નાના બાળકોને ક્યારેય એક રમકડાં માટે ઝગડતાં જોયા છે? એક રમકડું પ્રાપ્ત કરવા માટે તેઓ જીવ પર આવીને લડે, ચીસો પાડે, રડે, મારામારી કરે, કપડાં ફાડી નાખે અને બીજું તો શું નું શું યે કરે? કદાચ એવું યે બને કે લડાઈ વખતે રમકડું તુટી યે જાય. થોડા વખત પછી જોઈએ તો રમકડું તો ક્યાંયે એક બાજુ ખુણામાં પડ્યું હોય અને બાળકો વળી પાછી કોઈ અન્ય પ્રવૃત્તિમાં પરોવાઈ ગયા હોય. તો પછી આવશ્યકતા શું રમકડા માટે હતી કે જેને માટે તેઓ લડ્યા, ચીસો પાડી, મારામારી કરી, કપડાં ફાડી નાખ્યાં અને બીજું કઈ કેટલું યે કર્યું.
ના, ખરેખર તો તે લડાઈ તેમની મમતની હતી.
મમત ને કારણે જ,એટલેકે,જિદ્દ ને કારણે જ અનેક લડાઈઓ થાય છે.’આ મારું આ તારું’ની મમત જ માનવીને લડાવ્યા કરે છે.
શ્રી હર્ષાબહેન,
આપની વાત સાચી છે. તેના તે બાળકો તેના તે રમકડાથી સંપીને રમે તો રમકડાનો ઉપયોગ થાય અને બાળકોને આનંદ મળે. બાળપણથી માનસમાં માલિકીભાવ હોય છે. આ રમકડાનો હું માલિક છુ અને બીજા કોઈને તેનાથી રમવાનો અધિકાર નથી.
વિશાળ રીતે જોઈએ તો આ સૃષ્ટિ તે પ્રકૃતિ કહો કે ઈશ્વર કહો તેના દ્વારા જીવ માત્રને આપવામાં આવેલ ઉત્તમ ભેટ છે. અહીં ૫, ૨૫, ૫૦, ૧૦૦ કે ૨૦૦ વર્ષ રહેનારા જીવો તેનો આનંદ લેવાને બદલે તેના માલિક થવા જાય છે. પ્રાકૃતિક રમકડાથી સંપીને રમવાને બદલે એકબીજા સાથે લડે છે અને છેવટે ખુવાર થાય છે.
આ બધાના મુળમાં મમત રહેલી છે.
ધર્મો એકબીજા સાથે લડે છે તેના મુળમાં મમત છે. દેશો એક બીજા સાથે લડે છે તેના મુળમાં મમત છે. સર્વ અનર્થોના મુળમાં મમત છે.
આવો જ એક બીજો દુર્ગુણ અહંકાર છે કે જેને લીધેય અનેક કારણ વગરની લડાઈ થઈ છે.
શંકરાચાર્યજી મહારાજ સદાચાર સ્તોત્રમાં કહે છે કે:
અહં મમ ઈતિ બંધ: મમાહં નેતિ મુક્તતા
બંધ મોક્ષો ગુણૈ: ભાતિ ગુણૈ: પ્રકૃતિ સંભવા:
અહંતા અને મમતા તે જ બંધનનું કારણ છે અને અહંતા અને મમત્વ વગરનો મુક્ત છે. બંધન અને મોક્ષ ગુણોથી ભાસે છે. અને ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે.
Nice thought and Comment reply also.