઉ રાખીને લગભગ ૫૦ ટકા ભુલો થતી અટકાવી શકાય છે. કારણ કે કોશના ૪૬ ટકાથી વધુ શબ્દો હ્રસ્વદીર્ઘ ઈ–ઉવાળા હોય છે.

  આંખનો પ્રશ્નવાળી દલીલ વાજબી નથી. કડી શબ્દ જેવા પારાવાર શબ્દો છે જેના અનેક અર્થો થાય છે છતાં સમજવામાં ભુલ થતી નથી કારણ કે શબ્દોનો અર્થ વાક્યના સંદર્ભે થતો હોય છે.

  “કડીબદ્ધ શબ્દો એવા છે જેને સમજવાની કડી અમારા કડીના વતનીઓને કુદરતે આપી છે.” આ વાક્યમાં કડીના ત્રણેય અર્થો સમજવામાં તકલીફ પડતી નથી !

  અર્થ સમજવામાં થતા ગોટાળાવાળી ભુલની વાતમાં સાર્થમાં બે મોઢાની વાત છે !! એક બાજુ કહો કે અર્થ સમજવાની તકલીફ ન પડે માટે પિતા અને પીતાને અલગ રાખવા જોઈએ તો બીજી બાજુ કોશનો નિયમ શું કહે છે તે જુઓ –

  અંગ્રેજીના પહોળા ઉચ્ચારવાળા શબ્દોની જોડણી કરતીવેળા ૅ ઉંધો માત્ર વાપરવો જેમકે ટૅકનોલૉજી. પણ ગુજરાતીમાં પહોળો ઉચ્ચાર અર્થભેદ કરતો હોવા છતાં એને માટે અલગ નિશાનીની મનાઈ છે !! ગોળ અને ગૉળના અર્થો જુદા પડે છે છતાં ગુજરાતી શબ્દો માટે તેની મનાઈ છે. હ્રસ્વદીર્ઘવાળા શબ્દોમાં ઉચ્ચારભેદ રહ્યો ન હોવા છતાં તેને માટે બબ્બે નિશાનીઓનો (ઇ–ઈ / ઉ–ઊ)કાયદો અને પહોળા ઉચ્ચારમાં ભેદ હોવા છતાં અંગ્રેજી શબ્દો માટે ચિહ્ન આપ્યું અને ગુજરાતીમાં મનાઈ કરી !!! ખરી વાત તો તમે લખ્યા મુજબ ગુજરાતી જોડણીના નિયમો જ અતાર્કિક, અરાજકતાભર્યા અને ક્યારેક તો ગુજરાતીને છોડાવનારા બની ગયા છે. ચેલેન્જ એવી છે કે આજે કોઈ પણ જગ્યાએ શુદ્ધ ગુજરાતી રહ્યું નથી. પહેલાના સમયમાં સારા પ્રુફ રીડરો હતા એટલે મોટા લેખકોની ભુલો અટકી જતી હતી અને પુસ્તકોમાં શુદ્ધિપત્રક મૂકીને પ્રકાશકો પ્રામાણિકતા બતાવતા હતા. હવે તો ખુદ “જોડણીકોશમાં” અને સાહીત્ય પરીષદના સામયીકમાં, નિમંત્રણકાર્ડ વગેરેમાંય ભૂલો જોવા મળે છે !! જોડણીકોશમાં જોડણીની ભૂલો હોય તો તેને તમે શું કહેશો ???

  આ બધાનું કારણ છે નિયમોની અરાજકતા. દર્શકે કહેલું કે મારી જોડણીની ભૂલો હોય છે પ્રુફરીડરો જ તેને અટકાવતા. હવે પ્રુફરીડરો મળતા નથી ને તેથી જ પુસ્તકોમાં શુદ્ધિપત્રકો મૂકવાનું બંધ થયું છે. (પત્રકો મૂકવા જાય તો દરેક પુસ્તકમાં દસ પાનાં શુદ્ધિપત્રકનાં જ થાય !!

  હવે વાત કરીએ નેટ પરનાં લખાણોની. તો ઈબુકની સગવડ થવાથી લેખકો “જાતે જ“ પુસ્તકો પ્રકાશિત કરશે ! એમની જોડણી કોણ સુધારશે ?! ૨૫ વરસ પછીની પેઢીનાં યુવાનો કહેશે કે આડેધડ જોડણીવાળી ગુજરાતી જ અમને વારસામાં મળી છે !

  ઉંઝાવાળાની વાત ધીમી પડી ગઈ ન હોત તો શ–ષમાંથી એક જ શ રાખવાની વાત હતી જે હવે અર્થભેદ કરનારા રહ્યા નથી. બીજી પણ ઘણી વાતો હતી પણ અત્યારે પ્રવૃત્તિ સ્થગિત છે.

  દીપકભાઈની વાતે કહું તો નવું ચિહ્ન્ આપવાથી એ ઝંઝટ ઑર વધી જશે.

 3. મારું સુચન ગુજરાતી ’e-પ્રુફ રીડર’ સોફ્ટવેર વિકસાવવા માટેનું છે. હવે જ્યારે પ્રુફ રીડરો ઘટતા જાય છે તેવે સમયે જો સોફ્ટવેર દ્વારા પ્રુફ રીડીંગ થાય તો લેખકોની ઘણી મહેનત અને સમય બચી જાય. જો કે આ સુચન કાઈ હાલના પ્રુફ રીડરોને અવગણવા માટે કે તેમની રોજી રોટી પર તરાપ મારવાના આશયથી નથી પણ વર્તમાનમાં ઉદભવેલી અને ભવિષ્યમાં વિકરાળ બનવાની શક્યતા ધરાવતી સમસ્યાના ઉકેલ માટે છે.

  એક વખત સ્પેલ ચેકર બની જાય પછી પ્રુફ રીડીંગ કરવાનું ઘણું સહેલું છે. સ્પેલ ચેકર તો બની ગયું છે. નવા આવતા શબ્દોને અથવા તો હાલમાં શબ્દકોશમાં ઉપલબ્ધ ન હોય તેવા શબ્દોને ઉમેરવા માટે પણ તેમાં સગવડ હોય એટલે આપોઆપ ભાષામાં જ્યારે નવા શબ્દો ઉમેરાય ત્યારે તેને માટે ય સ્પેલ ચેકીંગ શક્ય બને.

  નવા ચિન્હો ઉમેરવાથી ઝંઝટ વધે અને તે વ્યવહારુ અને યોગ્ય ઉકેલ હોય તેમ મને નથી લાગતું.

 4. {ગુજરાતીમાં બોલવામાં હ્રસ્વ–દીર્ઘ ભેદ રહ્યો નથી.}

  જેમ સંસ્ક્રુત જનસામાન્ય માટે મુશ્કેલ હોવાથી સ્પોકન સંસ્ક્રુત(પાલી) આવી તેમ દરેક ભાષા આગળ જતા સંકોચાવા લાગે છે. આજના યુગમાં એવા કેટલીયા ભાષાઓ છે જેમને જાણનારી માત્ર એક જ વ્યક્તી બચી છે.
  ભાષા એક વીજ્ઞાન હતું. તેના સરીર અને મન પર થતા પ્રહારો ને ધ્યાનમાં લઇને વ્યાકરણ બનતુ. જેમકે જુ ભાઇએ કહ્યુ તેમ ગુજરાતીમાં બોલવામાં હ્રસ્વ–દીર્ઘ ભેદ રહ્યો નથી. હકીકત એ છે.
  સંસ્ક્રુત બોલવા માત્રથી અનેક પ્રકારના પ્રાણાયામ થઇ જતા હતા. હવે લોકો મુળ પ્રાણાયામ જ નથી કરતા તો ભાષા થકી થતા લય બધ્ધ પ્રાણાયામ ક્યાથી કરે. વ્યંજનની પાછળ આવતા સ્વરોની દીર્ગતા છોડવી પડે એ જોઇને ઘણું દુખ થાય છે. પણ પગ કાપતા શરીર બચતુ હોય તો પણ આ ઓપરેશનને કદાચ મંજુરી આપી આપણે ભાષા બચાવવાનું પુણ્ય કમાઇ લઇએ.

  • વાહ ! પુણ્ય કમાવાની સરસ વાત કરી. ભાષા છેવટ એક માધ્યમ–સાધન છે તે વાત ભુલી જઈને ક્યારેક વળગણોમાં બંધાઈ જવાય છે. આભાર….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: