શ્રી ભુપેન્દ્રસિંહજી રાઓલને પત્ર

નબળી પાચન શક્તિ ધરાવતા અતુલભાઈ જેવા મિત્રોનો આક્રોશ એટલો બધો જલદ હશે કે સ્નેહભાવે મિત્રોને મારા વિષે ચિંતા ઉપજી હશે એવું લાગે છે..

આદરણીય બાપુ,

આમ તો વ્હાલને કારણે આપને બાપુ કહીને બોલાવું છું તેવું નથી. નાનપણથી બાપુઓ સાથે રહ્યો છું એટલે બાપુને કેમ ઘણી ખમ્મા કરવી તે શીખ્યો છું. આ તો તમે છેક દૂર બેઠા છો એટલે વળી કાઈક કહેવાની હિંમત કરી શકાય. બાકી તો મારું ઘરમાં કવિતા આગળ પણ કાઈ નથી ચાલતું તો આપ જેવા મહાનુભાવો પાસે તો શું ગજુ?

જ્યારે રાષ્ટ્ર સ્તરે ધૃણાસ્પદ બળાત્કાર વિશે તીવ્ર આક્રોશ વ્યાપી ગયો હોય તેવે વખતે બળાત્કાર અને મહાનુભાવોને જોડવાની વાત હું પચાવી નથી શક્યો તે હકીકત છે. મારી નબળી પાચન શક્તિ માટે ક્ષમા પ્રાર્થું છું.

આપે લસણની ગંધ વિશે લેખ લખેલો ત્યારે મેં આપના બ્લોગ પર કોમેન્ટ લખેલી કે “લસણની ગંધથી સ્ત્રીઓ આકર્ષાઈ ન જાય એટલે કદાચ સાધુ સંતો લસણ નહીં ખાતા હોય. ડુંગળી લસણમાં ઘણા ઔષધિય ગુણો હોય છે. અમે તો ઘરમાં છૂટથી ડુંગળી લસણનો ઉપયોગ કરીએ છીએ.”

હવે આવી સામાન્ય કોમેન્ટને પણ આપ જેવા મહાનુભાવ પચાવી શક્યાં ન હતા અને તે કોમેન્ટ દૂર કરી દીધેલી તો મારી જેવા નબળી પાચન શક્તિ ધરાવતા લોકો આપના આવા ઉમદા વિચારો (બળાત્કારના લેખ વિષેના) કઈ રીતે પચાવી શકે?

આપનો લેખ વાંચ્યા પછી અપચો થવાને લીધે મને તાત્કાલિક ઝાડા ઉલટીની અસર થયેલી. મને આવી ગંભીર બીમારીમાં ક્ષણવારમાં પટકાયેલો જોઈને શ્રી જુ.ભાઈને ખોરાક (આપના લેખ)માં કશીક ગરબડ છે તેમ લાગ્યું હશે તેથી તેમણે આપના લેખની ઉલટ તપાસ કરી. અશોક ભાઈએ તો આપના લેખનો ફકરે ફકરો તપાસીને જાહેર કર્યું છે કે લેખમાં ગરબડ નથી પણ સંપૂર્ણપણે ગરબડથી જ રચાયેલ લેખ છે.

ફરી પાછી મારી નબળી પાચન શક્તિ માટે ક્ષમા માંગીને વિરમું છું.

Advertisements
Categories: વાતચીત | ટૅગ્સ: , | 2 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

2 thoughts on “શ્રી ભુપેન્દ્રસિંહજી રાઓલને પત્ર

 1. આપે ભુપેન્દ્ર સીંહ બાપુને પત્ર લખી જણાવેલ છે કે કોમેન્ટ એપ્રુવ કરેલ નથી અથવા કોમેન્ટ ડીલીટ કરેલ છે. આમ તો બ્લોગ એ વ્યક્તીગત ડાયરી સમજવી. એટલે આપણે કોમેન્ટ લખીએ અને ડીલીટ કરવાનો કે એપ્રુવ ન કરવાનો અધીકાર એ ડાયરીના માલીકને હોય છે. ઘણી વખતે કોમેન્ટ સ્પમમાં જતી હોવાથી એપ્રુવ કરવામાં સમય લાગે છે.

  આપે લસણ ડુંગળીની ગંધ, સાધુ સમાજ, સ્ત્રીઓ અને બળાત્કાર વીશે લખેલ છે એ જાણ્યું.

  મીત્ર કુશળ હશો અને યોગ્ય લાગે તો મારી કોમેન્ટ એપ્રુવ કરવા વીનંત્તી.

  • શ્રી વોરા સાહેબ,

   સામાન્ય રીતે હું બાપુના બ્લોગ પર કોમેન્ટ લખતો નથી હોતો કારણકે તે સ્પામમાં જતી રહેતી હશે. આ કોમેન્ટ તો મેં બીજા ઈમેઈલ આઈ ડી થી લખેલ જે એપ્રુવ પણ થયેલ. કોઈ પણ કારણસર બાપુને તે કોમેન્ટ ડીલીટ કરવા જેવી લાગી હશે તેથી તેમણે ડીલીટ કરી નાખી હશે. આ તો મેં બાપુની પાચન શક્તિ આવી નાની અમથી કોમેન્ટથી કેમ મુરજાઈ ગઈ હશે તે જાણવાની જિજ્ઞાસાથી કહ્યું છે.

   લસણમાં ઘણાં ઔષધિય ગુણો હોય છે. કેટલાક સાધુ સંતો શું કામ નથી ખાતા તે ખબર નથી. બાપુએ લખેલ કે લસણ ખાવાથી જે પરસેવો થાય તેમાં સ્ત્રીઓને આકર્ષે તેવી ગંધ હોય છે એટલે મેં મજાકમાં લખેલું કે સાધુ સંતોથી સ્ત્રીઓ આકર્ષાઈ ન જાય એટલે તેઓ લસણ નહીં ખાતા હોય.

   લસણ ડુંગળીની ગંધ, સાધુ સમાજ, સ્ત્રીઓ અને બળાત્કાર વીશે મેં કશું લખેલ નથી. આવા બધા અટપટા અને અઘરા વિષયો પર લખવામાં બાપુની કલમ જ ચાલતી હોય છે.

   કુશળ છું અને આપની કોમેન્ટ એપ્રુવ કરેલ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: