અમારે કેટલીક મહત્વપૂર્ણ અને સ્પષ્ટ વાતો કહેવી છેઃ
જ્ઞાતિના નામે ટિકિટો માંગતા અને જ્ઞાતિને અન્યાય થવાનું ગાયન ગાતા દરેક લોકોને પ્રજા જ જાકારો આપે, પછી એ જ્ઞાતિ લેઉઆ-કડવા હોય કે બ્રાહ્મણો હોય કે લોહાણા હોય કે જૈન કે અન્ય કોઇ હોય.
જ્ઞાતિનાં નામે વ઼્હીપ જારી કરતા લોકોને તંત્ર જ દંડ કરે, સાણસામાં લે અને પગલા ઉઠાવે તેવી અપીલ છે.
બંધારણએ 18 વર્ષથી વધુના નાગરિકોને સ્વતંત્ર વિવેકબુદ્ધિથી મતદાનનો અધિકાર આપ્યો છે. લોકો જાતે જ નક્કી કરે કે તેઓ કોને મત આપવા માંગે છે. પોતાના જ્ઞાતિબંધુને જ મત આપવો જરૂરી નથી. સામેનો ઉમેદવાર સારો-સ્વચ્છ હોય તો તેને મત આપીએ.
પ્રજા પણ જ્ઞાતિના નામે ભોળવાય નહિં. શાંત ચિત્તથી વિચાર કરે, સમાજને સ્પર્શતા વિવિધ મુદાઓ જેવા કે, માળખાગત સુવિધાઓ, ભ્રષ્ટાચાર, લાઇટ-પાણી-રોડ રસ્તાઓ, જાહેર આરોગ્ય, સલામતી, કાનૂન અને વ્યવસ્થા વગેરે બાબતે કઇ પાર્ટીનું શું પ્રદાન અને અભિગમ છે એ વિશે વિચારીને લોકો સ્વયં નિર્ણય લે કે તેઓ કોને મત આપવા માંગે છે.
નરેશ પટેલને સણસણતો જવાબ આપવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે, બાકીની તમામ જ્ઞાતિઓના વિવિધ મંડળો પોતાની જ્ઞાતિમાં એવો સંદેશ આપે કે, “લોકો પોતાની વિવેકબુદ્ધિથી મતદાન કરે. જ્ઞાતિ જોઇને મત ન આપે.”
સંપૂર્ણ લેખ વાંચવા નીચેની લિંક તમારા Browser માં કોપી કરીને ક્લિક કરશો:
http://kinner-aacharya.blogspot.in/2012/12/blog-post.html
“નરેશ પટેલને સણસણતો જવાબ આપવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે, બાકીની તમામ જ્ઞાતિઓના વિવિધ મંડળો પોતાની જ્ઞાતિમાં એવો સંદેશ આપે કે, “લોકો પોતાની વિવેકબુદ્ધિથી મતદાન કરે. જ્ઞાતિ જોઇને મત ન આપે.”
આ કામ પણ જ્ઞાતિ જ કરે એવી આશા રાખતા હોઈએ તો જ્ઞાતિનું વર્ચસ્વ કાયમ રહે જ. એક ઉમેદવાર સામે બીજી જ્ઞાતિઓ ઠરાવ પસાર કરે તેના કરતાં દરેક જ્ઞાતિ એવો ઠરાવ પસાર કરે કે “અમે અમારી જ્ઞાતિના ઉમેદવારને મત નહીં આપીએ” – આ શક્ય છે?
મૂળ વાત જ્ઞાતિપ્રથાની છે. બીજી બાબતોમાં જ્ઞાતિનું વર્ચસ્વ રહે અને આપણી જ્ઞાતિનો માણસ આગળ આવે એવી ઇચ્છા રહેતી હોય તો મત તો બહુ નાની જ વાત જણાશે.
શ્રી દિપકભાઈ,
આ વખતની ગુજરાતની ચુંટણી જ્ઞાતિવાદના આધારે જ લડાઈ રહી છે. બીજો કોઈ મુદ્દો છે જ ક્યાં? કોંગ્રેસ અને ભાજપ બંને ભ્રષ્ટાચારથી ખરડાયેલા છે. પરિવર્તનમાં તો વળી એના એ જ જુના ભુવા ને જુના ડાકલા છે કે જેમને પક્ષે પણ સ્વીકાર્યા નથી તો જનતા શા માટે સ્વીકારે? વિકાસની વાત પણ ભ્રામક છે. દેશમાં મોંઘવારી વધારવામાં કોંગ્રેસ જવાબદાર છે તો ભાજપે રાજ્યમાં મોંઘવારી ડામવા કશા પ્રયાસો કર્યા નથી. તેવે વખતે સીટોની ફાળવણીએ જ્ઞાતીના આધારે જ થઈ છે. જ્ઞાતીવાદ ઈચ્છો તો યે એક દિવસમાં બંધ થાય તેમ નથી.
કિન્નરભાઈએ કહ્યું છે કે “પ્રજા પણ જ્ઞાતિના નામે ભોળવાય નહિં. શાંત ચિત્તથી વિચાર કરે, સમાજને સ્પર્શતા વિવિધ મુદાઓ જેવા કે, માળખાગત સુવિધાઓ, ભ્રષ્ટાચાર, લાઇટ-પાણી-રોડ રસ્તાઓ, જાહેર આરોગ્ય, સલામતી, કાનૂન અને વ્યવસ્થા વગેરે બાબતે કઇ પાર્ટીનું શું પ્રદાન અને અભિગમ છે એ વિશે વિચારીને લોકો સ્વયં નિર્ણય લે કે તેઓ કોને મત આપવા માંગે છે.”
“આ કામ પણ જ્ઞાતિ જ કરે એવી આશા રાખતા હોઈએ તો જ્ઞાતિનું વર્ચસ્વ કાયમ રહે જ. ”
આ વાત સાથે સહમત. આ કાર્ય જ્ઞાતિઓનું નથી પણ જાગૃત નાગરીકો અને જાગૃત નાગરીકોના મંડળો તેમ જ વહીવતી તંત્ર, મીડીયા અને અન્ય જ્ઞાતી આધારીત ન હોય તેવા સંગઠનોનું છે. જેમ કે રેડક્રોસ, રોટરી, લાયન્સ વગેરે વગેરે.