Monthly Archives: December 2012

દ્વાર બંધ

મીત્રો,

આજથી ૨૦૧૨માં કોઈ પણ નવી પોસ્ટ માટેના દ્વાર કાયમ માટે બંધ છે.

અલબત્ત આ બ્લોગના દ્વાર સહુ કોઈને માટે હંમેશા ખુલ્લા છે. (વર્ડપ્રેસની મહેરબાની રહે ત્યાં સુધી)

અહીં કદાચ તમને ગમે તેવું કાઈ ન યે મળે તેમ છતાં ઉપયોગી થાય તેવું કશુંક મળી પણ રહે.

સારા / નરસા / વ્હાલા / દવલા / ગમતીલા / અણગમતીલા / બુદ્ધુઓ / વિદ્વાનો / બાળકો / વડીલો / સ્ત્રીઓ / પુરુષો / વ્યંઢળો / નમ્ર / અહંકારી / ઋજુ / ઉદ્ધત કોઈ પણ દેશ, જાતી, ધર્મ કે વિચારસરણી ધરાવતા પ્રત્યેક મનુષ્યોનું હર હંમેશ અહીં સ્વાગત છે.

આવજો અને આવતા રહેજો !

અલવિદા ૨૦૧૨.

Here’s an excerpt:

19,000 people fit into the new Barclays Center to see Jay-Z perform. This blog was viewed about 70,000 times in 2012. If it were a concert at the Barclays Center, it would take about 4 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

Categories: વર્ડપ્રેસ | Tags: | 4 Comments

નશાખોર વ્યક્તિ ક્યારેય પ્રિય લાગે છે?

નશો અને બળાત્કારને સીધો સંબંધ છે. ઘણાં ખરા કીસ્સાઓમાં બળાત્કાર નશો કર્યા પછી કરવામાં આવ્યો હોય છે. આપણાં કેટલાંક વિકાસ ઈચ્છુક નવલોહીયા લેખકો કહેતા હોય છે કે ગુજરાતમાંથી દારુ બંધી ઉઠાવી લેવી જોઈએ તેમને હાથ જોડીને કહેવાનું મન થાય છે કે ભાઈઓ તમારે દારુ પીવો હોય તો છાનામાના તમારી રીતે પી લેજો પણ ટોમ, ડીગ અને હેરી માટેય દારુ ઉપલબ્ધ કરવો એટલે રકાસને આમંત્રણ તથા બરબાદી માટે સીધો રસ્તો તૈયાર કરવો તેમ સમજી લેવું.

ઘરમાં આપણી માતાઓ, બહેનો અને દિકરીઓને પુછી જોજો કે તેમના ઘરનો પુરુષ નશો કરીને છાકટો થાય તે તેમને માટે ક્ષોભ જનક પરિસ્થિતિમાં મુકાઈ જવા જેવું નથી બનતું?

દિલ્હિમાં એક વર્ષ માટે દારુ પર પ્રતિબંધ મુકીને જોઈ જુવો.બળાત્કારનો દર આપો આપ નીચે આવી જશે.

યાદ રહે કે ક્રીસમસ તે કાઈ નાચ, નશો અને વ્યભિચારનો તહેવાર નથી પણ ઈસુની કરુણા અને પ્રેમનો સંદેશ ફેલાવવાનો તહેવાર છે.

તમારા હ્રદય પર હાથ મુકીને કહેજો કે ખરેખર તમને નશાખોર વ્યક્તિ ક્યારેય પ્રિય લાગે છે?

Categories: પ્રશ્નાર્થ, વિચાર વિમર્શ | Tags: , , , , | 5 Comments

અહીં કોણ નિર્ભય છે?

નીર્ભયા ગઈ.

શું તેની શહીદી દેશમાં ક્રાંતી લાવશે?

આ બળાત્કારીઓને ફાંસી થશે?

આપણી પોલીસ દરેક ગુન્હેગારોને પકડશે?

આપણાં ન્યાયાલયો ઝડપથી ન્યાય આપશે?

જે દેશની રાજધાનીમાં યુવાધન રાત્રીના ૧૦:૦૦ વાગ્યા પહેલાએ સલામત ન હોય તે દેશમાં કોણ નીર્ભય છે?


આ દેશમાં થતાં દરેક બળાત્કાર માટે ફાંસીની સજા થવી જોઈએ.


Categories: આઘાત/શોક/દુ:ખ | Tags: , | 4 Comments

શ્રી ભુપેન્દ્રસિંહજી રાઓલને પત્ર

નબળી પાચન શક્તિ ધરાવતા અતુલભાઈ જેવા મિત્રોનો આક્રોશ એટલો બધો જલદ હશે કે સ્નેહભાવે મિત્રોને મારા વિષે ચિંતા ઉપજી હશે એવું લાગે છે..

આદરણીય બાપુ,

આમ તો વ્હાલને કારણે આપને બાપુ કહીને બોલાવું છું તેવું નથી. નાનપણથી બાપુઓ સાથે રહ્યો છું એટલે બાપુને કેમ ઘણી ખમ્મા કરવી તે શીખ્યો છું. આ તો તમે છેક દૂર બેઠા છો એટલે વળી કાઈક કહેવાની હિંમત કરી શકાય. બાકી તો મારું ઘરમાં કવિતા આગળ પણ કાઈ નથી ચાલતું તો આપ જેવા મહાનુભાવો પાસે તો શું ગજુ?

જ્યારે રાષ્ટ્ર સ્તરે ધૃણાસ્પદ બળાત્કાર વિશે તીવ્ર આક્રોશ વ્યાપી ગયો હોય તેવે વખતે બળાત્કાર અને મહાનુભાવોને જોડવાની વાત હું પચાવી નથી શક્યો તે હકીકત છે. મારી નબળી પાચન શક્તિ માટે ક્ષમા પ્રાર્થું છું.

આપે લસણની ગંધ વિશે લેખ લખેલો ત્યારે મેં આપના બ્લોગ પર કોમેન્ટ લખેલી કે “લસણની ગંધથી સ્ત્રીઓ આકર્ષાઈ ન જાય એટલે કદાચ સાધુ સંતો લસણ નહીં ખાતા હોય. ડુંગળી લસણમાં ઘણા ઔષધિય ગુણો હોય છે. અમે તો ઘરમાં છૂટથી ડુંગળી લસણનો ઉપયોગ કરીએ છીએ.”

હવે આવી સામાન્ય કોમેન્ટને પણ આપ જેવા મહાનુભાવ પચાવી શક્યાં ન હતા અને તે કોમેન્ટ દૂર કરી દીધેલી તો મારી જેવા નબળી પાચન શક્તિ ધરાવતા લોકો આપના આવા ઉમદા વિચારો (બળાત્કારના લેખ વિષેના) કઈ રીતે પચાવી શકે?

આપનો લેખ વાંચ્યા પછી અપચો થવાને લીધે મને તાત્કાલિક ઝાડા ઉલટીની અસર થયેલી. મને આવી ગંભીર બીમારીમાં ક્ષણવારમાં પટકાયેલો જોઈને શ્રી જુ.ભાઈને ખોરાક (આપના લેખ)માં કશીક ગરબડ છે તેમ લાગ્યું હશે તેથી તેમણે આપના લેખની ઉલટ તપાસ કરી. અશોક ભાઈએ તો આપના લેખનો ફકરે ફકરો તપાસીને જાહેર કર્યું છે કે લેખમાં ગરબડ નથી પણ સંપૂર્ણપણે ગરબડથી જ રચાયેલ લેખ છે.

ફરી પાછી મારી નબળી પાચન શક્તિ માટે ક્ષમા માંગીને વિરમું છું.

Categories: વાતચીત | Tags: , | 2 Comments

I have a dream

I have a dream


આપણાં પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ તેમના સ્વપ્નનું વિકસિત ભારત જોતા હતાં હજુએ તેઓ તેમના કાર્યક્ષેત્રમાં કાર્યરત છે.

આપણાં રાજકારણીઓને વિકસિત ભારત અને સમાનતાના સ્વપ્નાએ આવશે ખરા?


Categories: પ્રશ્નાર્થ | Leave a comment

થેરેસે ન્યુમેન – સંવેદનશીલ કેથલિક – યોગી કથામૃત (૩૯)

થેરેસે ન્યુમેન – સંવેદનશીલ કેથલિક


યોગી કથામૃતના અગાઉના પ્રકરણો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરશો:
યોગી કથામૃત


See Therese_Neumann on wikipedia


Categories: યોગી કથામૃત | Tags: , | 2 Comments

બળાત્કાર – ચાબખા કે બુદ્ધિનું પ્રદર્શન?

દિલ્હીની બસમાં નરાધમોએ નીર્લજ્જ બળાત્કાર કર્યો તે ઘટના ઘણી ધૃણાસ્પદ છે. તેનો વિરોધ થઈ રહ્યો છે. આક્રોશ છે. સાચો છે. સરકારે કડક કાયદો બનાવવો જોઈએ અને બનાવવો પડશે નહીં તો તેને રાજ્ય ચલાવવાનો કશો અધિકાર નથી.

સામાન્ય બુદ્ધિ ધરાવતા સ્વસ્થ માનવીઓને મારે થોડાક પ્રશ્નો પુછવા છે કે આ ઘટનાને નીચેની બાબતો સાથે શું સંબંધ હશે?

૧. પ્રમુખ સ્વામી સ્ત્રીઓનું મોઢું ન જુવે તેનાથી શું આવા બળાત્કાર થાય છે?

૨. ગાંધીજીએ બ્રહ્મચર્યના વિચિત્ર પ્રયોગો કર્યાં તેનાથી શું આવા બળાત્કાર થાય છે?

૩. રાવણ સીતાને ઉપાડી ગયો. રામના ચરણ સ્પર્શથી શલ્યા અહલ્યા બની ગઈ પણ સીતાને તેણે વનમાં મોકલી દીધા અને તે ધરતીમાં સમાઈ ગયાં તેને લીધે શું આવા બળાત્કાર થાય છે?

૪. શ્રી રામકૃષ્ણ પરમહંસ: પ્રત્યેક સ્ત્રીઓને માતૃ સ્વરુપે જોતા અને તેમના ધર્મપત્નિ શારદામણીને સાક્ષાત જગદંબા સ્વરુપ માનતા તથા તેમની શોડષી પૂજા પણ કરેલી. તેમને કામ કરવા કે ઢસરડો કરવા નહીં પણ નારીઓને આધ્યાત્મિક મદદ મળી શકે તે માટે તેમને શિક્ષિત કર્યા અને તેમના દ્વારા શ્રી રામકૃષ્ણ મઠ અને મીશનના ઘણાં સંન્યાસી તથા સ્ત્રી – પુરુષો ઉચ્ચ આધ્યાત્મિક શિક્ષા તરફ વળ્યા તેને લીધે શું આવા બળાત્કાર થાય છે?

જે ઘટનાને બીજી ઘટના સાથે સીધો કે આડકતરો કશોએ સંબંધ ન હોય તેવા તેવા દાખલા દલીલો અને વાતો મનઘડન રીતે લખવી તેને ચાબખા માર્યા કહેવાય કે બુદ્ધિનું પ્રદર્શન કર્યું કહેવાય?


વિશ્વમાં થતાં બળાત્કારનાં આંકડાઓ નીચે આપેલ લિંક પરથી જોઈ શકાશે.

http://en.wikipedia.org/wiki/Rape_statistics

http://www.nationmaster.com/graph/cri_rap-crime-rapes

Categories: આઘાત/શોક/દુ:ખ, આશ્ચર્ય / આક્રોશ / ઉદગાર | Tags: , , | 6 Comments

મને શું ગમે છે?

Prasannata

એક સાંજે હું અને કવિ હિંચકા પર બેસીને ચા પીતા હતા. એકાએક કવિએ પ્રશ્ન કર્યો કે અતુલ તને ખબર છે કે મને શું શું ગમે છે?

મેં પ્રશ્ન સૂચક નજરે તેની સામે જોયું.

તેણે કહ્યું એટલે કે કેવો રંગ? કેવો ડ્રેસ? કેવી વાનગી? ક્યાં ફરવા જવું? વગેરે વગેરે

મેં માથું ખંજવાળતા કહ્યું કે ના મને તો કશી ખબર નથી. પછી ધીરે રહીને કહ્યું કે મને શું ગમે છે તે તને ખબર છે?

તે કશુંક કહેવા જતી હતી ત્યાં સૌમ્યતાથી તેને અટકાવી અને કહ્યું કે “મને તું પ્રસન્ન રહે તે ગમે છે.”

મારો પ્રયાસ તારા નાના નાના ગમા અણગમાને સમજવાને બદલે તને પ્રસન્ન કેમ રાખવી તેને માટેનો વધારે હોય છે.

કશું જ બોલ્યા વગર એક બીજાના હાથમાં હાથ પરોવીને અમે શાંતિથી ચાની ચૂસકી લેવા લાગ્યાં

Categories: હું અને કવિતા | Tags: | 1 Comment

કૃષ્ણ દવેને રુબરુ સાંભળવા તે એક લ્હાવો છે

મીત્રો,

ગુજરાતી બ્લોગ-જગતમાં જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવેના નામથી ભાગ્યેજ કોઈક અપરીચિત હશે. હમણાં ભાવનગરમાં પુસ્તક મેળાની મોસમ ચાલે છે. ’પ્રસાર’, ’કિતાબ ઘર’ દ્વારા અગાઉથી જ પુસ્તકમેળા યોજાઈ ગયેલા અને હાલમાં ’વિજ્ઞાન નગરી’માં પુસ્તક મેળો ચાલી રહ્યો છે. આ પુસ્તક મેળા અંતર્ગત રોજ સાંજે એક જાણીતા કવિ કે સાહિત્યકારને સાંજે સાડા છ વાગ્યે નીમંત્રણ આપીને બોલાવવામાં આવે છે અને રસીક શ્રોતાઓ તેમના દ્વારા પીરસાતી કૃતિઓનો આનંદ માણે છે.

આજે આપણાં જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવે તે નીમીત્તે પધાર્યા હતા. તેમની કવિતા તો આપ સહુ ઈન્ટરનેટના માધ્યમથી માણી જ ચૂક્યાં હશો પણ એટલું જરુર કહીશ કે તેમને રુબરુ સાંભળવા તે એક લ્હાવો છે.

Krushna_Dave

નીચેની લિંક પરથી આપ તેમને અને તેમની રચનાઓને માણી શકશો.

કૃષ્ણ દવે

મોબાઈલ કેમેરા દ્વારા ઝીલેલ ચિત્રપટ અનુકુળતા પ્રાપ્ત થશે તો ક્યારેક આપની સમક્ષ રજુ કરીશ.

સતત એક કલાક સુધી તેમની અસ્ખલિત વાકધારામાં ભીજાઈ ને છેવટે તેમના હસતાં અક્ષર એટલે કે હસ્તાક્ષર પ્રાપ્ત કરીને આ આનંદમય પ્રસંગને વાગોળતો વાગોળતો સ્વગૃહે પાછો ફર્યો.


Krushna_Dave_Signature_1


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

તેમને ખબર જ નથી કે આજે પ્રલય થવાનો છે

આજે હંસે: તેમની શાળામાં ચાલતી સ્કાઉટની પ્રવૃત્તિની પ્રારંભીક દિક્ષા પ્રાપ્ત કરી છે.

આસ્થા તો ઘણાં વખતથી ગાઈડ છે.

કવિતાએ NCC ની તાલીમ પ્રાપ્ત કરી છે.

મેં પણ સ્કાઉટની તાલીમ લીધેલી અને જીલ્લા રેલીમાં ભાગ લીધેલો. કેમ નવાઈ લાગે છે? મને ય નવાઈ લાગે છે.

Scout_Diksha

હંસ: અને અન્ય બાળકો જ્યારે આનંદથી દિક્ષા મેળવતા હતા તે વખતે તેમના ચહેરા પર ઝળહળતુ તેજ જોઈને મને હરખ થયો. સારુ છે ને કે તેમને ખબર જ નથી કે આજે પ્રલય થવાનો છે.

ખરેખરી આપત્તિથી નહીં પણ આપત્તિ આવશે તેવી કલ્પનાથી જ ઘણાં લોકો હામ હારી જતા હોય છે.


Scouting


Categories: કુટુંબ, વ્યક્તિત્વ વિકાસ | Tags: , , , , , , , | Leave a comment

Blog at WordPress.com.