દિલ્હીની બસમાં નરાધમોએ નીર્લજ્જ બળાત્કાર કર્યો તે ઘટના ઘણી ધૃણાસ્પદ છે. તેનો વિરોધ થઈ રહ્યો છે. આક્રોશ છે. સાચો છે. સરકારે કડક કાયદો બનાવવો જોઈએ અને બનાવવો પડશે નહીં તો તેને રાજ્ય ચલાવવાનો કશો અધિકાર નથી.
સામાન્ય બુદ્ધિ ધરાવતા સ્વસ્થ માનવીઓને મારે થોડાક પ્રશ્નો પુછવા છે કે આ ઘટનાને નીચેની બાબતો સાથે શું સંબંધ હશે?
૧. પ્રમુખ સ્વામી સ્ત્રીઓનું મોઢું ન જુવે તેનાથી શું આવા બળાત્કાર થાય છે?
૨. ગાંધીજીએ બ્રહ્મચર્યના વિચિત્ર પ્રયોગો કર્યાં તેનાથી શું આવા બળાત્કાર થાય છે?
૩. રાવણ સીતાને ઉપાડી ગયો. રામના ચરણ સ્પર્શથી શલ્યા અહલ્યા બની ગઈ પણ સીતાને તેણે વનમાં મોકલી દીધા અને તે ધરતીમાં સમાઈ ગયાં તેને લીધે શું આવા બળાત્કાર થાય છે?
૪. શ્રી રામકૃષ્ણ પરમહંસ: પ્રત્યેક સ્ત્રીઓને માતૃ સ્વરુપે જોતા અને તેમના ધર્મપત્નિ શારદામણીને સાક્ષાત જગદંબા સ્વરુપ માનતા તથા તેમની શોડષી પૂજા પણ કરેલી. તેમને કામ કરવા કે ઢસરડો કરવા નહીં પણ નારીઓને આધ્યાત્મિક મદદ મળી શકે તે માટે તેમને શિક્ષિત કર્યા અને તેમના દ્વારા શ્રી રામકૃષ્ણ મઠ અને મીશનના ઘણાં સંન્યાસી તથા સ્ત્રી – પુરુષો ઉચ્ચ આધ્યાત્મિક શિક્ષા તરફ વળ્યા તેને લીધે શું આવા બળાત્કાર થાય છે?
જે ઘટનાને બીજી ઘટના સાથે સીધો કે આડકતરો કશોએ સંબંધ ન હોય તેવા તેવા દાખલા દલીલો અને વાતો મનઘડન રીતે લખવી તેને ચાબખા માર્યા કહેવાય કે બુદ્ધિનું પ્રદર્શન કર્યું કહેવાય?
વિશ્વમાં થતાં બળાત્કારનાં આંકડાઓ નીચે આપેલ લિંક પરથી જોઈ શકાશે.
હીંદુત્વ અને હીંદુ દેવોને આપણે એટલા સાહજીક અને માનવીય બનાવી લીધા કે જેથી માનવો તેને પ્રાસંગીક માને.
પરંતુ પોતાના જ DNA ને ગાળૉ આપવા માટે કેળવાયેલા કેટલાક લોકોએ અર્થમાં અનર્થ કાઢ્વાની શરુ કરી ન જાણે શું હેતુ શીધ્ધ કર્યો.
આજે જો સ્વામી વિવેકાનંદ હોત તો ફેંટ પકડીને કહેત કે મારા હિંદુત્વ વિષે એક પણ વધારે શબ્દ બોલ્યો છે તો આ સ્ટીમરની બહાર ફેંકી દઇશ.
મહાપુરુષો જે તે દેશ કાળ અને તેમના સ્વભાવ અનુસાર જીવતાં હોય છે. એક મહાન માણસમાં ૯૦% ગુણો હોય તો તેનામાં ૧૦% અવગુણોએ હોવાના. ગુણ દર્શી છે તે ૯૦% ગુણ જોશે અને તેમાંથી કશુંક ગ્રહણ કરશે. દોષ દર્શી હશે તે ગુણ જોવાને બદલે માત્ર દોષ જોશે.
દોષ જોનારાને આયના સામે ઉભો રાખશો તો તેને માત્ર પોતાના ગુણ દેખાશે.
બીજા લોકો સ્વતંત્ર વિચારીને કશુંક કહેશે તો તેને ચંપુ, પપ્પુ, મુન્નો, મગન એવા એવા નામે બોલાવશે અને પોતે જાણે રાજ રાજેશ્વર હોય અને જાણે માનવ જાતને સહુથી વધુ ઓળખતા હોય તેમ કલમ બહાદુરી બતાવશે.
લખાણમાં યે વિવેકબુદ્ધિ જોઈએ. આપણે આપણાં બાળકોને ય માનથી બોલાવતાં હોઈએ છીએ તો જેમણે કશુંક સિદ્ધ કર્યું છે તેવા મહાપુરુષો વિશે લખવામાં થોડો વિવેક તો હોવો જોઈએને?
