Daily Archives: 31/12/2012

દ્વાર બંધ

મીત્રો,

આજથી ૨૦૧૨માં કોઈ પણ નવી પોસ્ટ માટેના દ્વાર કાયમ માટે બંધ છે.

અલબત્ત આ બ્લોગના દ્વાર સહુ કોઈને માટે હંમેશા ખુલ્લા છે. (વર્ડપ્રેસની મહેરબાની રહે ત્યાં સુધી)

અહીં કદાચ તમને ગમે તેવું કાઈ ન યે મળે તેમ છતાં ઉપયોગી થાય તેવું કશુંક મળી પણ રહે.

સારા / નરસા / વ્હાલા / દવલા / ગમતીલા / અણગમતીલા / બુદ્ધુઓ / વિદ્વાનો / બાળકો / વડીલો / સ્ત્રીઓ / પુરુષો / વ્યંઢળો / નમ્ર / અહંકારી / ઋજુ / ઉદ્ધત કોઈ પણ દેશ, જાતી, ધર્મ કે વિચારસરણી ધરાવતા પ્રત્યેક મનુષ્યોનું હર હંમેશ અહીં સ્વાગત છે.

આવજો અને આવતા રહેજો !

અલવિદા ૨૦૧૨.

Here’s an excerpt:

19,000 people fit into the new Barclays Center to see Jay-Z perform. This blog was viewed about 70,000 times in 2012. If it were a concert at the Barclays Center, it would take about 4 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

Categories: વર્ડપ્રેસ | Tags: | 4 Comments

નશાખોર વ્યક્તિ ક્યારેય પ્રિય લાગે છે?

નશો અને બળાત્કારને સીધો સંબંધ છે. ઘણાં ખરા કીસ્સાઓમાં બળાત્કાર નશો કર્યા પછી કરવામાં આવ્યો હોય છે. આપણાં કેટલાંક વિકાસ ઈચ્છુક નવલોહીયા લેખકો કહેતા હોય છે કે ગુજરાતમાંથી દારુ બંધી ઉઠાવી લેવી જોઈએ તેમને હાથ જોડીને કહેવાનું મન થાય છે કે ભાઈઓ તમારે દારુ પીવો હોય તો છાનામાના તમારી રીતે પી લેજો પણ ટોમ, ડીગ અને હેરી માટેય દારુ ઉપલબ્ધ કરવો એટલે રકાસને આમંત્રણ તથા બરબાદી માટે સીધો રસ્તો તૈયાર કરવો તેમ સમજી લેવું.

ઘરમાં આપણી માતાઓ, બહેનો અને દિકરીઓને પુછી જોજો કે તેમના ઘરનો પુરુષ નશો કરીને છાકટો થાય તે તેમને માટે ક્ષોભ જનક પરિસ્થિતિમાં મુકાઈ જવા જેવું નથી બનતું?

દિલ્હિમાં એક વર્ષ માટે દારુ પર પ્રતિબંધ મુકીને જોઈ જુવો.બળાત્કારનો દર આપો આપ નીચે આવી જશે.

યાદ રહે કે ક્રીસમસ તે કાઈ નાચ, નશો અને વ્યભિચારનો તહેવાર નથી પણ ઈસુની કરુણા અને પ્રેમનો સંદેશ ફેલાવવાનો તહેવાર છે.

તમારા હ્રદય પર હાથ મુકીને કહેજો કે ખરેખર તમને નશાખોર વ્યક્તિ ક્યારેય પ્રિય લાગે છે?

Categories: પ્રશ્નાર્થ, વિચાર વિમર્શ | Tags: , , , , | 5 Comments

Create a free website or blog at WordPress.com.