નશાખોર વ્યક્તિ ક્યારેય પ્રિય લાગે છે?

નશો અને બળાત્કારને સીધો સંબંધ છે. ઘણાં ખરા કીસ્સાઓમાં બળાત્કાર નશો કર્યા પછી કરવામાં આવ્યો હોય છે. આપણાં કેટલાંક વિકાસ ઈચ્છુક નવલોહીયા લેખકો કહેતા હોય છે કે ગુજરાતમાંથી દારુ બંધી ઉઠાવી લેવી જોઈએ તેમને હાથ જોડીને કહેવાનું મન થાય છે કે ભાઈઓ તમારે દારુ પીવો હોય તો છાનામાના તમારી રીતે પી લેજો પણ ટોમ, ડીગ અને હેરી માટેય દારુ ઉપલબ્ધ કરવો એટલે રકાસને આમંત્રણ તથા બરબાદી માટે સીધો રસ્તો તૈયાર કરવો તેમ સમજી લેવું.

ઘરમાં આપણી માતાઓ, બહેનો અને દિકરીઓને પુછી જોજો કે તેમના ઘરનો પુરુષ નશો કરીને છાકટો થાય તે તેમને માટે ક્ષોભ જનક પરિસ્થિતિમાં મુકાઈ જવા જેવું નથી બનતું?

દિલ્હિમાં એક વર્ષ માટે દારુ પર પ્રતિબંધ મુકીને જોઈ જુવો.બળાત્કારનો દર આપો આપ નીચે આવી જશે.

યાદ રહે કે ક્રીસમસ તે કાઈ નાચ, નશો અને વ્યભિચારનો તહેવાર નથી પણ ઈસુની કરુણા અને પ્રેમનો સંદેશ ફેલાવવાનો તહેવાર છે.

તમારા હ્રદય પર હાથ મુકીને કહેજો કે ખરેખર તમને નશાખોર વ્યક્તિ ક્યારેય પ્રિય લાગે છે?

Advertisements
Categories: પ્રશ્નાર્થ, વિચાર વિમર્શ | ટૅગ્સ: , , , , | 5 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

5 thoughts on “નશાખોર વ્યક્તિ ક્યારેય પ્રિય લાગે છે?

 1. વાહ વાહ, ખુબ જ સરસ અને અમલ માં મુકવા જેવો ઉત્તમ વિચાર છે સાહેબ,

  સાથે સાથે બીડી-સિગારેટ-તંબાકુ-ગુટકા ખાનારાઓ/પીનારાઓ પર પણ બંદી મુકવી ખુબ જ જરુરી છે.

  ટ્રેનમાં, બસમાં, રસ્તાઓ ઉપર, ઓફિસોમાં, વગેરે જાહેર સ્થળોએ વાતાવરણ ખરેખર ખુબ જ ગંદુ કરી નાંખે છે અને કહેવા પર લડવા બેસે છે.

  દિલ્હીમાં પણ એવી જ બલ્કે એનાથી પણ ખરાબ સ્થિતી છે સાહેબ.

  અને ગૈરખ્રિસ્તીઓમાં એક તદ્દન ખોટી માન્યતા ફિલ્મો દ્વારા અને માધ્યમો દ્વારા ઘર કરી ઘુસાડી દેવામાં આવી છે કે ખ્રિસ્તીઓ એટલે દારુ માંસ લેવા, પાર્ટીઓ કરવી, સ્વછંદતા વગેરે વગેરે દુર્ગુણોની ભરમાર. પણ ખરેખર એવુ નથી.

  ઉલ્ટુ ખ્રિસ્તીઓ કરતા બીનખ્રિસ્તીઓમાં એનુ પ્રમાણ કમઅક્કલ ના જેટલુ લાખગુણુ ભરીને પડ્યુ છે. મે આઠ વરસ થઈ ગયા દારુ-સિગારેટ પી શક્તો જ નથી, ચર્ચ કર્તા પવિત્ર આત્માની મનાઈ જ કાફી છે. મિત્રો પણ હવે જોર નથી લગાવતા ઉલ્ટુ તેઓ પણ મારી પાસે બળાપો ઠાલવતા હોય છે.

  આપનો વિચાર મને ખુબ જ ગમ્યો એટલે મે આ લખ્યુ છે.

 2. આપ સૌને અને ભાવેણાવાસીઓને નવવર્ષના ખુબ ખુબ અભિનંદન, આપ સૌને નવુ વર્ષ પ્રભુ યેશુના આશિષથી ખુબ ખુબ તંદુરસ્ત, આનંદી અને આત્મિક ભરપુરીથી તરબતર રહે એવી પ્રાર્થના…..

  • શ્રી રાજેશભાઈ,

   નવું વર્ષ આપને તથા આપના પરિવારજનોને સુખ, શાંતિ અને આનંદમય નીવડો. રાજધાનીમાં બધુ સમુ સુતરુ રહે તથા આપની ભૌતિક તેમજ આધ્યાત્મિક પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ…

 3. હમણાં મારા બહેન હેમાબહેન મળવા આવ્યાં હતા. તેમણે લેખનું શિર્ષક વાંચ્યું

  નશાખોર વ્યક્તિ ક્યારેય પ્રિય લાગે છે?
  પછી કહે કે
  હા જ્યારે તે નશામાં ન હોય ત્યારે

  તે હસતી ગઈ અને મને હસાવતી ગઈ 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: