અહીં કોણ નિર્ભય છે?

નીર્ભયા ગઈ.

શું તેની શહીદી દેશમાં ક્રાંતી લાવશે?

આ બળાત્કારીઓને ફાંસી થશે?

આપણી પોલીસ દરેક ગુન્હેગારોને પકડશે?

આપણાં ન્યાયાલયો ઝડપથી ન્યાય આપશે?

જે દેશની રાજધાનીમાં યુવાધન રાત્રીના ૧૦:૦૦ વાગ્યા પહેલાએ સલામત ન હોય તે દેશમાં કોણ નીર્ભય છે?


આ દેશમાં થતાં દરેક બળાત્કાર માટે ફાંસીની સજા થવી જોઈએ.


Advertisements
Categories: આઘાત/શોક/દુ:ખ | ટૅગ્સ: , | 4 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

4 thoughts on “અહીં કોણ નિર્ભય છે?

 1. તેમને ફાંસી નહિ , પણ ચાણકયનાં સમયમાં થતી શૂળીની સજા થવી જોઈએ .

  • કોઈ પણ રીતે જાહેરમાં મૃત્યુદંડ આપવો જોઈએ અને તે પણ જડપથી. જ્યાં સુધી પ્રતીતીકર સજા નહીં થાય ત્યાં સુધી અપરાધ અટકવાના નથી.

   કાં તો લોકો સંસ્કારને લીધે ગુન્હા કરતા અટકે અને કાં તો દંડના ભયથી. સંસ્કાર આપવાનું તો હવે આપણે બંધ કરવા લાગ્યાં છીએ તેથી દંડ તે જ એક માત્ર ઉપાય છે.

 2. jyare aapana kahevata netao ane kayada ne rajyakartao koi pan protection vagar bas pandar divas ek adna nagrikni jindagi jivi joshe tyare kadach badhu sudhravani aasha rakhi shakay …..z grade ni security ma rahenar pase aapna rakshan ni aasha rakhavi kai rite ?? e loko asurakshit mehsus kare to j aapni samsyano ukel aave ne !!!!!!

  • પહેલાના જમાનાની વાર્તાઓમાં આવતું કે રાજા અંધારપછેડો ઓઢીને રાત્રે નગર ચર્યા કરવા નીકળતો. લોકોના સુખ દુ:ખ અને મુશ્કેલીઓની માહિતિ મેળવતો અને તે પ્રમાણે લોકોના દુ:ખ દર્દ સમજ્યાં પછી તેનુ નીવારણ કરવાના ઉપાય કરતો.

   હવેના પ્રધાનો લોકોની બીલકુલ પરવા નથી કરતાં પણ વોટ બેંકની પરવા કરે છે. ક્યાંથી વધારે વોટ મળે તેને જરા તરા ખુશ કરી દ્યો અને વોટ મેળવો અને પછી પ્રજાને પાંચ વર્ષ મુરખ બનાવીને લુંટતા રહો. લોકપાલ ન આવવા દીધું કારણકે રેલો પગ નીચે આવતો હતો. અત્યારે જ્યારે પ્રજાએ આક્રોશ બતાવ્યો તો થોડું ઘણું દુ:ખ દર્શાવીને પાછા હતા ઠેરના ઠેર થઈ જશે.

   સંસદમાં માત્ર ૧૨ વિશિષ્ટ વ્યક્તિને લે છે તેને બદલે અડધો અડધ વિશિષ્ટ વ્યક્તિઓને લેવા જોઈએ અને મહત્વના બીલમાં તેમના મતનું વજન સવા ગણું રાખવું જોઈએ.

   તમે કહો છો તેમ તેમને વચ્ચે વચ્ચે થોડા દિવસ અસુરક્ષિત પણ રાખવા જોઈએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: