Monthly Archives: November 2012

સ્નેહ, પ્રકાશ અને ઉલ્લાસનું પર્વ દીપાવલી – ૩

મિત્રો,

બ્લોગજગતમાં ચારે તરફ દિવાળીનું માહોલ છવાઈ ગયું છે. ક્યાંક વીરરસ છલકાઈ રહ્યો છે. ક્યાંક વેપારીઓની બોલબાલા છે. કેટલાક લોકો લેખ કે કાવ્યો લખીને ફટાકડા ફોડી રહ્યાં છે. લેખ ન લખી શકે તે મેગેઝીન બહાર પાડીને તેમનીય આસપાસ લેખકોની હયાતી છે તેવું આવેશ પૂર્વક જણાવી રહ્યાં છે. આમાં બીચારા પરાણે કે જોરજુલમથી સ્વચ્છ્તા જાળવતા શૂદ્રોને તો આપણાં દેશમાં કોણ પુછે? તેઓ બીચારા દિવાળી પછી બોણી માગવા આવશે તોયે મોટા ઘરના શેઠીયાઓ તેમને હડધૂત કરશે.

નવરાત્રીમાં ઘાઘરા પહેરીને ઝુમી લીધું હોય તો હવે ઘુઘરા ખાવાનો સમય આવી ગયો કે નહીં?

પહેલા પુરી વણો


તેમાં પૂરણ ભરો (રેસીપી માટે પ્રજ્ઞામા ને પુછવું)


હવે કાંગરી વાળો


કાચા ઘુઘરા તૈયાર


એ આતા – હાલો ઘુઘરા ખાવા


ઘુઘરાની મજા – ખાઓ તો જાનો

Categories: ઉત્સવ | Tags: , , , , | Leave a comment

સ્નેહ, પ્રકાશ અને ઉલ્લાસનું પર્વ દીપાવલી – ૨


લ્યો રંગોળી તૈયાર

પપ્પા આ શું? હજુ તો અડધી રંગોળી બનાવી છે અને તમે બ્લોગ પર મુકી દિધી?

બેટા મને એમ કે તે આટલી રંગોળી જ બનાવી છે.

ના પપ્પા હજુ તો તેમાં રંગો પુરવાના બાકી છે.

સારુ તો તું રંગો પુરી દે પછી પાછા બ્લોગ પર અપડેટ મુકી દેશું.

કવિની મોટી બહેનના દિકરા કવનને CAની પરીક્ષા આપવાની છે તેથી મા-દિકરો ભાવનગર આવી ગયાં છે. મોટા સેન્ટરોમાં પરીક્ષા કેન્દ્ર દૂર હોય વળી ટ્રાફીકની સમસ્યાને લીધે પરીક્ષાના સ્થળે પહોંચતા ખુબ સમય લાગે. હવે મોટા સેન્ટરોના વિદ્યાર્થીઓ નાના સેન્ટરોમાં પરીક્ષા આપવાનું પસંદ કરે છે. એક તો પરીક્ષા કેન્દ્ર નજીક હોય અને વાહનોની ભીડ પ્રમાણમાં ઓછી હોય.

દિવાળીમાં ફરશી પુરી, સેવ, ચેવડો બનાવવા માટે કવિને તેના કીરણબહેનની મદદ મળી ગઈ. મેં મજાક કરતાં કહ્યું કે ૨૧મી સદીમાં યે શું આ બધું ઘરે બનાવવાનુ? ત્યાં તો બા તાડૂક્યા – હવે જોઈ તારી ૨૧મી સદી. ઈસ્વીસન કે વિક્રમ સંવત નહોતી ઈ પહેલાના આપણે દિવાળી ઉજવતા આવ્યાં છીએ. ઘરે જે બને તે ચોક્ખુ બને. બહારથી ભેળસેળીયું લાવીએ તો તમેય માંદા પડો અને મહેમાનની તબીયત પણ બગડે. બાનો પુણ્ય પ્રકોપ જોઈને હું ધીરે રહીને ત્યાંથી સરકી ગયો.


આ રહી અપડેટેડ રંગોળી


મધ્યમ વર્ગને પોસાય તેવી મધ્યમ રોશની


Categories: ઉત્સવ | Tags: , , , , | 2 Comments

મરેલો રામ પુન: સજીવન થાય છે – યોગી કથામૃત (૩૨)

મરેલો રામ પુન: સજીવન થાય છે


યોગી કથામૃતના અગાઉના પ્રકરણો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરશો:
યોગી કથામૃત


Categories: યોગી કથામૃત | Tags: , | Leave a comment

સ્નેહ, પ્રકાશ અને ઉલ્લાસનું પર્વ દીપાવલી – ૧

મીત્રો,

વિક્રમ સંવત ૨૦૬૮ વિદાય લેવાની તૈયારીમાં છે. આપણે ત્યાં તો જાય ત્યારેય આવજો અને આવે ત્યારેય આવજો – કેમ ખરુંને? આપણાં દેશના સહુથી મોટા પર્વને ઉજવવાનો ઉલ્લાસ નાના મોટા સહુને હોય છે. આસ્થાને આ વર્ષે દસમા ધોરણના અભ્યાસની જવાબદારી એટલે મોટી રંગોળી કરવાનો સમય મેળવવો અઘરો તોયે રંગોળી કર્યા વગર તો કેમ ચાલે?

ઝાડુ આપો તો અમે વાળીએ


ગેરુ આપો તો ભોંય રંગીએ


રંગો આપો તો રંગ પુરીએ


લ્યો રંગોળી તૈયાર


પ્રકાશનું આ પર્વ આપના જીવનમાં સ્નેહ અને ઉલ્લાસનો સંચાર કરે તેવી શુભેચ્છાઓ…..

Categories: ઉત્સવ | Tags: , , , , | 4 Comments

પૂજ્ય માતાજી સાથે વાર્તાલાપ – યોગી કથામૃત (૩૧)

પૂજ્ય માતાજી સાથે વાર્તાલાપ


યોગી કથામૃતના અગાઉના પ્રકરણો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરશો:
યોગી કથામૃત


Categories: યોગી કથામૃત | Tags: , | Leave a comment

Practising what he preaches

“We cannot sustain ourselves, unless we contribute to the society in someway or the other. I strongly feel if even one person does his bit towards social good, there will be some change.”

વધુ વાંચો : Practising what he preaches – The Hindu

Categories: સમાચાર | Tags: , | Leave a comment

ચમત્કારોનો નિયમ – યોગી કથામૃત (૩૦)

ચમત્કારોનો નિયમ


યોગી કથામૃતના અગાઉના પ્રકરણો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરશો:
યોગી કથામૃત


Categories: યોગી કથામૃત | Tags: , | Leave a comment

નાદાન બ્લોગરો

સાત અબજથી યે વધારે લોકોની વસ્તીમાંથી ૧૦૦, ૨૦૦, ૫૦૦ કે ૧૦૦૦ લોકો આપણો બ્લોગ ક્યારેક અલપ ઝલપ વાંચી લે તો તેનાથી જગતમાં કશી ક્રાંતી નથી સર્જાઈ જતી કે નથી કોઈના વિચારોમાં આમૂલ પરિવર્તન આવી જતું. આ જગતમાં માત્ર તેવી વ્યક્તિઓનો જ પ્રભાવ પડ્યો છે કે જેમણે ઠાલા લખાણો દ્વારા નહીં પણ વાસ્તવિક આચરણ દ્વારા તેમનો સંદેશ આપ્યો છે.

Categories: ચિંતન | Tags: , | 8 Comments

રવિન્દ્રનાથ અને હું શાળાઓની તુલના કરીએ છીએ – યોગી કથામૃત (૨૯)

રવિન્દ્રનાથ અને હું શાળાઓની તુલના કરીએ છીએ


યોગી કથામૃતના અગાઉના પ્રકરણો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરશો:
યોગી કથામૃત


Categories: યોગી કથામૃત | Tags: , | Leave a comment

સાચો જવાબ આપો

આપણું સામાન્ય જ્ઞાન ઘણી વખત કાચું હોય છે.

એક વેપારી ૫૦૦ ગ્રાહકોને એક વર્ષમાં ૨૫ કરોડ રુપિયાનો માલ વેચે તો તેનું ટર્ન-ઓવર ૨૫ કરોડ રુપિયા કહેવાય પણ શું તેણે ૨૫ કરોડ ગ્રાહકોને માલ વેચ્યો તેમ કહેવાય?

એક અખબાર રોજની ૧૦,૦૦૦ નકલ છાપતું હોય તો તેનો ફેલાવો એક વર્ષમાં ૩૬૫,૦૦,૦૦ નકલનો કહેવાય કે ૧૦,૦૦૦ નકલનો?

હવે તમે સમજી ગયા હશો કે મારો ઈશારો વાચક અને ક્લિકની ભેળસેળ ન સમજતા બ્લોગરો પરત્વે છે.

કોઈ બ્લોગ પર x વાચકો દ્વારા y વર્ષમાં z ક્લિક્સ થાય તો તે બ્લોગના વાચકોની સંખ્યા કેટલી?

૧. x
૨. y
૩. z

કોણ સાચો જવાબ આપશે?

Categories: અવનવું | Tags: | 2 Comments

Blog at WordPress.com.