કોઈ જો બોલે નહીં તો તો આવા લોકોને ફાવી જાય. મન પડે તેને જેમ ફાવે તેમ કહે. ગુંડાઓ અને લુંટારાઓ પહેલા ગામમાં આવીને એકાદ વ્યક્તિને ધડાધડ ગોળી મારીને મારી નાખે. ધાક બેસી જાય પછી બીજો કોઈ બોલવાની હિંમત જ ન કરે.
રાજકારણીઓને અને માથાભારે લોકોને પાછા મળતીયાય મળી જાય.
અતુલભાઈ, તમારી વાત આંખ ખોલનારી બની. આંદોલનના મુડમાં વીવેક ક્યારેક દગો દે છે તે સમજાયું. મેં મારી કોમેન્ટને સુધારવા પ્રયત્ન કર્યો છે….નવું ઉમેરણ કરીને જુનાને તટસ્થ બનાવવા મથ્યો છું. તમારું ઋણ પણ જાહેર કર્યું છે…..ખુબ જ આભાર.
માનનીય શ્રી જુ.ભાઈ,
કોઈ પણ ઘટના બને એટલે લોકો તરત સ્વસ્થતા ગુમાવીને તેની પ્રતિક્રીયા કરી બેસે. તોફાનોમાં, મેચની હાર-જીતમાં, આતંકવાદી હુમલાઓ વખતે, વિપત્તિ કાળે કે ઉત્સવોમાં લોકો એક સાથે મગજ પરથી કાબુ ગુમાવી બેસે અને તીવ્ર પ્રતિક્રિયા આપતા હોય છે.
તેવે વખતે થોડા સ્વસ્થ રહેવું શું જરુરી નથી હોતું? રાજકારણીઓને તો ટેવ હોય છે કે કોઈ પણ બનાવ વખતે વિરોધીઓને તે બનાવ માટે દોષિત ઠેરવવા પણ આપણે સામાન્ય નાગરીકોએ તો તટસ્થતાથી વિચારવું જોઈએ ને?
આપે તે કરી બતાવ્યું છે. આપનો ખૂબ ખૂબ આભાર.
હું એમને મળતીયા નહીં કહું. બિચારા સેક્સભુખ્યા ગરીબો કહીસ. કારણ , માત્ર અને માત્ર સેક્સનો જ વિષય વાતાવરણમાંથી પકડવા ટેવાયેલા, અને દરેક નવા સમાચાર અને પોતાના સેક્સ વિષય વચ્ચે લીટી દોરિ દેવા ટેવાયેલા. બ્લોગરમાં બ્લોગ જગતના સેક્સ-ગરીબો ઇશ્વરના દર્શન કરે તે મુખ્યત્વે તો કરૂણાનો વિષય થયો.
આ દુનીયામાં એક જ ધર્મ એવો છે જેની ટીકા કરી શકાય છે. બાકી બિજા ધર્મોએ તો રીતસરનું ‘NO COMMENT’ નું પાટીયુ લગાવી દિધુ છે. અને એવી હિંમત પણ જોઇએ.
હિંદુઓને એનો પણ વાંધો નથી પેટ ભરિને ટીકા કરી લો અમારી આસ્થાની અમારા આરાધ્ય દેવની ,જો એ રીતે પણ કોઇ સારો સંદેશ ફેલાવી શકાતો હોય તો તેમ ઠીક. જો એ રીતે પણ કોઇનું ભલુ થતુ હોય તો તેમ ઠીક. હા તમારો હેતુ સુધ્ધ અને પવીત્ર હશે તો અમને બધુ જ મંજુર છે.
પરંતુ કોઇ પોઝીટીવ સંદેશ નહી. કોઇ દીશા નહી. માત્ર અને માત્ર એક વિક્રુત આનંદ, અને પરપીડન વ્રુતીથી મજાક મશ્કરી કરે એ લોકો ખરેખર હીંદુત્વનો સામુહીક બળાત્કાર કરી રહ્યા છે.
સ્વામી વીવેકાનંદે કહ્યુ હતુ કે જો આખા હીંદ મહાસાગરનો કાદવ તમારી પર નાખવામાં આવે તો પણ તમે કરેલા અન્યાયો અને અપમાનોનું પ્રાયસ્ચીત નહી થાય તે આજે પણ પ્રસ્તુત છે.
શ્રી એકલવીરભાઈ,
આ લોકોને સ્ત્રીઓ પરનો અત્યાચાર માત્ર હિંદુ ધર્મમાં જ દેખાય છે. મુસ્લિમોએ બુરખા પાછળ સદીઓથી સ્ત્રીનું સ્ત્રીત્વ છીનવી લીધું છે તે નથી દેખાતું. પાશ્ચાત્યોએ સ્ત્રીઓને વેપારનું માધ્યમ બનાવી દીધી છે તે નથી દેખાતું. રંગીન ચશ્મા પહેરીને માત્ર હિંદુઓને વગોવવા તે તેમની ફેશન થઈ ગઈ છે. કોઈ પણ બાબતને સેક્સ સાથે સાંકળી દેવી તે તેમની માનસીકતા થઈ ગઈ છે.